જયંતિ ભાનુશાલી બળાત્કાર કેસઃ સુરત પોલીસે અમદાવાદની હોટલમાં કરી તપાસ

News18 Gujarati
Updated: July 24, 2018, 12:26 PM IST
જયંતિ ભાનુશાલી બળાત્કાર કેસઃ સુરત પોલીસે અમદાવાદની હોટલમાં કરી તપાસ
જયંતિ ભાનુશાલી (ફાઇલ તસવીર)

  • Share this:
ભાજપના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાલી રેપ કેસમાં સુરતની પીડિત યુવતીના પૂર્વ પતિએ અનેક ખુલાસા કર્યા હતા. તેણે પીડિત યુવતી પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. બીજી તરફ સુરત પોલીસે જયંતિ ભાનુશાલીને બળાત્કાર કેસમાં સરથાણા પોલીસ મથકે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. જોકે, જયંતિ ભાનુશાલી હાલમાં ક્યાં છે તેની કોઈ માહિતી નથી.

સુરત પોલીસે લીધી અમદાવાદ શહેરની મુલાકાત

સોમવારે સુરત પોલીસની એક ટીમે પીડિત યુવતીને સાથે રાખીને અમદાવાદની મુલાકાત લીધી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે એરપોર્ટ નજીક આવેલી ઉમેદ હોટલમાં તેના પર જયંતિ ભાનુશાલીએ દુષ્કર્મ આચર્યું હતું. આથી પોલીસની ટીમે પીડિતાને સાથે રાખીને હોટલની મુલાકાત લઈને જરૂર દસ્તાવેજો ચકાસ્યા હતા. જયંતિ ભાનુશાલી અને પીડિત યુવતી જે-તે તારીખે હોટલમાં હાજર હતા કે નહીં તેની તપાસ કરવાાં આવી હતી. સાથે જ પોલીસે હોટલ ખાતે પંચનામું કર્યું હતું. ઉમેદ હોટલ ઉપરાંત જયંતિ ભાનુશાલી દ્વારા પીડિતા પર પ્રથમ વખત અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર જે જગ્યાએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તે સ્થળની પણ તપાસ કરવામાં આવી હતી. આ જગ્યાએ પણ પોલીસે પંચનામું કર્યું હતું.

અંગતપળોનો કથિત વીડિયો આવ્યો સામે

સોમવારે ઉમેદ હોટલનો જયંતિ ભાનુશાલીનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જયંતિ ભાનુશાલી યુવતી સાથે અંગતપળો મનાવી રહ્યા છે. આ દરમિયાન તેણે વીડિયો ક્લિપ બનાવી હતી. હાલ આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જોકે, આ વીડિયો ઉમેદ હોટલનો જ છે તેની કોઈ પુષ્ટી ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું.

નોંધનીય છે કે જયંતિ ભાનુશાલી સામે સુરતની યુવતીએ સરથાણા પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે. આ કેસની તપાસ જોન ચારના ડીસીપી લીના પાટિલ કરી રહ્યા છે.
First published: July 24, 2018, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading