સુરત: 'સંજય શર્મા કે રાજ મેં સબ જી રહે હૈ,' ભાજપના કોર્પોરેટરના બેફામ વાણીવિલાસનો વીડિયો વાયરલ

સુરત: 'સંજય શર્મા કે રાજ મેં સબ જી રહે હૈ,' ભાજપના કોર્પોરેટરના બેફામ વાણીવિલાસનો વીડિયો વાયરલ
સંજય શર્મા.

એક દિવસ પહેલા જ સીએમ વિજય રૂપાણી (Vijay Rupani)એ કહ્યુ હતુ કે સરકાર ગુજરાતમાંથી દારૂબંધી (Gujarat liquor ban) હટાવી લેવાના પક્ષમાં નથી, જેના બીજા જ દિવસે તેમના કોર્પોરેટર (Kadodara Nagar Palika BJP Councillor)નો દારૂ પીને ધમાલ મચાવતો વીડિયો વાયરલ થયો.

  • Share this:
    સુરત: સુરત જિલ્લાના બીજેપી (BJP)ના એક નેતાનો વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યો છે. આ નેતા નશાની હાલતમાં બેફામાં વાણીવિલાસ કરી રહ્યા છે. નશાની હાલતમાં તેઓ અપશબ્દો પણ બોલી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે કડોદરા નગરપાલિકાના કોર્પોરેટર સંજય શર્મા (Kadodara Nagar Palika BJP Councillor Sanjay Sharma) બાંધકામ સમિતિમાં પણ હોદ્દા પર રહી ચુક્યો છે. તેઓ દારૂના નશામાં બેફામ બનીને રૌફ જમાવી રહ્યા છે. હજુ એક દિવસ પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ એવું નિવેદન આપ્યું હતું કે, સરકાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા કે તેને હળવી કરવાના જરા પણ મૂડમાં નથી. પ્રવાસનને વેગ અપાશે પરંતુ રાજ્યમાંથી દારૂબંધી નહીં હટાવવામાં આવે. મુખ્યમંત્રીના આવા નિવેદનના બીજા જ દિવસે તેમના એક કોર્પોરેટરનો દારૂ પીને ધમાલ મચાવતો વીડિયો સામે આવ્યો છે!

    વાયરલ થયેલા વીડિયોમાં નેતા એવું બોલી રહ્યા છે કે, 'સંજય શર્મા કે રાજ મેં સબ જી રહે હૈ.' એવી માહિતી મળી છે કે તેઓએ પાણીનો વેપાર કરતા એક દુકાનદાર સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન તેમણે બેફામ વાણીવિલાસ કર્યો હતો.



    આ પણ વાંચો: અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો: 'પપ્પા, ઇન લોગો કો પૈસે દે દો, નહીં તો ભૈયા ઔર મુજ કો માર દેંગે'

    વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સંજય શર્મા પોતે કોર્પોરેટર હોવાથી રૌફ જમાવી રહ્યા છે. એવી માહિતી મળી છે કે તેમણે પાણીનો વેપાર કરતા એક દુકાનદાર સાથે ઝઘડો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે. આથી પાર્ટી હવે તેમના આ નેતા સામે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. બીજી તરફ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્રજાના આગેવાનો જ જો આવી રીતે દારૂ પીને જાહેરમાં તાયફા કરશે તો આનાથી પ્રજાને શું સંદેશ જશે?

    આ પણ વાંચો: ગીર-સોમનાથ: દીપડાના બચ્ચાઓની પજવણી કરવાનો વીડિયો વાયરલ

    વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સંજય શર્મા કોઈ વ્યક્તિ પર બૂમો પાડી રહ્યા છે. આ દરમિયાન તેઓ ગાળો પણ બોલે છે. સામેનો વ્યક્તિ તેમને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ નેતા બૂમો પાડતા જ રહે છે. આ દરમિયાન અન્ય લોકો નેતાના સમજાવીને ત્યાંથી લઈ જાય છે. આ બનાવ રાત્રે બન્યો હતો. કોઈએ નેતાના બેફામ વાણીવિલાસને મોબાઇલમાં કેદ કરી લીધો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:January 13, 2021, 13:01 pm

    ટૉપ ન્યૂઝ