સુરત: ભજીયાવાળાને ITનું સમન્સ, કરોડોની પ્રોપર્ટી માટે માંગ્યો જવાબ

News18 Gujarati
Updated: February 9, 2018, 12:46 PM IST
સુરત: ભજીયાવાળાને ITનું સમન્સ, કરોડોની પ્રોપર્ટી માટે માંગ્યો જવાબ
નોટબંધી સમયે કરોડો રૂપિયાનું કાળુનાણું ઝડપાયા બાદ આવકવેરા વિભાગે આ આખુ કૌભાંડ ઝડપી પાડ્યા હતાં

નોટબંધી સમયે કરોડો રૂપિયાનું કાળુનાણું ઝડપાયા બાદ આવકવેરા વિભાગે આ આખુ કૌભાંડ ઝડપી પાડ્યા હતાં

  • Share this:
સુરત: કિશોર ભજીયાવાળાનાં પૂત્ર જિગ્નેશ ભજીયાવાળાને ત્યા આવકવેરાએ સમન્સ પાઠવ્યું છે. નોટબંધી સમયે કરોડો રૂપિયાનું કાળુનાણું ઝડપાયા બાદ આવકવેરા વિભાગે આ આખુ કૌભાંડ ઝડપી પાડ્યા હતાં જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે PMLA કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જે એક વર્ષ બાદ જામીન પર હાલમાં મુક્ત થયો હતો. જે બાદ હવે IT ડિપાર્ટમેન્ટે તેને નોટિસ ફટકારી છે. અને તેની કરોડો રૂપિયાની પ્રોપર્ટી અને રોકડ રકમ અંગે ખુલાસો માંગ્યો છે. આ પહેલાં જિજ્ઞેશનાં પિતા કિશોર ભજીયાવાલાને પણ IT ડિપાર્ટમેન્ટે સમન્સ બજાવ્યા હતાં.

શું હતો આખો મામલો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસમાંથી સમગ્ર દેશમાં જ્યાં-જ્યાં બે હજારની નવી નોટ પકડાઈ હતી એવા કેસોની માહિતીમાં સુરતના ભજીયાવાલાના કેસમાં પણ બે હજારની કૂલ 90 લાખની રકમ પકડાતા સીબીડીટી દ્વારા જાણ કરાઈ હતી. જે સંદર્ભે ફાયનાન્સરને ત્યાં તપાસ આદરવામાં આવી હતી. જેમાં ભજીયાવાલાના ઉધના સ્થિત ઘર અને ઓફિસની તપાસ થઇ હતી. જેમાં પિપલ્સ બેન્કમાં પણ કેટલાંક CBI અધિકારીઓ ગયા હતા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ કબ્જે કર્યા હતા.

CBI ઇન્ચાર્જ રાકેશ અસ્થાનાએ આ આખો કેસ તેમનાં હાથમાં લીદો હતો. તેઓ શહેરની તમામ ગતિવિધીથી સારી રીતે વાકેફ હતા જેથી આયકર વિભાગના એક ઓફિસરે CBIમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે. જેના આધારે CBIએ ફાયનાન્સર કિશોર ભજીયાવાલા, તેનો પુત્ર જીગ્નેશ ભજીયાવાલા, વિલાસ ભજીયાવાલા તેમજ ઉધનાનીકો-ઓપરેટિવ બેંકના મેનેજરની સામે ગુનો દાખલ કર્યો હતો.

કરોડપતિ `ભજીયાવાલા'ની કહાની
ભજીયાવાલાની શહેરમાં 200 જેટલી પ્રોપર્ટી પોતાની પ્રોપર્ટીમાંથી મોટાભાગની પ્રોપર્ટી આપી ભાડે
ત્રણ બેંકો અને એક ચેસ્ટ બેંક  
10 લાખની ઉપર ભાડાની આવક હોય તો લાગે સર્વિસ ટેક્સ
પોતાની પ્રોપર્ટી સંતાનો અને પત્નીના નામે કરી
શહેરની વિવિધ બેંકોમાં ભજીયાવાલાના 15 ખાતાઓ
8 નવેમ્બર બાદ બેંકમાં 1.50 કરોડની FD કરાવી
ભજીયાવાલા પાસે લક્ઝરી કારનો કાફલો
બે બંગલા ધરાવતા ભજીયાવાલાની મોટી સંખ્યામાં મિલકતો
31 વર્ષ પહેલા ચા અને ભજીયાની લારી ચલાવતો
ફાઇનાન્સનો ધંધો શરૂ કરી કરોડોની મિલકતોનો માલિક બન્યો
જૂની નોટોને નવી કરવાની કરી રહ્યો છે હેરાફેરી
12 અધિકારીઓની ટીમ તપાસ કરવા પહોંચી
અધિકારીઓએ ડોક્યુમેન્ટ્સની કરી ચકાસણી
15થી વધુ ટકાના વ્યાજે રૂપિયા અપાયા હોવાના મળ્યા પુરાવા
First published: February 9, 2018, 12:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading