સુરત: ગરબા જોઈ પરત આવતા યુવાન પર ચપ્પાથી હુમલો, અદાવતમાં થઈ હત્યા!

News18 Gujarati
Updated: October 7, 2019, 7:49 PM IST
સુરત: ગરબા જોઈ પરત આવતા યુવાન પર ચપ્પાથી હુમલો, અદાવતમાં થઈ હત્યા!
શરીરમાં ચપ્પુ ઘુસાડેલ હોવાથી તે એકલો હિમ્મત કરી, લોહીથી લથબથ હાલતમાં તેના કાકાના ઘરે ગયો

શરીરમાં ચપ્પુ ઘુસાડેલ હોવાથી તે એકલો હિમ્મત કરી, લોહીથી લથબથ હાલતમાં તેના કાકાના ઘરે ગયો

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી હોય તેમ દિવસેને દિવસે હત્યા સહિતના બનાવો વધી રહ્યા છે. મોડી રાત્રે ગરબા જોઈને પરત આવતા યુવાનને અમરોલી ચાર રસ્તા પર કેટલાક લોકોએ ચપ્પુ મારીને ઈજાગ્રસ્ત કર્યો હતો. જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા ત્યારે સારવાર દરમ્યાન યુવકનું મોત થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં અમરોલી વિસ્તારમાં ગત મોડી રાત્રીના સમયે ગરબા રમીનેઅમરોલી ચાર રસ્તા નજીકથી પસાર થઈ રહ્યો હતો રાજનકુમાર ઉત્તમભાઈ પજીયાર ત્યારે કેટલાક ઈસમો ધસી આવ્યા હતા અને રાજન પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં રાજનના શરીરમાં ચપ્પુ ઘુસાડેલ હોવાથી તે એકલો હિમ્મત કરી, લોહીથી લથબથ હાલતમાં તેના કાકાના ઘરે ગયો હતો. જેથી યુવકના કાકા તેને તુરંત ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

મૂળ બિહારનો રાજન સુરત શહેરમાં આવેલી એક કેન્ટિનમાં કામ કરતો હતો. તેના પિતા કરિયાણાની દુકાનમાં કામ કરે છે. આમ યુવકનું આ રીતે મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે બીજી બાજુ અમરોલી પોલીસને હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું આશંકા સેવી છે, ત્યારે હત્યાનો ગુનો નોંધી આજુબાજુમાં લાગેલા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે હાલમાં સુરતમાં નવા પોલીસ કમિશનર આવ્યા બાદ કોઈ નવો એક્શન પ્લાન ઘડવામાં આવે છે કે નહી તે તો સમયજ બતાવશે.
First published: October 7, 2019, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading