Home /News /south-gujarat /Surat News: સુરતમાં છરા કલ્ચર ફરી સક્રિય થયું, ધો-10ના વિદ્યાર્થીએ આ કારણે ઓનલાઇન છરો મંગાવ્યો
Surat News: સુરતમાં છરા કલ્ચર ફરી સક્રિય થયું, ધો-10ના વિદ્યાર્થીએ આ કારણે ઓનલાઇન છરો મંગાવ્યો
સુરતમાં યુવાનો પોતાની પાસે લોકો સામે વટ જમાવવા છરા અથવા તો ઘાતક ચપ્પુ જેવા હથિયાર સાથે લઇને ફરવાનો ટ્રેડ જોવા મળ્યો
Surat Police News: સુરતમાં યુવાનો પોતાની પાસે લોકો સામે વટ જમાવવા છરા અથવા તો ઘાતક ચપ્પુ જેવા હથિયાર સાથે લઇને ફરવાનો ટ્રેડ જોવા મળ્યો હતો. જોકે ગ્રીસમાં વેકરિયાની હત્યા બાદ આવા હથિયાર લઇને ફરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી 251 કરતા વધુ આવા હથિયાર પોલીસે કબજે કર્યા હતા.
સુરત (Surat)માં યુવાનોમાં ફરી એક વખત છરા કલ્ચર (Knife culture) શરૂ થયું છે ત્યારે આવા યુવકો સામે સુરત પોલીસે (Surat Police) ફરી એક વખત લાલ આંખ કરી છે. સુરતના કાપોદ્રા (Kaapodra Area) વિસ્તારમાં એમેઝોન (Amazon) પરથી ઓનલાઈન રેમ્બો છરો મંગાવનાર 15 વર્ષીય ધોરણ-10માં અભ્યાસ કરતા કિશોરની ધરપકડ કરી છે. જોકે આ યુવક પોતાના મિત્રો સામે રુવાબ જમાવવા માટે છરો મંગાવ્યો હતો. જોકે બે દિવસ પહેલા પણ લિંબાયત પોલીસે આ જ પ્રકારે ઓનલાઈન છરો મંગાવતા યુવકની ધરપકડ કરી હતી.
સુરતમાં યુવાનો પોતાની પાસે લોકો સામે વટ જમાવવા છરા અથવા તો ઘાતક ચપ્પુ જેવા હથિયાર સાથે લઇને ફરવાનો ટ્રેડ જોવા મળ્યો હતો. જોકે ગ્રીસમાં વેકરિયાની હત્યા બાદ આવા હથિયાર લઇને ફરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી 251 કરતા વધુ આવા હથિયાર પોલીસે કબજે કર્યા હતા. જોકે ગ્રીસમાં વેકરિયા જેવી બીજી ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક થઈને આવા હથિયાર લઇને ફરતા યુવાનો ધરપકડ કરી તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે સુરતની કાપોદ્રા પોલીસના બાતમીદાર આ બાતમી મળી હતી કે, કાપોદ્રામાં રહેતા રત્ન કલાકારનો 15 વર્ષીય પુત્રને હાલમાં ધોરણ 10 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એમેઝોન ઉપરથી ઓનલાઈન રેમ્બો છરો મંગાવ્યો છે આ કિશોર કોઇ ગુનો કરે તે પહેલાં પોલીસે તેની અટકાયતમાં લઇ તેની પૂછપરછ શરૂ કરતાં જ તેને પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓને ડરાવવા અને તેમના પર વાત જણાવવા અર્થે આશરો 22 ફેબ્રુઆરીના રોજ આર્મી નાઇફ 200 ગ્રીન કલરનો રેમ્બો ઓનલાઇન મંગાવ્યા હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે આ બાળકનું કાયદેસરનો ગુનો દાખલ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તો કરી હતી પણ બે દિવસ પહેલા પણ આ જ પ્રકારે ઓનલાઇન છડો રોડ વિસ્તારના મંગાવ્યો હતો જેની પણ પોલીસે ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. હત્યા કેસ બાદ છરા લઇ ફરતા યુવકો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે સાથે-સાથે સતર્કતા રાખી છરો લઇ ફરતા યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરી ગુનાખોરી ડામવા માટેનો પ્રયાસ પણ સુરત પોલીસે શરૂ કર્યો છે.