સુરત : ધો.10માં ભણતી વિદ્યાર્થિનીનું અપહરણ કરી ખેતરમાં લઇ જઇ ગેંગરેપ કર્યો


Updated: March 1, 2020, 7:52 AM IST
સુરત :  ધો.10માં ભણતી વિદ્યાર્થિનીનું અપહરણ કરી ખેતરમાં લઇ જઇ ગેંગરેપ કર્યો
પ્રતિકાત્મક તસવીર

વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા બન્ને આરોપી રસ્તામાં છોડી ભાગી ગયા હતા જે બાદ ફરિયાદ નોંધાવવામાં આવી.

  • Share this:
સુરત : શહેરમાં ફરી એકવાર ગેંગરેપની શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 16 વર્ષીય સગીરાને કારમાં 3 યુવાનો અપહરણ કરીને લઇ ગયા હતા. જે બાદ એક ખેતરમાં ગેંગરેપ કર્યો હતો. આ સાથે તેને ધમકી આપી હતી કે, 'આ ઘટના વિશે કોઈને કહીશ તો રેપ સમયે મોબાઈલમાં ઉતારેલા ફોટા વાઇરલ કરીશ અને મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખીશ.'

આજથી 6 માસ પહેલા કતારગામ વિસ્તારમાં રહતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીર સ્કૂલેથી છુટ્ટીને ઘરે આવતી હતી. તે દરમિયાન જય ખોખરીયા સહિત 3 નરાધમોએ કારમાં તેનું અપહરણ કર્યુ હતું. હવસખોરોએ સગીર વિદ્યાર્થિનીને ખેતરમાં બનાવેલી રૂમમાં લઈ જઈ તેની પર ગેંગરેપ કર્યો હતો. એટલું જ નહિ નરાધમોએ વિદ્યાર્થિનીનાં મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરીશ તો ફોટા વાઈરલ કરી મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલમાં બે દિવસ પહેલાની વાત કરીએ તો, 26મી તારીખે જય ખોખરીયા તેના એક મિત્ર સાથે વિદ્યાર્થિનીનો પીછો કરી ફોટા બતાવી ધમકાવી હતી. ત્યાર બાદમાં બીજા દિવસે બન્ને પાછા આવી વિદ્યાર્થિનીનો હાથ પકડીને તેને જબરજસ્તી બાઈક પર બેસાડી અપહરણ કરવાની કોશિશ કરી હતી. પરંતુ વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા બન્ને રસ્તામાં છોડી ભાગી ગયા હતા.  આ મામલે વિદ્યાર્થિની દ્વારા કતારગામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કિશોરીનું મેડિકલ ચેકઅપ કરાવ્યુ હતું.

આ પણ વાંચો : લગ્નના 15 દિવસ બાદ પતિએ તરછોડી, પછી આ ગુજરાતની યુવતી બની IAS અધિકારી

આ ઘટનામાં આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટિમ બનાવી તપાસ શરૂ કરી છે. ત્યારે મુખ્ય આરોપી સાથે અન્ય બે આરોપીઓ પણ ફરાર છે. પોલીસે મુખ્ય આરોપી જય ખોખરીયા કતારગામ આંબાતલાવડી વિસ્તારમાં રહે છે અને તે ટેક્ષટાઇલમાં નોકરી કરે છે અને પરિણીત છે. ત્યારે જય સાથે અન્ય આરોપી પકડવા માટે સૌરાષ્ટનાં જસદણમાં તેમજ અન્ય કેટલાક ઠેકાણે ટીમો રવાના કરી છે.

આ વીડિયો પણ જુઓ : 
First published: March 1, 2020, 7:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading