Home /News /south-gujarat /

Jobs: કરાર આધારિત કામગીરી માટે કોર્ડિનેટરની ભરતી યોજાશે

Jobs: કરાર આધારિત કામગીરી માટે કોર્ડિનેટરની ભરતી યોજાશે

કોરોનના (Covid 19) કારણે મોટાભાગની કંપનીઓ હવે ડિઝિટલ વેપાર તરફ આગળ વધી રહી છે. તેમાં આઇટી પ્રોફેશનલની (Demand of IT Professionals Increasing) માંગ વધી છે. એક અનુમાન મુજબ આ વર્ષે આઇટી કંપનીઓ (IT Companies) 1 લાખથી વધુ ભરતી કરી શકે છે. આ વાત ગાર્ટનરની જોબ સીક સર્વેમાં બહાર આવી છે. આ સર્વે મુજબ IT પ્રોફેશનલની માંગ 21 ટકા વધી છે.

૩૦ દિવસના કરાર આધારિત કામગીરી માટે રૂ.૨૦,૦૦૦/-ના ફિક્સ વેતનથી કુલ-૩ કોર્ડીનેટરની જગ્યા છે.

    સુરત: ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ સુરત જિલ્લામાં ત્રણ તાલીમવર્ગનું આયોજન કરાયું છે.

    આ તાલીમવર્ગના સમગ્ર સંચાલન અર્થે ૩૦ દિવસના કરાર આધારિત કામગીરી માટે રૂ.૨૦,૦૦૦/-ના ફિક્સ વેતનથી કુલ-૩ કોર્ડીનેટરની નિમણૂક કરવા માટે સંરક્ષણદળ/પોલીસ/તાલીમ અને રોજગાર ખાતાના સંલગ્ન કામગીરીના અનુભવી અથવા કોઇપણ પ્રવાહમાં ઓછામાં ઓછી ગ્રેજયુએટની લાયકાત ધરાવતા પુરૂષ ઉમેદવારો અરજીઓ કરી શકે છે.

    અરજીઓ મદદનીશ નિયામક રોજગારની કચેરી, સી-પ, બહુમાળી બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે તા.૨૮/૦૫/૨૦૧૯ સુધીમાં રૂબરૂમાં આપવાની રહેશે.

    બાંધકામના સ્થળે કામ કરતી મહિલા મજૂરોને પ્રાથમિક સુવિધા આપવી ફરજિયાત

    બાંધકામના સ્થળે કામ કરતી પ્રાથમિક સુવિધાથી વંચિત મહિલા મજુરો અને નાબાલિક બાળકો જાતીય શોષણનો ભોગ બની શકે તેવી સંભાવનાને ધ્યાને લઇ સ્પેશિયલ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર પી.એલ. ચૌધરીએ એક જાહેરનામું બહાર પાડી શહેરમાં માર્ગ અને મકાનની બાંધકામની જગ્યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, પથ્થરની ખાણ વગેરે સ્થળોએ કામ કરતા મહિલા મજુરો અને નાબાલિક બાળકોને સબંધિત મજુર ઠેકેદાર દ્વારા પાણી, વિજળી, શૌચાલય, વગેરે પ્રાથમિક સુવિધાઓ સાથેની રહેણાંક વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનો હુકમ કર્યો છે.

    સબંધિત ઠેકેદારે જાહેરનામાની પ્રસિધ્ધિની તારીખથી દિન-૭માં ઉપર્યુકત સવલતો પુરી પાડવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ વ્યવસ્થા કર્યા બાદ કામ શરૂ કરવાનું રહેશે. જાહેરનામું ૧૪/૦૭/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન બદલ શિક્ષાને પાત્ર થશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Jobs, Unemployment, ગુજરાત, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन