સુરત બળાત્કાર કેસઃ જયંતિ ભાનુશાલીનો અંગત પળોનો વીડિયો આવ્યો સામે

News18 Gujarati
Updated: July 23, 2018, 3:38 PM IST
સુરત બળાત્કાર કેસઃ જયંતિ ભાનુશાલીનો અંગત પળોનો વીડિયો આવ્યો સામે
જયંતિ ભાનુશાળીના પરિવારે કરી ફરીયાજી પીડિતા સામે અરજી

  • Share this:
ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલી સામે બળાત્કારના કેસમાં ગાળિયો વધારે મજબૂત થઈ રહ્યો છે. જયંતિ ભાનુશાલીને સુરત પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદ કર્યા બાદ પોલીસે જયંતિ ભાનુશલી સામે તપાસ શરૂ કરી છે. યુવતીએ ફરિયાદમાં અમદાવાદની ઉમેદ હોટલમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જે અનુસંધાને સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવવા રવાના થઈ છે. પોલીસ પીડિતાને સાથે રાખીને ઉમેદ હોટલ ખાતે તપાસ કરશે.

અંગતપળોનો કથિત વીડિયો આવ્યો સામે

આ દરમિયાન ઉમેદ હોટલનો જયંતિ ભાનુશાલીનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જયંતિ ભાનુશાલી યુવતી સાથે અંગતપળો મનાવી રહ્યા છે. આ દરમિયા તેણે વીડિયો ક્લિપ બનાવી હતી. હાલ આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જોકે, આ વીડિયો ઉમેદ હોટલનો જ છે તેની કોઈ પુષ્ટી ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું.

હોટલમાં તપાસ કરવામાં આવશે

સુરતની યુવતી પર જયંતિ ભાનુશાલીના બળાત્કારની તપાસ ડો. લીના પાટીલ કરી રહ્યા છે. આ કેસમાં ઉમેદ હોટલમાં તપાસ બાદ પંચનામું કરવામાં આવશે.

કેસમાં આવ્યા અનેક વળાંકજયંતિ ભાનુશાલી કથિત બળાત્કાર કેસમાં અનેક વળાંક આવ્યા છે. પહેલા સુરતની યુવતીએ આ અંગેની અરજી પોલીસ કમિશ્નરને કરી હતી. જેમાં તેના પર અવારનવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની વાત કહેવામાં આવી હતી. આ અંગેના અહેવાલ મીડિયામાં સામે આવ્યા બાદ બીજા દિવસે યુવતીએ પોતે આ અરજી રદ કરી નાખી હોવાની વાત કહી હતી. યુવતીને કહેવા પ્રમાણે તેણે પહેલા જ પોલીસમાં એવી અરજી આપી દીધી છે કે તેના નામથી બળાત્કારની એક અરજી ફાઈલ થશે. બાદમાં આ કેસમાં યુવતીની પૂછપરછ બાદ પોલીસે જયંતિ ભાનુશાલી સામે ફરિયાદ દાખલ કરી હતી.

ન્યાય માંગતો પીડિતાનો વીડિયો આવી ચુક્યો છે સામે

સુરતના કથિત બળાત્કાર કેસમાં હવે પીડિતાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવતી ન્યાય માટે મદદ માંગી રહી છે.

વીડિયોમાં યુવતીએ શું કહ્યું?

"મેં જયંતિ ભાનુશાલી સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. આ અરજી દબાવવા માટે મારા ઘરે ગુંડા તત્વોને મોકલવામાં આવી રહ્યા છે. જેના કારણે મારા માતાપિતા ડિપ્રેશનમાં છે. મને મારી નાખવાની ધમકી આપી છે. હું હાલમાં સલામત સ્થળે છું. જ્યારે મને માલુમ પડશે કે મારી અરજીની નોંધ લેવાઈ ગઈ છે ત્યારે હું પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જઈશ. મારી બસ એટલી જ વિનંતી છે ક મને ન્યાય અને ન્યાય જ મળે."

કિર્તેશ પટેલ, સુરત
First published: July 23, 2018, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading