સુરત : ટ્રમ્પ-મોદીની દોસ્તીના માનમાં ખાસ તૈયાર કરાઈ સિલ્વર-ગોલ્ડ અને પ્લેટિનમની નોટ


Updated: February 23, 2020, 11:09 PM IST
સુરત : ટ્રમ્પ-મોદીની દોસ્તીના માનમાં ખાસ તૈયાર કરાઈ સિલ્વર-ગોલ્ડ અને પ્લેટિનમની નોટ
મોદી અને ટ્રમ્પના માનમાં તૈયાર કરવામાં આવી સિલ્વર-ગોલ્ડ અને પ્લેટિનમની ખાસ નોટ

પીએમ મોદીના ખાસ ચાહક દ્વારા ખાસ દોસ્તી ની મિશાલ આપતી નોટ સુરતમાં તૈયાર કરવામાં આવી છે.

  • Share this:
સુરત : આવતીકાલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ના મોટેરા ખાતે આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.બંને દેશની મહાસત્તા એક જ મંચ પર જોવા મળવાની છે.ત્યારે બંને દેશના આ મહાનુભાવો ને વેલકમ કરવા સુરતીઓ પણ ઉત્સુક છે. ઈવેનત ને ધ્યાનમાં રાખીને સુરતના જ્વેલર્સ દ્વારા ગોલ્ડ પ્લેટિનમ ,અને સિલ્વર પ્લેટિનમ ની નોટ તૈયાર કરવામાં આવી છે. આ નોટો બે શક્તિશાળી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ને ભેટમાં પણ આપવામાં આવશે.

દુનિયાના બે શક્તિશાળી દેશોના રાષ્ટ્રપ્રમુખની મિત્રતા આવતીકાલે ગુજરાતના અમદાવાદ મા દેખાશે ત્યારે આ મિત્રતા માટે સુરતના મોદી ફેન અને જવેલર્સના વ્યવસાય સાથે જોડાયેલ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવી છે.

સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમની નોટો ખાસ નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને ધ્યાનમાં રાખી તૈયાર કરાઈ છે. લગ્નસરાની સિઝનમાં તો લોકો જ્વેલરીની ખરીદી કરતા હોય છે પરંતુ 'નમસ્તે ટ્રમ્પ' ઈવેન્ટને ધ્યાનમાં રાખી આ ખાસ નોટ તૈયાર કરવામાં આવી છે જેની કિંમત અઢી હજારથી માંડી અઢી લાખ સુધીની છે. કદાચ ટ્રમ્પે પણ ક્યારેય વિચાર્યું ન હશે કે ભારતમાં તેમનું આટલી હદે જોરદાર સ્વાગત થશે કે સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમની નોટોમાં તેમની તસવીર પણ મૂકી દેવામાં આવશે.

સુરતના મોદી ફેને તૈયાર કરી આ ખાસ નોટ જેનું આકર્ષણ જામી રહ્યું છે.


જોકે આ નોટ માટે ખાસ કવર તેૈયાર કરવામા આવ્યુ છે.ગોલ્ડ અને પ્લેટિનમમાં તૈયાર કરવામાં આવેલી આ નોટોને જ્યારે જોવામાં આવે, ત્યારે તેમની ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર છે. બંને શક્તિશાળી દેશના નેતાઓની તસવીર મોંઘી ધાતુથી તૈયાર થયેલા નોટને વધુ આકર્ષક અને શક્તિશાળી બનાવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતના અન્ય સમાચારો વાંચો 

NAMASTE TRUMP: ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે, રોડ શોમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે

NAMASTE TRUMP: ગાંધી આશ્રમમાં ટ્રમ્પ અને મેલેનિયાને ખમણ-ઢોકળા સહિતની વાનગીઓ પીરસાશે

ડોનાલ્‍ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે, ટ્રમ્પ-મોદીનો રોડ શો 22 કિ.મી. સુધીનો જ હશે

નમસ્તે ટ્રમ્પ અને રોડ શોમાં આવનારા લાખો લોકોને ફૂડ પેકેટ અપાશે, જાણો શું હશે અંદર
First published: February 23, 2020
વધુ વાંચો
अगली ख़बर