Home /News /south-gujarat /

સુરત: નાણાકીય લેવડ-દેવડમાં યુવાનનું થયું અપહરણ, એક મહિલાએ અપહરણ કર્યું હોવાની આશંકા

સુરત: નાણાકીય લેવડ-દેવડમાં યુવાનનું થયું અપહરણ, એક મહિલાએ અપહરણ કર્યું હોવાની આશંકા

ફાઈલ ફોટો

ધંધામાં પૈસાની જરૂરિયાત ઉભી થતા મીનાબેનના બે ઘરની ફાઇલ લઇ પરિમલે ગોડાદરાના પપ્પુ પાસેથી રૂ. ૧.૫૦ લાખ અને ડભોલીના ભરત મોરે પાસેથી રૂ. ૧.૫૦ લાખ લીધા હતા.

સુરતમાં પૈસાની લેતીદેતી મામલે એક યુવકનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પૈસાની ઉઘરાણીઓની આશંકાને લઇ ધંધાર્થી મહિલાએ પોતાના પુત્ર સાથે મળી અપહરણ કર્યુ હતુ. બનાવ સંદર્ભે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી છે.

અમરોલીના જુના હળપતિવાસમાં રહેતા પરિમલ મુળચંદ સોલંકી કુરીયર કંપનીમાં નોકરી કરે છે. ગતરોજ અડાજણ ખાતે રહેતા તેમના પરિચીત એવા મીનાબેન કમલેશ સોલંકી અને તેમના બે પુત્ર નિખીલ અને રૂત્વીક તેઓની કારમાં અપહરણકરી ગયા હતા.

પરિમલ કુરીયર કંપનીમાં નોકરી કરતા અગાઉ ઓરકેસ્ટ્રાનો ધંધો કરતો હતો. મીનાબેનના પતિ પણ ઓરકેસ્ટ્રાનો ધંધો કરતા હોવાથી તેઓ એકબીજાથી પરિચીત હતા. તે દરમ્યાન ધંધામાં પૈસાની જરૂરિયાત ઉભી થતા મીનાબેનના બે ઘરની ફાઇલ લઇ પરિમલે ગોડાદરાના પપ્પુ પાસેથી રૂ. ૧.૫૦ લાખ અને ડભોલીના ભરત મોરે પાસેથી રૂ. ૧.૫૦ લાખ લીધા હતા.

આ પણ વાંચોઅમદાવાદ: માતા-પિતા માટે શબક સમાન ઘટના! માતા સાથે ચાલતું બાળક વિખૂટું પડ્યું, કારમાંથી મળી લાશ


આ પૈસાની મીનાબેન છેલ્લા કેટલાક સમયથી ઉઘરાણી કરતા હતા પરંતુ પરિમલ પાસે પૈસા નહીં હોવાથી પૈસા આવશે ત્યારે આપીશું એમ કહી વાયદા કરતા હોવાથી ગત રાત્રે મીનાબેન અને તેમના બે પુત્રએ બે મકાનની ફાઇલ પરત મેળવવા પરિમલનું અપહરણ કર્યુ હોવાની આશંકા સાથે તેની પત્ની નીતા સોલંકીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે પરિમલને મુક્ત કરાવવા માટે નાકાબંધી કરાવવાની સાથે મીનાબેન અને તેના બે પુત્રોની શોધખોળ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Kidnapping, Kidnapping Case, South gujarat news, Surat news, Surat police

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन