જુ. કેજીની ફૂલ જેવી બાળકીને શિક્ષકે આપી કઠોર સજા, પરિવારે હોબાળો કરી શિક્ષકની કરી ધોલાઈ


Updated: December 12, 2019, 7:40 PM IST
જુ. કેજીની ફૂલ જેવી બાળકીને શિક્ષકે આપી કઠોર સજા, પરિવારે હોબાળો કરી શિક્ષકની કરી ધોલાઈ
શિક્ષકે બાળકીને આપી કઠોર સજા

આ બાળકીએ સ્કૂલમાં તોફાન નથી કર્યું તો પણ તેને શિક્ષક દ્વારા સજા આપવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો

  • Share this:
સુરતમાં એક સ્કૂલમાં ફૂલ જેવી બાળકીને શિક્ષકે આપી છે પનિશમેન્ટ. જુનિયર કેજીની બાળકીને કઠોર સજા આપતા તેની તબિયત લથડી હતી, જેને લઈને પરિવારે બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. બીજી બાજુ સ્કૂલ દ્વારા આ બાળકીના પરિવાર દ્વારા શિક્ષકને માર-મારવા સાથે સ્કૂલમાં હોબાળો મચાવવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના છેવાડા પર આવેલા ઉન વિસ્તારમાં એક ઘટના સામે આવી છે, જે સાંભળીને ભલભલાના રુંવાટા ઉભા થઈ જાય. અહીંયા આવેલી અલ બરક્ત પબ્લિક સ્કૂલમાં જુનિયર કેજીની બાળકીને શિક્ષક દ્વારા કઠોર પનીશમેન્ટ આપવામાં આવી છે. આ સ્કુલમાં 5 વર્ષની બાળકી અભ્યાસ કરે છે, આ બાળકીએ સ્કૂલમાં તોફાન નથી કર્યું તો પણ તેને શિક્ષક દ્વારા સજા આપવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે, મારી બાળકીને રોષ રાખીને માર મારવામાં આવ્યો હતો, ઘરે ન કહેવાની ધમકી પણ આપવામાં આવી હતી.

સોમવારે સવારે માતાએ શિક્ષિકાની ફરિયાદ પ્રિન્સીપાલને કરતા શિક્ષિકે માસૂમ બાળકીને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી, જોકે બાળકીના હાથ પર સોટી મારવામાં આવતા જમણા હાથની હથેળી પર લીલાશ આવી જતાં પરિવાર ચિંતિત થઈ ગયું છે. જ્યારે ઉઠક બેઠક કરાવતા બન્ને પગના મસલ્સ જામ થઈ ગયા છે. બીજી બાજુ સંચાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ મામલે પરિવારે શાળામાં ફરિયાદ કરતા સ્કૂલના ટ્રસ્ટી નબીખાન ઈસ્લામ પઠાણે આ મુદ્દે કેમેરા ચેક કર્યા જેમાં ક્યાંય માર માર્યાનું દેખાતું નથી માત્ર પનિશમેન્ટ માટે ઉઠક-બેઠક કરાવી હતી અને આ ઘટના પરમ દિવસની જૂની છે. શાળામાં બાળકોને મારવામાં નથી આવતા. ગતરોજ બાળકીના પરિવાર દ્વારા શાળાએ પોંહચીને શિક્ષકને માર મારવા સાથે હોબાળો પણ મચાવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે, આજ રોજ બાળકીની તબિયત બગડતા તેને સારવાર માટે પરિવાર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો. જોકે બાળકીને હજુ પણ માર માર્યાના નિશાન છે, ત્યારે માત્ર 5 વર્ષીય બાળકીને શિક્ષક આવી રીતે મારે તે વાતને લઈને પરિવાર સાથે શહેરના લોકોમાં આ શિક્ષક માટે રોષ જોવા મળ્યો હતો.
First published: December 12, 2019
વધુ વાંચો
अगली ख़बर