કમલેશ તિવારી હત્યા કેસ : UP પોલીસે સુરતમાં ફરસાણની દુકાનમાં તપાસ કરી

News18 Gujarati
Updated: October 22, 2019, 7:07 PM IST
કમલેશ તિવારી હત્યા કેસ : UP પોલીસે સુરતમાં ફરસાણની દુકાનમાં તપાસ કરી
કમલેશ તિવારી (ફાઇલ ફોટો)

ઉતપ્રદેશના ચકચારી કમલેશ તિવારી હત્યા કેસનું કનેક્શન સુરતમાંથી મળ્યું હતું. પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : ઉતપ્રદેશના ચકચારી (Uttar Pradesh) કમલેશ તિવારી હત્યા કેસના (Kamlesh Tiwari Murder case) તાર સુરત (Surat) સુધી જોડાયેલા છે. આ કેસના આરોપીઓને (Accused) સુરતથી ગુજરાત પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે ઉતરપ્રદેશ પોલીસ (UP Police) તપાસઅર્થે (Investigation) સુરત આવી પહોંતી હતી. જેમણે ફરસાણની દુકાન અને આરોપીઓના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ સુરતની એક ફરસાણની દુકાનના બોક્સમાં હથિયાર રાખેલો હતો. આ મિઠાઈનો ડબ્બો સુરતનો હોવાના કારણે ઉત્તર પ્રદેશ પોલીસ આજે ઉધના (Udhana) વિસ્તારની ધરતી નમકીન (Dharti Namkin) ખાતે પહોંચી હતી. પોલીસે આરોપીઓના ઘરે પણ તપાસ કરી છે.

ફરસાણની દુકાનના CCTV લેવાયા


ઉધના રેલવે સ્ટેશન સામે આવેલા ધરતી નમકીન નામની ફરસાણની દુકાનમાંથી આરોપીઓએ મિઠાઈનું બોક્સ ખરીદયું હતું. જે હત્યાના સ્થળેથી મળી આવ્યું હતું. જેથી તપાસમાં પોલીસને ધરતી નમકીનના સીસીટીવીમાં આરોપીઓ દેખાયા હતાં. જેથી ઉત્તરપ્રદેશ પોલીસે ધરતી નમકીન ખાતે પહોંચીને સીસીટીવીનો રેકોર્ડ ચેક કર્યો હતો. ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો સીસીટીવી તપાસમાં જોતરાયો હતો.

આ પણ વાંચો :  મહુવા: મોર બન્યો સરસ્વતીનો ઉપાસક, શાળામાં બાળકો સાથે રોજ બેસી જાય છે ભણવા

આરોપીઓના ઘરે તપાસત્રણ આરોપીઓના ઘરે ઉત્તરપ્રદેશ પોલીસના અધિકારીઓની સાથે ટીમો પહોંચી હતી. આરોપીઓના પરિવાજનોની પુછપરછની સાથે ઘરમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા ફરસાણની દુકાન અને આરોપીઓના ઘરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશ પોલીસની સાથે સ્થાનિક પોલીસ પણ તપાસમાં જોડાઈ છે.

UP Policeની ટીમે સુરતની ફરસાણની દુકાનમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા.


આ પણ વાંચો : મુખ્યમંત્રી વિજય રુપાણીએ તાશ્કંદમાં સ્વ. લાલબહાદૂર શાસ્ત્રી સ્કૂલની મુલાકાત લીધી

48 કલાક સુરતમાં રહે તેવી શક્યતા

ઉત્તર પ્રદેશ પોલીસ તપાસ માટે આગામી 48 કલાક સુરતમાં વિતાવે તેવી શક્યતા છે. દેશ વ્યાપી ચકચાર મચાવનાર હત્યા કેસના તારે ગુજરાતના સુરત સાથે જોડાયેલા હોવાથી આ હત્યાકેસની એક એક બાબતોમાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
First published: October 22, 2019, 6:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading