ગુજરાતમાં પ્રથમવાર બીટકોઈન મામલે વેપારીનું થયું અપહરણ

News18 Gujarati
Updated: February 12, 2018, 9:01 PM IST
ગુજરાતમાં પ્રથમવાર બીટકોઈન મામલે વેપારીનું થયું અપહરણ
પોલિસે તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા...

પોલિસે તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા...

  • Share this:
સુરતના ધોડદોડ રોડ વિસ્તારમાં કરવામાં આવેલા વેપારીના અપહરણમાં બીટકોઇનનો મામલો સામે આવ્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત બીટકોઇન મામલે અપહરણ થયું હોવાનું બહાર આવ્યું છે. વેપારી દ્વારા બીટ કોઇન ખરીદવામાં આવેલા હોઇ વેપારી પાસે બીટકોઇનની માંગણી કરવા માટે અપહરણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત રાજ્યામાં પ્રથમ વખત બીટકોઇન મામલે અપહરણ થયું હોવાનું સુરતમાં બહાર આવ્યું છે. સુરતના ધોડદોડ રોડ વિસ્તારમાંથી આજે જીગ્નેશ નામના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ પાંચ જેટલા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હાલ એક ફરજ મોકૂફ પોલીસ કર્મચારી અનિશ સૈયદનુ નામ બહાર આવ્યું છે. આ વેપારીનું અપહરણ બીટકોઇન મામલે થયું હોવાનું બહાર આવ્યું છે. આ વેપારીએ બીટકોઇન ખરીદ્યા છે જે બીટકોઇન અપહરણકારો માંગતા હતા જેને લઇને અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણકારો દ્વારા પોલીસનું પેટ્રોલીંગ સતત વધી જવાને કારણે તાત્કાલિક તેને છોડી દેવામાં આવ્યો હતો. જો હાલ પોલિસે તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ બી ભરવાડએ જણાવ્યું કે, બપોરના સમયે ધોડદોડ રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટર પર વેપારી જીજ્ઞેશભાઈ પટેલ નામના વેપારી આજે દુકાને આવી રહ્યા હતા તે સમયે સફેદ કલરની ઇનોવા કાર લઇને અપહરણ કરી તેને કીમ તરફ લઇ ગયેલા ત્યારબાદ તેને કહેવામાં આવેલું કે અમે પોલીસના માણસો છીએ તમે અગાઉ જે બીટકોઇન કંપનીના જે કોઇન ખરીદ્યા છે જે અમને આપી દે નહીતો તારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ તે બાજુ પોલીસનું પેટ્રોલીંગ હતુ તે સમયે તેને ખ્યાલ આવતા તેને છોડી દીધો હતો. હાલ જીજ્ઞેશભાઇ પરત આવી ગયેલા છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે. આની અંદર જે અગાઉ ફરજ મોકૂફ થયેલા છે જે અનીશ સૈયદ અને બીજા જે પોલીસમાં નથી તે એના મિત્ર છે કલ્પેશભાઈ રાઠોડ બે ની ઓળખ થયેલી બીજા ત્ર્ણ આરોપીની ઓળખ થયેલી નથી. ચિંતન નામના વ્યક્તિની આમાં કોઇ સંડોવણી નથી. ફરિયાદીનું એવું કહેવું છે કે બીટકોઇનને લઇને મારૂ અપહરણ થયું હતું.

સ્ટોરી - આનંદ પટણી
First published: February 12, 2018, 9:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading