સુરતના (Surat Katargam) કતારગામ પોલીસ સ્ટેશનની (Police Station) બાજુના જ કોમ્પ્લેક્ષના નેપાળી વોચમેનના પુત્રની (Nepali Watchman) નિર્મલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ રેલવે ટ્રેક પાસે ખુલ્લામાં મળી આવી હતી. યુવાન તેના પિતાને માર મારતો હોય બે મહિના અગાઉ તેને ઘરેથી કાઢી મુક્યા બાદ તે મિત્રો સાથે જ રખડપટ્ટી કરતો હતો. . જોકે પોલીસે તપાસ કરતા જે મિત્ર સાથે રખડપટ્ટી કરતો હતો તે મિત્ર એ ઝગડો થતા તેની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે નેપાળી યુવાન મિત્રની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવહૈ હાથ ધરી છે
સુરત માં સતત હત્યા ની ઘટના બની રહી છે જોકે સુરત માં થતી હત્યા ની ઘટના માં સન્માનીય બાબતે થયેલા ઝગડાને લઈને કરું અંજામ આવતો હોય છે ત્યારે આવીજ એક હત્યા ની ઘટના ના પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે જોકે સુરત ના કતારગામ પોલીસ મથક ની બાજુના બિલ્ડિગમાં સિક્યુરિટી ગડ તરીકે કામ કરતા અને મૂળ નેપાળનો વતની એવા વર્ષીય સુરજ બલબહાદુર સોની ( વિશ્વકર્મા) પુત્ર કામ ધંધો નહિ કરી પિતાને માર મરતો હતો જેને લઈને પિતાએ પોતાના પુત્ર અર્જુન બે મહિના પહેલા ઘરમાંથી કઈ મુક્યો હતો.
જોકે તે તેના એક મિત્ર સાથે રખડતું જીવન ગુજારતો હતો જોકે બે દિવસ પહેલા કતારગામ નિર્મલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ રેલવે ટ્રેક પાસે ખુલ્લામાં એક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં પડયો હોવાના મેસેજને પગલે 108 એમ્બ્યુલન્સ ત્યાં દોડી ગઈ હતી. પરંતુ યુવાનના ગળાના ભાગે ડાબીબાજુ તથા જમણા પગે ઘુટણ પાછળના ભાગે તિક્ષ્ણ હથીયાર વડે થયેલી ગંભીર ઇજાના નિશાન હતા અને તે મૃત હાલતમાં હતો.
" isDesktop="true" id="1105260" >
તેથી 108 ના કર્મચારીએ કતારગામ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે યુવાનનો ચહેરો જોતા જ તે પોલીસ સ્ટેશનની બાજુમાં સરદાર કોમ્પ્લેક્ષના વોચમેન સૂરજ બલબહાદુરનો પુત્ર અર્જુન છે તેમ ઓળખી લીધો હતો.
પોલીસે સૂરજ બલબહાદુરને સ્થળ ઉપર બોલાવી અર્જુન અંગે ખરાઈ કર્યા બાદ તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે 22 થી 24 વર્ષીય અર્જુન તેના પિતાને માર મારતો હતો અને રાખડપટ્ટી કરતો હતો તેથી તેને બે મહિના અગાઉ જ ઘરેથી કાઢી મુક્યો હતો.
ત્યારબાદ અર્જુન તેના મિત્રો સાથે જ રહી રખડપટ્ટી કરતો જોકે પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ કરતા પોલીસને જાણકારી મળીહતી કે અર્જુન જે મિત્ર સાથે રહેતો હતો તે મિત્ર સાથે ઝગડો થતા તેજ મિત્રએ અર્જુન ની હત્યા કરી છે જોકે પોલીસે તાતકાલક આ યુવાને ઝડપી પડી તેની પૂછપરછ કરતા તેને કરેલ હત્યા મામલે કબૂલાત કરતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે