Home /News /south-gujarat /

સુરત : છ હજાર રૂપિયાની ઉઘરાણીમાં યુવકને નગ્ન કરી માર માર્યો, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

સુરત : છ હજાર રૂપિયાની ઉઘરાણીમાં યુવકને નગ્ન કરી માર માર્યો, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

પ્રતિકાત્મક તસવીર

19 વર્ષીય યુવક ચાર મહિના પહેલા ઉછીના આપેલા છ હજાર રૂપિયા પરત આપવા માટે તેના મિત્ર પર દબાણ કરતો હતો. તેના મિત્ર પર દબાણ કરતો હતો.

સુરત : શહેરના છેવાડે આવેલા સચિન (Sachin GIDC area) ખાતે રૂપિયા 6 હજારની ઉઘરાણીમાં યુવાનનું અપહરણ કરીને નગ્ન કરી માર માર્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (Unnatural Act) આચરવાનો બનાવ બન્યો છે. આ કેસમાં અપહરણકારો (Kidnappers) પાસેથી છૂટીને પીડિત યુવક પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી છે. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે કમિશનર કચેરીના આદેશ બાદ ફરિયાદ નોંધી છે. પીડિત યુવકનો આક્ષેપ છે કે સચિન જીઆઈડીસી પોલીસે પહેલા તેની ફરિયાદ લીધી ન હતી.

મૂળ રાજસ્થાનના અને હાલ સચિન GIDCમાં રહેતા 19 વર્ષિય યુવાને તેના મિત્ર ગોપાલને 4 મહિના પહેલા છ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. ગોપાલ આ પૈસા ચૂકવતો ન હતો. આ મામલે પીડિય યુવકે સતત રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખતા 26મીની તારીખે સાંજે આરોપી ગોપાલ, સુરેશ, બીજો એક સુરેશ અને લાદુરામ રૂપિયા આપનાર યુવાનનું અપહરણ કરીને તેને લાદુરામના ખાતા પર લઈ ગયા હતા.

આ પણ વાંચો :  સુરતમાં વધુ એક હત્યા : બુટલેગર અજલો ઉર્ફે અરુણ પટેલની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા

અહીં તમામે પહેલા પીડિત યુવકને નગ્ન કરીને તેનો વીડિયો ઉતાર્યો હતો. જે બાદમાં આરોપીઓએ યુવાનને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને 1 લાખ રૂપિયા માંગ્યા હતા. યુવાનને કરન્ટ પણ અપાયો હતો. એટલું જ નહીં, મધરાત્રે બંને સુરેશે યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ કૃત્યનો વીડિયો પણ બનાવ્યો હતો. સવારે પીડિત યુવક અપહરણકારોની પકડમાંથી ભાગી છૂટ્યો હતો.

જે બાદમાં યુવાને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. જે બાદમાં સચિન જીઆઈડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને પોલીસ મથકે લઈ ગઈ હતી. યુવાને એવો આક્ષેપ કર્યો છે કે સચિન જીઆઈડીસી પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી. આ ઉપરાંત આરોપીઓને પોલીસે બોલાવ્યા પછી જવા દીધા હતા. ત્યાર બાદ યુવાને પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી છે. સચિન જીઆઈડીસી પોલીસના કહેવા પ્રમાણે પીડિત યુવક ચેકઅપ દરમિયાન હૉસ્પિટલમાંથી ભાગી ગયો હતો. આ ઉપરાંત તેણે પોલીસને કોઈ વિગત જણાવી નથી. યુવાને સામાવાળા પાસેથી પૈસા પડાવવા માટે આવું કર્યું હોવાની વાત વહેતી થઈ છે. આ દરમિયાન પોલીસે યુવાનને ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Kidnapping, Surat news, Surat police, ગુનો, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन