અમેરિકામાં ફાયરિંગમાં ગુજરાતીનું મોત,કામરેજના પટેલ 2 વર્ષથી યુએસમાં થયા હતા સ્થાયી

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 26, 2017, 1:32 PM IST

અમેરિકામાં બે અશ્વેત વચ્ચે થયેલા ફાયરીંગમાં ગુજરાતી ભોગ બન્યા છે. કામરેજના વાંસદા રૂંઢી ગામના આધેડનું અમેરિકામાં મોત થયું છે. અમેરિકાના મેનફિસ ટાઉનમાં 2 ઈસમો દ્વારા સામ-સામે ફાયરિંગમાં વચ્ચે આવી 55 વર્ષીય ખંડુભાઈ ભગુભાઈ પટેલનું મોત નીપજ્યું છે. તેઓ બે વર્ષ અગાઉ અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમની મોટેલ નજીક બે કારમાંથી ઉતરેલા અજાણ્યા અશ્વેત ઇસમોએ એકબીજા પર ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો હતો. આ ગોળીબાર દરમિયાન એક ગોળી મોટેલની બહાર બેઠેલા ખંડુભાઇને વાગી હતી.

મૂળ સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં વાંસદા રૂંઢી ગામના વતની ખંડુભાઇ ભગાભાઈ પટેલ પાંચ વર્ષ અગાઉ અમેરિકામાં સ્થાયી થયા હતા.અને ટેનેસી સ્ટેટના મેમ્ફિસ સિટી ખાતે આવેલ અમેરિકન બેસ્ટ વેલ્યૂ ઇનમાં કામ કરતાં હતા. મોટેલની બહાર તેમના અન્ય દોસ્તો સાથે બેઠા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો. નોધનીય છે કે મૃતક તેઓ ગત જાન્યુઆરીમાં પોતાના દીકરાના લગ્ન પ્રસંગે વતન આવ્યા હતા.First published: April 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर