સુરત : જ્વેલરીના શોરૂમમાં બેટરી લઈ ત્રાટક્યો તસ્કર, 5.51 લાખની ચોરી CCTVમાં Live કેદ થઈ

સુરત : જ્વેલરીના શોરૂમમાં બેટરી લઈ ત્રાટક્યો તસ્કર, 5.51 લાખની ચોરી CCTVમાં Live કેદ થઈ
સરતમાં તસ્કરોની હાથસફાઈનો વીડિયો સામે આવ્યો હતો.

CCTV Video : અમરોલીના જ્વેલરી શોરૂમાં થયેલી ચોરીનો સીસીટીવી વીડિયો સામે આવ્યો, તસ્કરે આરામથી 'હાથ સાફ' કર્યો અને થયો રફૂચક્કર

  • Share this:
સુરત શહેરમાં ચોરીની (Theft in Surat) અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે. આ ઘટનાઓમાં સીસીટીવી વીડિયોના (CCTV Video) કારણે તસ્કરોની કરતૂતોને પોલીસ જાણી શકે છે અને તેમને પકડવામાં સરળતા રહે છે. ચોરીની ઘટનાનો આવો જ એક સીસીટીવી વીડિયો સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીંયા છાપરાભાઠા ચોકડી પાસે આવેલા ચામુંડા જ્વેલર્સમાં (Theft in Jewellery show room)  તસ્કર ત્રાટક્યો હતો અને રોકડ તેમજ દાગીના મળી અને કુલ 5.51 લાખ રૂપિયાની ચોરી કરી હતી.

જોકે, ચોરીની આ ઘટનામાં તસ્કરની કરતૂત કેમેરામાં લાઇવ કેદ થઈ ગઈ હતી. બનાવની વિગતો એવી છે કે અમરોલીના છાપરાભાઠા ચોકડી પાસે આવેલ બાપા સીતારામ મઢૂલીની સામે સંતકૃપા સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં આવેલી ચામુંડા જ્વેલર્સમાં મંગળવારે વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દુકાનમાંથી રોકડ 1.11 લાખ તેમજ દાગીના મળીને કુલ 5.51 લાખની ચોરી કરી હતી.

બનાવની જાણ થતા મૂળ ભરૂચના અને સુરતમાં વેપાર કરતા લાલાભાઈ મીરે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે બનાવ વાળી જગ્યાએ જઈને તપાસ કરતા દુકાનના સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી.

આ પણ વાંચો :   સુરત : સસરાના ઘરની બહાર બે માસૂમ દીકરીઓ સાથે પરિણીતાના ધરણા, વરાછાની શરમજનક ઘટના

સીસીટીવીના રેકોર્ડિંગમાં એક તસ્કર બિંદાસ્ત ચોરી કરતો નજરે જોવા મળ્યો હતો. માથે લાઇટ પહેરીના આવેલા તસ્કરે આરામથી ચોરી કરી અને રફૂચક્કર થઈ જવામાં સફળતા મેળવી હતી.

આ પણ વાંચો :  સુરત : મોંઘી સાયકલો હોય તો પાર્કિગમાં રાખતા પહેલાં ચેતજો! ચોરીની ઘટના CCTVમાં કેદ

તસ્કરોએ આ બનાવમાં દુકાનમાંથી રોકડા 1.11 લાખની નવા દાગીના તેમજ ગ્રાહકના રિપેરીંગના દાગીના મળી કુલ રૂપિયા 5.51 લાખની મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે લાલજીભાઈની ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, આ સીસીટીવી વિડિયોના આધારે પોલીસે જાણભેદું સમાન જણાતા તસ્કરોની તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:February 17, 2021, 23:29 pm

ટૉપ ન્યૂઝ