Home /News /south-gujarat /

Surat: અમરોલી BRTS બસ સ્ટેન્ડની રેલિંગમાં ત્રણ વર્ષના બાળકનું માથું ફસાયું, ભારે જહેમત બાદ બહાર કઢાયું

Surat: અમરોલી BRTS બસ સ્ટેન્ડની રેલિંગમાં ત્રણ વર્ષના બાળકનું માથું ફસાયું, ભારે જહેમત બાદ બહાર કઢાયું

રેલિંગમાં બાળકનું માથું ફસાયું

Surat News: માતા-પિતાની નજર સામે જ તેમનું બાળક બીઆરટીઍસ બસ સ્ટેન્ડના સ્લાઇડિંગ દરવાજા પાસે આવેલી રેલિંગમાં માથું ફસાઈ (kids Head stuck in the railing) જતાં ભાગદોડ મચી હતી.

સુરતઃ માતા-પિતા બાળકો (Mother-Father) પ્રત્યે બેકાળજી દાખવે ત્યારે અઘટીત ઘટનાઓ પણ બનતી હોય છે. આવો જ ઍક બનાવ અમરોલી બીઆરટીઍસ બસ સ્ટેન્ડ (Amaroli BRTS Bus Stand) ઉપર બન્યો છે. માતા-પિતાની નજર સામે જ તેમનું બાળક બીઆરટીઍસ બસ સ્ટેન્ડના સ્લાઇડિંગ દરવાજા પાસે આવેલી રેલિંગમાં માથું ફસાઈ (kids Head stuck in the railing) જતાં ભાગદોડ મચી હતી. જાકે, પોલીસ સહિત લોકોઍ ભારે જહેમત બાદ બાળકનું માથું રેલિંગમાંથી બહાર કાઢતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

અમરોલી બીઆરટીઍસ બસ સ્ટેન્ડ ઉપર ઍક પરિવાર બસની રાહ જાતો ઊભો હતો. ત્યારે પરિવારની નજર હટતાં જ તેમનો ત્રણ વર્ષીય બાળક રમતા-રમતા બીઆરટીઍસ બસ સ્ટેન્ડની સ્લાઇડિંગ બારી પાસે આવેલી રેલિંગ પાસે પહોચી ગયો હતો. બાળકે બહાર જાવા માટે રેલિંગમાં માથું નાંખતા તે ફસાઈ ગયો હતો.

માથું બહાર કાઢવા માટે બાળકે પ્રયાસ કર્યા બાદ તે જાર-જારથી રડવા લાગ્યો હતો. આ જાઈને બસ સ્ટેન્ડ પર ઊભેલા લોકો મદદે દોડી આવ્યા હતાં, પરંતુ લોકોઍ મહેનત કર્યા પછી પણ બાળકનું માથું રેલિંગમાંથી બહાર નીકળ્યું ન હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! મહિલાની સામે પાડોશી યુવકે કરી ગંદી હરકત, મહિલા શરમથી થઈ પાણી-પાણી

છેવટે ત્યાંથી પસાર થતાં અમરોલી પોલીસ મથકનાં પોલીસકર્મીઓની નજર પડતા તેઓ દોડી આવ્યા હતાં. પોલીસકર્મીઓ અને લોકોઍ ભારે જહેમત બાદ રેલિંગમાં ફસાયેલા બાળકનું માથું સહીસલામત રેલિંગમાંથી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ પોલીસકર્મીઓઍ હસતા મોઢે બાળકને તેના પરિવારને સોંપ્યો હતો.

આ પણ વાંચોઃ-Murder case: જીજાના ઘરે પ્રેમી સાથે પકડાઈ પત્ની, પતિએ ગુસ્સામાં કરી દીધી યુવાનની હત્યા

ઘટનાને લઈને થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી સ્થાનિક લોકોએ દોડી આવી બાળકને રેસ્ક્યૂ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાને લઇ બસ સ્ટોપ પર હાજર રહેલા લોકો થોડા સમય માટે ચિંતામાં મુકાઈ ગયા હતા.



જોકે આ સમગ્ર ઘટનામાં માતા પિતાની બેદરકારી ચોક્કસપણે સામે આવી રહી છે જોકે આ ઘટનામાં બાળક નો બચાવ થયો છે ત્યારે આ ઘટના આવે લોકો માટે આવી છે ત્યારે આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે.
Published by:ankit patel
First published:

Tags: Gujarati news, Surat news

આગામી સમાચાર