કિર્તેશ પટેલ, સુરત : કોરોના મહામારી (coronavirus) વચ્ચે હજુપણ લોકોએ વેપાર ઉધોગ ચાલતા નથી ત્યારે પરિવારની આર્થિક સ્થતિ બગડતા કેટલાક લોકો આપઘાત સુધીના પગલાં ભર્યા છે. ત્યારે કેટલાક લોકો ગુનાના રસ્તા પર નીકળી પડ્યા છે ત્યારે પોતાનો વેપાર નહિ ચાલતા દારૂની ખેપ મારતા બે ઈસમોને પોલીસે દારૂ ભરેલી ગાડી સાથે ઝડપી પડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના કાળમાં ધંધા ન ચાલતા આર્થિક સંકડામણમાં મુકાયેલા ડીજેના સંચાલક અને અગરબત્તીનો વેપારી દારૂની ખેપ મારતા પોલીસના હાથે પકડાયા છે.સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ સંતોષનગર અને મયુરનગરમાં પોલીસે માહિતીના આધારે છાપો મારીને ત્યાંથી આરોપીઓ કેતન મીલીંદ પાટીલ અને ગૌરવ અચ્છેલાલ ગુપ્તા ને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો : સુરત : પોલીસના નાકમાં દમ કરી નાખનારી બંગાળી ગેંગ ઝડપાઈ, 44 ચોરીને આપ્યો હતો અંજામ
તેમની પાસેથી 1.16 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો છે.આરોપી કેતન પાટીલ ડીજેનો ધંધો કરતો હતો. પરંતુ કોરોનાના કારણે ધંધો ન ચાલતા ખેપ મારવા લાગ્યો હતો. બીજા બનાવમાં અગરબત્તીના ધંધામાં મંદી આવતા અડાજણના ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા 21 વર્ષીય ઉદયલાલ બગસુ પ્રજાપતિ ગુરુવારે ઈકો કારમાં દારૂ લઈને આવતો હતો. ત્યારે પીસીબીએ પાલનપુર પાટિયા પાસે દારૂ સાથે પકડી પાડયો હતો.
પોલીસે દારૂ, કાર,મોબાઇલ સહિત 2.60 લાખનો મુદામાલ કબજે કર્યો છે, જોકે પોલીસે આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. તપાસ શરૂ કરી છે ત્યારે કોરોના લઇને પરિવારની આર્થિક જરૂરિયાત માટે આ ઈસમો આ વેપારમાં ઝંપલાવ્યું હતું. હતું જોકે દારૂના વેપાર સાથે અગાઉ સરથાણા પોલીસે એક હોટલ માલિકની દારૂ સાથે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : સુરત : યુવકને વિકૃત હરકત ભારે પડી, ગુપ્તાંગમાં ચમચો ફસાઈ ગયો, તબીબોએ કર્યુ સફળ ઑપરેશન
આમ કોરોના કાળમાં આર્થિક રીતે પાયમાલ થયેલા લોકો દારૂના ધંધાના રવાડે ચઢી રહ્યા છે, જોકે, બે નંબરનો ધંધો કરતા કાયદાના સંઘર્ષમાં આવી જતા હોય છે. આ સ્થિતિમાં ડીજે, અગરબત્તીના ધંધામાં નુકસાન આવતા વેપારીઓને નુકસાનના કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી.