હત્યારા આરોપીને આજીવન કેદની સજા કે પછી ફાંસીની સજાનું એલાન આગામી 16 એપ્રિલના રોજ થનાર છે.
Grishma vekariya Murder case: સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે સેલ્ફ ડિફેન્સની પણ કેસ નથી તે બાબતે નામદાર કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. આરોપીએ પોતાના બચાવમાં એવું કીધું હતું કે ગ્રે એન્ડ સડન પ્રોફેશન છે ત્યારે ફરિયાદ પક્ષે એવું કીધું કે યંગ એજનો યુવાન આવી રીતે હત્યા કરે અને પ્રોફેનલ કિલરને પણ શરમાવે તેનાથી વધારે પણ કૃત્ય કર્યું એટલે હત્યાનું કૃત્ય કહેવાય છે.
સુરત (Surat) જિલ્લાના પાસોદરામાં થયેલ ગિષ્માં વેકરિયાની હત્યા (Grishma vekariya Murder case)નો બનાવ બનતા સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા. જે રીતે જાહેરમાં હત્યા થઈ હતી. જેને પગલે ગૃહમંત્રી પણ દોડતા થઈ ગયા હતા ત્યારે આ ચકચારી હત્યા (Murder case) મામલે આગામી 16 એપ્રિલના રોજ ચુકાદો સુરત ફાસ્ટેટ કોર્ટ આપશે. સુરત જિલ્લામાં થયેલ ગ્રીષ્માં હત્યા કેસ મામલે રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જે રીતે એક તરફી પ્રેમી હત્યારા આરોપી ફેનિલે જાહેરમાં યુવતીની ઘરની બહાર ગ્રીષ્માં વેકરિયાના ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. ત્યારે આ ચુકાદા પર સૌ કોઈ મીટ માંડીને બેઠા હતા તેનો હવે સમય આવી ચુક્યો છે અને આગામી 16 એપ્રિલના રોજ સુરત કોર્ટ દ્વારા સજાનું એલાન કરવામાં આવશે.
ગ્રીષ્માં વેકરિયાની હત્યા બાદ હત્યારા આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડયો હતો. બાદમાં આ હત્યાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યમાં પડ્યા હતા અને તપાસ માટે SITની રચના કરાઈ હતી. માત્ર ગણતરીના દિવસોમાં રચના કરાઈ હતી. તપાસ કમિટી દ્વારા ચાર્જફ્રેમ કરી દેવાયા હતા ત્યારબાદ ગ્રામ્ય કોર્ટમાંથી આ કેસ ટ્રાંસફર સુરત ફાસ્ટ્રેક કોર્ટ કરી દેવાયો હતો. બાદમાં સુરત કોર્ટમાં ડે ટૂ ડે કાર્યવાહી ચાલતી હતી. જેમાં આ હત્યા કેસમાં પોલીસે 100 સાક્ષીઓના નિવેદનો લીધા હતા. તેમજ નજરે જોનાર 8 સાક્ષીઓ અને વિડીયો ઉતારનાર રાહુલ નામનો યુવક તેમજ ભોગ બનનાર પરિવારના નિવેદનો લેવાય હતા. તેમજ હત્યા પહેલા હત્યારા આરોપીએ જેને કોલ કર્યો હતો તેમના પણ નિવેદનો કોર્ટમાં લેવાય હતા. એટલું નહીં પણ જે તે સમયે હત્યાનો બનાવ બન્યો તે પહેલાં યુવતીના ભાઈ અને મોટા પપ્પા પર હત્યારા આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો તેના પણ નિવેદનો લેવાય હતા. હાલમાં સમગ્ર કેસ મામલાની કર્યવાહી પૂર્ણ થઈ ગઇ છે. જેથી આગામી 16 એપ્રિલના રોજ ચકચારી હત્યા કેસ મામલે સુરત કોર્ટ સજાનું ફરમાન કરશે તેવી જાહેરાત કરાઈ છે.
સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે સેલ્ફ ડિફેન્સની પણ કેસ નથી તે બાબતે નામદાર કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. આરોપીએ પોતાના બચાવમાં એવું કીધું હતું કે ગ્રે એન્ડ સડન પ્રોફેશન છે ત્યારે ફરિયાદ પક્ષે એવું કીધું કે યંગ એજનો યુવાન આવી રીતે હત્યા કરે અને પ્રોફેનલ કિલરને પણ શરમાવે તેનાથી વધારે પણ કૃત્ય કર્યું એટલે હત્યાનું કૃત્ય કહેવાય છે. વધુમાં સરકારી વકીલે કહ્યું હતું કે, ગત 12 ફેબુઆરીના રોજ ગ્રીષ્માની હત્યાની ઘટના બની હતી. આ ટ્રાયલ ડે ટુ ડે કાર્યવાહી કરાઈ હતી. જેમાં ફરિયાદ પક્ષ તરફે 100 થી વધારે પુરાવા રજૂ કરાયા હતા. અને આરોપીને ફર્જર સ્ટેટમેન્ટમાં 900થી વધુ સવાલો કરાયા હતા. જેમાં 355 જેટલા પાનાંનુ ફર્જર સ્ટેટમેન્ટ લેવાયું હતું. બાદમાં બન્ને પક્ષોની દલીલો એક અઠવાડિયા સુધી ચાલી હતી ત્યારે આ કેસનો ચુકાદો આગામી 16 તારીખે જાહેર કરવાની જાહેરાત કોર્ટ દ્વારા કરાઈ છે.
ફરિયાદ પક્ષ તરફથી કેસ પુરવાર કરવા માટે નજરે જોનાર સાહેદ , ઘટના બન્યા બાદનો પુરાવો ,મેડિકલ પુરાવો, ડીએનએફનો પુરાવો અને સી.ડી.આર રેકોર્ડ પુરાવાથી પુરવાર કર્યો છે અને પંચોનો પુરાવા સહિતના પુરાવા થી કેસ મજબૂત બન્યો હતો. બીજા બધા પુરાવા છે તે પંચોના પુરાવાથી કેસ પુરવાર કર્યો છે. ફરિયાદ પક્ષે એવી પણ દલીલો હતી કે આ કેસ પૂર્વ તૈયારી સાથે ઇરાદાસરનું કૃત્ય છે. બનાવ 12 ફેબ્રુઆરીએ બન્યો હતો પણ 6 દિવસ પહેલા આરોપી ફેનીલે ચપ્પુ ખરીદ્યું હતું. તેના પણ પુરાવા રજૂ કરાયા હતા. એટલું નહીં પણ હત્યાના દિવસે આરોપી 12 આકાવાળું પણ ચપ્પુ ખરીદ્યું હતું તેના પણ પુરાવા રજૂ કરાયા હતા. સરકારી વકીલે કહ્યું હતું કે આરોપી જે તે સમયે ગ્રીષ્માની કોલેજે હથિયાર સાથે ગયો હતો પણ ગિષ્માં ક્લાસમાં હોવાથી તેને શોધી શક્યો ન હતો આ તમામ પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરીને કેસ પુરવાર કર્યો છે.
હત્યારા આરોપીને આજીવન કેદ યા ફાંસીની સજા થઈ શકે?
મહત્વની વાત એ છે જે રીતે ચકચારી હત્યનો કેસ સામે આવ્યો છે અને જેમણે પોલીસે અને કોર્ટ દ્વારા મહત્વના પુરાવા રજૂ કરાયા છે ત્યારે હત્યારા આરોપીને આજીવન કેદની સજા કે પછી ફાંસીની સજાનું એલાન આગામી 16 એપ્રિલના રોજ થનાર છે. ત્યારે સૌ કોઈની નજર આ કેસના ચુકાદા પર છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર