Home /News /south-gujarat /

Surat Crime: 2020 થયેલા માસૂમ બાળકી પર દુષ્કર્મ મામલે ચુકાદો, આરોપીને અતિમશ્વાસ સુધી જેલની સજા

Surat Crime: 2020 થયેલા માસૂમ બાળકી પર દુષ્કર્મ મામલે ચુકાદો, આરોપીને અતિમશ્વાસ સુધી જેલની સજા

સુરત દુષ્કર્મ કેસનો આરોપી

surat crime news: દુષ્કર્મ કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવી છે અને પીડિત પરિવારને 7 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરાઈ છે.

સુરતઃ 2020ના વર્ષમાં  સચિન જી.આઈ ડી સી  એક માસુમ બાળકીને દુષ્કર્મ (girl child rape case) આચરવામાં આવતું હતું. જોકે આ કેસનો ચુકાદો સુરત કોર્ટે (surat court) સંભળાયો છે અને દુષ્કર્મ કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવી છે અને પીડિત પરિવારને 7 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરાઈ છે.

સુરતમાં સતત બળાત્કારના આરોપીઓને સુરત કોર્ટ સમાજમાં દાખલો બેસાડવાા માટે આરોપીઓને કડકમાં કડક સજાા કરી રહી છે. ત્યાર વધુ એક આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી ની આજીવન કારાવાસની સજા ચુકાદો સુરત કોર્ટે આપ્યો છે.

ગત તારીખ 9.12.2020 ના રોજ સચિન જી.આઈ .ડી સી વિસ્તારમાં રહેતા પરિવાર સૂતો હતો. ત્યારે પરિવારની 6 માસની માસુમ બાળકીને  આરોપી મોડી રાત્રે બાળકીને નીંદર ઉચકી જઇ ને નજીક રહેલ અવારુ  જગ્યા પર લઈનેને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં બાળકીને માર મારીને ત્યાં મૂકીને ભાગી ગયો હતો.

જોકે આ અંગેની જાણ થતાં તુરંત જે તે સમયે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો દુષ્કર્મ કરનાર આરોપી મુકેશ બુધઈ સાહની ધરપકડ સીસીટીવી ફુટેજના આધારે કરાઈ હતી બાદમાં સુરત પોલીસે દુષ્કર્મ કરનાર આરોપી સામે મહત્વના પુરા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

આ પણ વાંચોઃ-Suicide: અમદાવાદઃ પત્ની સાથેની પાળીમાં નોકરી માટે શિક્ષક ટીના ભરવાડે પ્રિન્સિપાલને આપ્યો ત્રાસ, પ્રિન્સિપાલની આત્મહત્યા

ત્યારે લાંબા સમયથી આ કેસ સુરત કોર્ટમાં ચાલતો હતો ત્યારે આજરોજ સુરત કોર્ટમાં દ્વારા  દુષ્કર્મ કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે અને પીડિત પરિવાર 7 લાખની સહાયની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચોઃ-Molestation: સુરતમાં પરિણીતાની છેડતીનો વિચિત્ર કિસ્સો, અલગ અલગ નંબરોથી ફોન કરી શરીર સુખની માંગ

જોકે સુરતમાં જે રીતે દુષ્કર્મના બનાવો માસુમ બાળા પર બની રહ્યા છે ત્યારે સુરત કોર્ટ દ્વારા આવા પ્રકારનો ચુકાદો આપીને સમાજમાં  ગુનેગારોને ડર ઉભો કરવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા એક મહિનામાં સુરત કોર્ટમાં આ ચોથી સજા આરોપીને સંભળાવવામાં આવી છે. અને છેલ્લા છ મહિનામાં દસ કરતાં વધુ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા સુરત કોર્ટે ફટકારી છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર