Home /News /south-gujarat /

સુરતમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ: 12 લાખનું પડી ગયેલું હીરાનું પડીકું કર્મચારીએ માલિકને પરત આપ્યું

સુરતમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ: 12 લાખનું પડી ગયેલું હીરાનું પડીકું કર્મચારીએ માલિકને પરત આપ્યું

12 લાખના હીરાનું પેકેટ મૂળ માલિકને પરત અપાયું.

બુધવારે સાંજે મીરાં જેમ્સનાં વેપારી રાહુલ મોરડિયા નિત્યક્રમ પ્રમાણે કતારગામ આંબાતલાવડી ખાતે આવેલા કતારગામ સેફ વોલ્ટમાં હીરાના પડીકાં મૂકવા ગયા હતા.

સુરત: સુરતમાં માનવતા જીવતી હોવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. કતારગામ વિસ્તારમાં સેફ વોલ્ટ (diamond safe vault)માં હીરા વેપારી લાખો રૂપિયાનું હીરાનું પડીકું (Diamond parcel) ભૂલી ગયા હતા. જોકે, આ પડીકું સેફના કર્મચારીઓને ધ્યાને આવતા તેઓએ સમગ્ર મામલે મેનેજરને જાણ કરી હતી. જે બાદમાં આ પડીકાને ખરાઈ કર્યાં બાદ વેપારીને પરત આપવામાં આવ્યું હતું. કર્મચારીની આવી ઈમાનદારીની સુરત ડાયમંડ એસોસિએશન (Surat diamond association) પ્રસંશા કરી હતી. આ ઉપરાંત કર્મચારીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

કતારગામ ખાતે આવેલા કતારગામ સેફમાં ભૂલી ગયેલા લાખો રૂપિયાનું હીરાનું પડીકું સેફના કર્મચારીઓએ વેપારીને પરત કર્યું હોવાની ઘટના બની છે. બુધવારે સાંજે મીરાં જેમ્સનાં વેપારી રાહુલ મોરડિયા નિત્યક્રમ પ્રમાણે કતારગામ આંબાતલાવડી ખાતે આવેલા કતારગામ સેફ વોલ્ટમાં હીરાના પડીકાં મૂકવા ગયા હતા. સેફ વોલ્ટ ખોલ્યા બાદ એક પડીકું તેઓએ સેફ વોલ્ટની ઉપર મૂકી દીધું હતું. જે બાદમાં આ પડીકું ત્યાં જ ભૂલી ગયા હતા અને સેફ વોલ્ટ છોડી જતા રહ્યાં હતાં.

આ પણ વાંચો: 53,000ની સપાટીએ Sensex: ઇક્વિટી ફંડના રોકાણકારોએ શું કરવું? નવું રોકાણ બંધ કરી દેવું કે ચાલુ રાખવું?- જાણો નિષ્ણાતોની સલાહ

દરમિયાન સેફ વોલ્ટ પર એક હીરાનું પડીકું પડ્યું હોવાનું સેફ વોલ્ટના કર્મચારી ધીરુભાઈના ધ્યાન પર આવ્યું હતું. આથી ધીરુભાઈ સેફ વોલ્ટના મેનેજરને આ અંગે જાણ કરી હતી. મેનેજર અને કર્મચારીએ હીરાના પડીકાંને સાચવીને મૂકી દીધું હતું. દરમિયાન સવારે રાહુલ મોરડિયા પડીકાં લેવા પરત આવ્યા ત્યારે સેફ વોલ્ટમાં એક પડીકું ઓછું જણાતા તેઓ ચિંતામાં મૂકાયા હતા. તેઓએ તાત્કાલિક વોલ્ટના કર્મચારીને તે અંગે જાણ કરી હતી.

આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આટલું જાણી લો: આવી લાલચમાં આવી ગયા તો પૈસા ભર્યાં જ રાખશો

જે બાદમાં સેફ વોલ્ટના કર્મચારી અને મેનેજરે રાહુલ મોરડિયાના વોલ્ટ પાસેના કેમેરા ચેક કરી પડીકું રાહુલ મોરડિયાનું જ હોવાની ખરાઈ કરીને લખાણ લઈ તેમને પરત કર્યું હતું. આ મામલે રાહુલ મોરડિયાએ કહ્યું હતું કે, "ઉતાવળમાં જોખમ ભૂલાઈ ગયું હતું. પડીકામાં અંદાજે 10થી 12 લાખની કિંમતના 3 હજાર કેરેટ કાચા હીરા હતા. વોલ્ટના કર્મચારીઓની પ્રમાણિકતાને લીધે મને મારા હીરા પરત મળ્યા છે." આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ કર્મચારીની સતર્કતા અને પ્રામાણિકતાની કામગીરીને સુરત ડાયમંડ એસોસિએશને બિરદાવી હતી. ધીરુભાઈનું સન્માન કરાયું હતું.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Diamond association, Diamond Workers, ડાયમંડ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन