ખટોદરા કસ્ટોડિયલ ડેથ કેસઃ ફરાર PSI ચિરાગ અને હરેશની પોલીસે કરી ધરપકડ

News18 Gujarati
Updated: June 14, 2019, 6:13 PM IST
ખટોદરા કસ્ટોડિયલ ડેથ કેસઃ ફરાર PSI ચિરાગ અને હરેશની પોલીસે કરી ધરપકડ
ઘરફોડ ચોરીના કેસમાં ઓમ પ્રકાશ પાન્ડે, જયપ્રકાશ તથા રામગોપાલ અને ખટોદરા PI એમ.પી.ખીલેરી, PSI ચૌધરી ભગુ ભડીયાદરા સહિત અન્ય સાત પોલીસ કર્મચારીઓ પોલીસ મથકમાં ઊંચકી લાવ્યા હતા.

ઘરફોડ ચોરીના કેસમાં ઓમ પ્રકાશ પાન્ડે, જયપ્રકાશ તથા રામગોપાલ અને ખટોદરા PI એમ.પી.ખીલેરી, PSI ચૌધરી ભગુ ભડીયાદરા સહિત અન્ય સાત પોલીસ કર્મચારીઓ પોલીસ મથકમાં ઊંચકી લાવ્યા હતા.

  • Share this:
કિર્તેષ પટેલ, અમદાવાદઃ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસના મારથી ઘરફોડ ચોરીના આરોપીનું મોત થતાં પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધાયો હતો. જેના ફરાર આરોપી પીએસઆઇ ચિરાગ ચૌધરી અને અન્ય પોલીસ હરેશ ચૌધરીની પોલીસે ધપકડ કરી હતી. આ અંગે સુરત પોલીસ કમિશ્નર સતિષ શર્માએ મીડિયાને માહિતી આપી હતી.

સુરત પોલીસ કમિશ્નર ખટોદરા પોલીસસ્ટેશનમાં 31 મેના દિવસે ઘરફોડના આરોપીને માર મારવાની ઘટના બની હતી. ત્યારબાદ 4 જૂનના દિવસે આરોપીનું મોત નીપજ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચિરાગ ચૌધરી અને હરેશ ચૌધરીની ધપકડ કરવામાં આવી છે. આ બંન આરોપીઓ સામે ચાલીને હાજર થયા છે અને તેમની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. આ તપાસ સારી રીતે થાય તે માટે ડીસીપી સ્પેશિયલ ચિંતન તેરૈયાને કેસ સોંપવામાં આવ્યો છે. આ અંગે તપાસ અત્યારે ચાલું છે. રિમાન્ડ લઇને આગળની તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસના ખટોદરા પોલીસ મથકમાં ગઈ તારીખ 29મેના રોજ ઘરફોડ ચોરીના કેસમાં ઓમ પ્રકાશ પાન્ડે, જયપ્રકાશ તથા રામગોપાલ અને ખટોદરા PI એમ.પી.ખીલેરી, PSI ચૌધરી ભગુ ભડીયાદરા સહિત અન્ય સાત પોલીસ કર્મચારીઓ પોલીસ મથકમાં ઊંચકી લાવ્યા હતા. ત્યારબાદ ચોરીના ગુનાની કબુલાત કરાવવા ત્રણેય આરોપીઓને ઢોર માર માર્યો હતો જે પૈકી ઓમ પ્રકાશ પાંડેનું પોલીસના મારથી કસ્ટડી દરમિયાન મોત નિપજતા સુરત પોલીસ કમિશનરે ખટોદરા પોલીસના આરોપી PI ખીલેરી PSI ચૌધરી સહિત સાત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

તદુપરાંત કાર મેળાના મેનેજર સોનુ યાદવને પણ ખટોદરા પોલીસે ઊંચકી લાવી હતી અને પોલીસ મથકમાં માર માર્યો હતો. જે ઓમ.પ્રકાશ કસ્ટોડિયલ ડેથ કેસમાં તાજનો સાક્ષી છે જેને પણ આરોપી ડી-સ્ટાફના પોલીસ જવાનો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી જે પૈકી ડી-સ્ટાફના કુલદીપ સોલંકી અને રામપ્રકાશ મહાદિકની ખટોદરા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
First published: June 14, 2019
વધુ વાંચો
अगली ख़बर