Home /News /south-gujarat /

જયંતિ ભાનુશાલી દુષ્કર્મ કેસઃ ગુરુવારે પીડિતાનું 164 મુજબનું નિવેદન લેવાશે

જયંતિ ભાનુશાલી દુષ્કર્મ કેસઃ ગુરુવારે પીડિતાનું 164 મુજબનું નિવેદન લેવાશે

સુરત રેપ પીડિતા

પોલીસ તપાસમાં ઢીલ કે પછી યોગ્ય તપાસની માંગણી સાથે કેસમાં કોઈ પણ પક્ષ તરફથી 164 મુજબનું નિવેદન નોંધવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે.

    કિર્તેશ પટેલ, સુરત

    જયંતિ ભાનુશાલી દુષ્કર્મ કેસમાં પીડિતાનું ગુરુવારે કલમ 164 મુજબનું નિવેદન નોંધવામાં આવશે. સુરત પોલીસ દ્વારા આ અંગે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે આ અંગેની અરજી ગ્રાહ્ય રાખીને ગુરુવારે નિવેદન લેવાનો આદેશ કર્યો હતો. પીડિતા 16માં એડિશનલ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવશે.

    164 મુજબ નિવેદન નોંધાયા બાદ શું થશે?

    પોલીસ તપાસમાં ઢીલ કે પછી યોગ્ય તપાસની માંગણી સાથે કેસમાં કોઈ પણ પક્ષ તરફથી 164 મુજબનું નિવેદન નોંધવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. સીઆરપીસી (કોડ ઓફ ક્રિમિનિલ પ્રોસિજર)ની કલમ 164 પ્રમાણે મેજિસ્ટ્રેટ સમક્ષ એક વખત નિવેદન નોંધાવ્યા બાદ જો વ્યક્તિ પોતાના નિવેદનથી ફરી જાય છે તેને સજા થઈ શકે છે. આ માટે જ કોઈ પણ કેસમાં 164 મુજબનું નિવેદન ખૂબ અગત્યનું છે. આ કેસમાં પીડિતા કલમ 164 પ્રમાણે નિવેદન નોંધાવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    જયંતિ ભાનુશાલી પોલીસ પકડથી દૂર

    આ કેસમાં જયંતિ ભાનુશાલી હાલમાં પોલીસ સમક્ષ હાજર નથી થયો. સુરત પોલીસે બે સમન્સ મોકલ્યા હોવા છતાં તે સામે આવ્યો નથી. બીજી તરફ જયંતિએ પોતાની સામે થયેલી ફરિયાદને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.

    શું છે આખો કેસ?

    સુરતની એક યુવતીએ જયંતિ ભાનુશાલી સામે સરથાણા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ મામલે હાલ સુરત ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેશન ડિઝાઇનિંગના કોર્ષમાં એડમિશન માટે તેણીના એક સગા મારફતે તેણીનો સંપર્ક જયંતિ ભાનુશાલી સાથે થયો હતો. જયંતિ ભાનુશાલીએ એડમિશન અપાવવાના બહાને તેને અમદાવાદ બોલાવી હતી અને ગાડીમાં બેસાડીને ગાંધીનગર તરફ લઈ ગયા હતા. રસ્તામાં તેમણે ગાડી ઉભી રાખીને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો બીભત્સ વીડિયો ક્લિપિંગ પણ ઉતારી લીધી હતી. આ ઉપરાંત અવાર નવાર તેણીને અમદાવાદ બોલાવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chabil patel, Jayanti Bhanushali, Victim, છોકરી, સુરત

    આગામી સમાચાર