ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની મોટી જાહેરાત, સુરતમાં પણ ખોડલધામ બનાવવાનું આયોજન

kiran mehta
Updated: March 22, 2019, 10:19 PM IST
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની મોટી જાહેરાત, સુરતમાં પણ ખોડલધામ બનાવવાનું આયોજન
તમને જણાવી દઈએ કે, માં ખોડીયાર દરેક કુળમાં પૂજાય છે. પરંતુ લેઉવા પાટીદાર સમાજની કુળદેવી સ્વરૂપે તેઓ બિરાજમાન છે.

તમને જણાવી દઈએ કે, માં ખોડીયાર દરેક કુળમાં પૂજાય છે. પરંતુ લેઉવા પાટીદાર સમાજની કુળદેવી સ્વરૂપે તેઓ બિરાજમાન છે.

  • Share this:
કાગવડ ખાતે નિર્માણ પામેલું ખોડલધામ મંદિર પાટીદાર સમાજના આત્માગૌરવનું પ્રતિક છે. માં ખોડીયાર લેઉવા પાટીદાર સમાજની કુળદેવી માનવામાં આવે છે. આ મંદિરના ટ્રસ્ટ દ્વારા સમાજના લોકોના વિકાસ માટે ગણા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ખોડલધામ જેવું મંદિર દક્ષિણ ગુજરાતમાં પમ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માહિતી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે ખુદ આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં પણ ખોડલધામ જેવા એક મંદિરનું નિર્માણ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, તે અંતર્ગત પરબતભાઈ કાછડીયાના નિવાસ સ્થાને એક મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં લેઉવા પાટીદાર સમાજના કેટલાએ અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો આવ્યા હતા.

આ મુદ્દે માહિતી આપતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટના મધ્યસ્થમાં એક ખોડલધામ મંદિરનું નિર્માણ સફળ રીતે થયું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ લેઉવા પાટીદાર સમાજની મોટી સંખ્યા રહે છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ એક ખોડલધામ મંદિરનું નિર્માણ થાય તે માટે વિચાર થઈ રહ્યો છે.

નરેશ પટેલે કહ્યું કે, સુરતમાં જ એક નવું ખોડલધામ પ્રસ્થાપિત કરવાનું આયોજન છે. તેના માટે જ ખાસ સુરત આવ્યો છુ. ખોડલધામ મંદિર હાલ વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. સમાજના ઉથ્થાનના કાર્યોને લઈ સમાજની મિટીંગ હતી. પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટેની યોજના પણ ઘડવામાં આવશે. પાટીદાર સમાજ મજૂર, મધ્યમવર્ગ અને ઉદ્યોગકારોનો સમાજ છે. આ ગેપ આપણે દુર કરવાની જરૂર છે. જે આ રીતે માંના આશિર્વાદ સાથે જ કરી શકાશે.

તમને જણાવી દઈએ કે, માં ખોડીયાર દરેક કુળમાં પૂજાય છે. પરંતુ લેઉવા પાટીદાર સમાજની કુળદેવી સ્વરૂપે તેઓ બિરાજમાન છે. કાગવડ ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમાજની ઈચ્છા અને યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે. કહેવાય છે કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લગભગ 60 કરોડના ખર્ચે માં ખોડીયારનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં માં ખોડલ સિવાય 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
First published: March 22, 2019, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading