સુરત : પ્રેમ-લગ્નની લાલચ અને શારિરીક શોષણનો કિસ્સો, કતારગામનો યુવક ઝડપાયો

સુરત : પ્રેમ-લગ્નની લાલચ અને શારિરીક શોષણનો કિસ્સો, કતારગામનો યુવક ઝડપાયો
પોલીસે કતારગામના યુવકની ધરપકડ કરી

યુવકે અવારનવાર ફરીયાદીની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો, સમાજમાં બદનામ કરી નાંખવાની તથા તેણીના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ

  • Share this:
સુરતના કતારગામ (Katargam Surat) ખાતે લલીતાચોકડી પસે આવેલી સંતોષીનગર સોસાયટી રહેતા નરાધમ યુવકે અમરોલીની યુવતી (Amroli) સાથે લગ્નની લાલચ આપી અવારનવાર ફરીયાદીની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો (Physical Relation) હતો અને સમાજમાં બદનામ કરી નાંખવાની તથા તેણીના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અમરોલી પોલીસે  બળાત્કારનો ગુનો નોધી નરાધમ યુવકને ઝડપી પડ્યો હતો.

સુરતમાં સતત મહિલા અત્યાચારની ફરિયાદોમાં સતત ઉછળો આવી રહ્યો છે. તેમાં પણ મહિલાઓને પ્રેમ ઝાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને તેમનું શારીરિક શોષણ  કરી બાદમાં આવા મલિઓ સાથે લગ્ન નહીં કરી તરછોડી દેવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે વધુ એક ફરિયાદ


સુરતના અમરોલી પોલીસ  મથકમાં નોંધાઈ હતી.

આ પણ વાંચો : મોરબી : ધૈર્યરાજસિંહના ઇન્જેક્શન માટે જિલ્લામાંથી 44 લાખથી વઘુ એકઠા થયા, જાણો કોણે એકત્રિત કર્યો ફાળો

સુરતના કતારગામ ખાતે લલીતાચોકડી પસે આવેલી સંતોષીનગર સોસાયટી રહેતા રણજીત પ્રતાપભાઈ ગોહીલે અમરોલી વિસ્તારની  એક યુવતી સાથે આંખ મળી જતા યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. જોકે યુવક દ્વારા યુવતીને લગ્નની લાલચ આપીને આ યુવતી સાથે અનેક વખત તેની મરજી વિરુદ્ધ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ  સબંધ બાંધ્યો હતો.

જોકે યુવતી એ આ યુવાને લગ્ન કરવાનું કહેતા આ યુવાન અનેક વખત વાતો ફેરવી નાખતો હતો અને યુવતીને વાયદા આપતો હતો. જોકે યુવતીનાં લગ્નની વાતને લઈને એક દિવસ  આ યુવતીને તેની સાથે લગ્ન કરવાના વાયદા આપ્યા હતા. તે ન નિભાવી તેની સાથે લગ્ન નથી કરવાનો તેવું કહીને તેને તરછોડી દીધી હતી.

આ પણ વાંચો :  ટ્રેનમાં ટોઇલેટનો ઉપયોગ કરતાં પહેલાં ચેતી જજો! વિકૃતિની ચરમસીમા પાર કરતો કિસ્સો

જોકે આ યુવતીએ આ મામલે યુવાનને સમજાવવા જતા યુવાન દ્વારા આ યુવતીને સમાજમાં બદનામ કરી નાંખવાની તથા તેણીના ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ યુવતની ખોટો ઉપયોગ કરી તેની જિંદગી બગાડી નાખતા આ યુવતીએ યુવક વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ યુવતીની ફરિયાદનાં આધારે ગુનો દાખલ કરી આ યુવાની ધરપકડ  કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે, સમગ્ર મામલો કેટલો સત્ય છે તે તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે.
Published by:Jay Mishra
First published:March 21, 2021, 17:55 pm