જામનગરમાં રેમડેસિવિરની કાળાબજારીમાં ડોક્ટર સકંજામાં, તો સુરતમાં ટોસિલીઝૂમેબની મામલે મહિલા નર્સ સહીત બેની ધરપકડ

જામનગરમાં રેમડેસિવિરની કાળાબજારીમાં ડોક્ટર સકંજામાં, તો સુરતમાં ટોસિલીઝૂમેબની મામલે મહિલા નર્સ સહીત બેની ધરપકડ
જામનગરમાં ડોક્ટરની દરપકડ તો સુરતમાં એક મહિલા સહિત બેની ધરપકડ

કોરોના મહામારીમાં કેટલાક લાલચુ લોકો માનવતા નેવે મુકી પૈસા કમાવવાની લાહ્યમાં કોરોના માટે જરૂરી ઈન્જેક્શનની કાળાબજારી કરી રહ્યા છે.

  • Share this:
કિંજલ કારસરીયા, જામનગર : અમદાવાદમાં રેન્ડેસીવીર ઇન્જેકશનની કાળાબજારીના તાર જામનગર સુધી નીકળ્યા બાદ અમદાવાદની સોલા પોલીસે જામનગરની જી.જી. હોસ્પિટલના ડો. ધીરેન બલદાણીયાની ધરપકડ થયા બાદ આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારીના જણાવ્યાા અનુસાર આ પ્રકરણને લઇને ઇન્ટર્નલ ઇન્કવાયરી શરૂ કરાઇ છે.

અમદાવાદમાં ઝડપાયેલ remdesivir ઇન્જેક્શન ની કાળાબજારી દરમ્યાન જામનગરના ડોક્ટરે રૂપિયા આઠ હજારમાં એક ઈન્જેકશન વેચ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સોલા પોલીસ જામનગર આવી હતી અને ડો. ધીરેન બલદાણીયાને આ ગુનામાં અટક કરી ધરપકડ કરી હતી ત્યારે આ મુદ્દે જામનગરના અન્ય કોણ કોણ કાળાબજારી ના કારોબારમાં સામેલ છે તે અંગે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં પણ તપાસ શરૂ કરાઇ છે.સમગ્ર રાજ્યમાં remdesivir ઇન્જેક્શન ને લઈને લોકો પરેશાન છે તેવા સમયે અમદાવાદમાં ઇન્જેક્શન ની કાળાબજારી થતી હોવાની વિગતો સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં ઇન્જેક્શન ની કાળાબજારી ના તાર જામનગર સુધી પહોંચ્યા છે અને જામનગર ની જી.જી.હોસ્પિટલમાં ઇન્ટરનેટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા અને મેડિકલ કોલેજ માં અભ્યાસ કરતા ડો. ધીરેન બલદાણીયા દ્વારા 8000 માં ઇન્જેક્શન વેચવાનું ઘટસ્પોટ થયા બાદ પોલીસે પણ તપાસ આરંભી છે, ત્યારે જીજી હોસ્પિટલ ના સત્તાવાળાઓએ પણ ઇન્ટર્નલ ઇન્કવાયરી આરંભી દેવાઇ છે ત્યારે વધુ ખુલાસાઓ ઇન્કવાયરી ના અંતે થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તટસ્થ ઇન્કવાયરી થાય તો આ ઇન્કવાયરીના અંતે રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા કારોબારમાં અન્ય સંડોવાયેલા લોકોની કરતુતો હોવાનું પણ સામે આવી શકે છે.

આ પણ વાંચોછોટાઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

સુરતમાં ટોસિલીઝૂમેબની કાળાબજારી મામલે 2ની ધરપકડ

આ બાજુ સુરત શહેરમાં ટોસિલીઝૂમેબ ઇન્જેકશનની કાળા બજારી કરતા રસિક કથિરિયાની ધરપકડ બાદ તેની દીકરી અને શહેરની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હેતલ કથિરિયાની સાથે જીઓ મેક્સ હોસ્પિટલના એડમિન સ્ટાફના વ્રજેશ મહેતાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડ્યા બાદ તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સુરત શહેરમાં એકતરફ કોરોનાનો હાહાકાર હતો જેના લીધે શહેરમાં ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલા રેમડેશિવિર અને ત્યારબાદ ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની ભારે ડિમાન્ડ હતી. સુરત શહેરમાં આવેલા આ આફતને અવસરમાં પલટવા માટે કેટલાક લોકો તૈયાર હતી અને તેમના દ્વારા ઇન્જેક્શનોની કાળાબજારી શરૂ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો - 'ઓ સાથી રે તેરા બીના ભી ક્યા જીના', પત્નીએ ભારતમાં કરી આત્મહત્યા, તો પતિએ જર્મનીમાં કરી લીધો આપઘાત

આ કાળાબજારી સામે પોલીસ પણ મેદાને આવી અને પોલીસ દ્વારા એક બાદ એક કાળાબજારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા પરંતુ શહેરમાં રેમડેસિવિરની સાથે સાથે ટોસિલીઝૂમેબ ઇન્જેકશનના પણ કાળા બજાર કરવામાં આવતા હોવાની માહિતી મળતા પોલીસે આ કાળાબજારીઓ પૈકી સર્વપ્રથમ રસિક કથિરિયાની ધરપરકડ કરી હતી. આ ધરપકડ બાદ પોલીસને પૂછપરછમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓ હેતલ કથિરિયા વ્રજેશ મેહતા ની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સુરત શહેરમાં આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં કામ કરતી નર્સ હેતલ કથિરિયા દ્વારા ઇન્જેક્શનની કાળાબજારી કરવામાં આવતી હતી. પહેલાથી આ સમગ્ર મામલાને જાણવાની કોશિશ કરીએ તો જે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય કે તુરત જ નર્સ હેતલ તે દર્દીના સગાનો સંપર્ક રાખતી અને જ્યાર ડોક્ટર પ્રિસ્કિપશનમાં ટોસીલૂઝૂમેબ ઇન્જેક્શન લખી આપે એટલે તરત જ તેણી દર્દીના સગાઓનો સંપર્ક કરી લેતી હતી. આ વખતે પણ તેણી દ્વારા એક દર્દીના સગાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને 35 થી 40 હજારમાં વેચાતુ ટોસિલીઝુમેબ ઇન્જેક્શન 3 લાખ રૂપિયામાં આપવાની વાત કરી હતી. જો કે દર્દીના સગા દ્વારા રકઝક કરી મામલો 2.70 લાખમાં ઇન્જેક્શન લેવા માટે તૈયારી દર્શાવી હતી. જો કે પોલીસને આ મામલાની ખબર પડી જતાં પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઇન્જેક્શનની લેતીદેતી થાય તે સમયે રેડ કરી પ્રથમ રસિક કથિરિયાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે હેતલ કથિરિયા અને વ્રજેશ મહેતાની ધરપકડ કરી છે. પોલીસે રસિકલાલ પાસેથી બે ટોસિલિઝમેબ ઇન્જાને લગતી બે પ્રિસ્કિશન કબજે કરી હતી. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને કયા દર્દીને આપવાની છે તે જરૂરી છે. રસિકલાલ પાસેથી જે પ્રિસ્ક્રિપ્શન મળી હતી તેમાં કિરણ હોસ્પિટલના તબીબના સહી સાથેની એક ઝેરોક્સ પ્રિસ્ક્રિપ્શન અને બીજી ટ્રાઇ સ્ટાર હોસ્પિટલના સિક્કા સાથેની હતી. બંનેમાં જોકે પેશન્ટ તરીકે એક જ વ્યક્તિનું નામ હતું. રમેશ અમરસિંહ નામનું આ પેશન્ટ કોણ છે? તે ક્યાં દાખલ હતું? અને તેના નામે સાચે જ પ્રિસ્ક્રિપ્શન લખાઇ હતી કે. નહિ તેની વિગતો જાણવા પોલીસે આ પેશન્ટની પણ શોધખોળ હાથ ધરી છે.

આ ઇજેશન સુરત જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સના સંચાલક મયંક પાસેથી ખરીદવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ મેડિકલ સ્ટોર્સના સંચાલકનું પણ સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. સોમવારે પોલીસે આ મેડિકલ સ્ટોર્સમાં ડ્રગ એન્ડ ફૂડ વિભાગને સાથે રાખી સર્ચ ઓપરેશન કર્યું હતું. આ મેડિકલ સંચાલકે કેટલા રૂપિયામાં આ ઇજેક્શન વેચ્યું હતું અને કયા તબીબના પ્રિસ્ક્રિપ્શન ઉપર વેચવામાં આવ્યું હતું તેની ડિટેઇલ પણ ચકાસી હતી, તે ઉપરાંત ઓ મેડિકલમાંથી બીજા કોને કોને ટોસિલિઝુમેબ ઇજેક્શન વેચવામાં આવ્યા હતા તેનો રેકોર્ડની ચકાસણી શરૂ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જો જોઇએ તો અગાઇ પણ હેતલ કથિરિયા દ્વારા એક દર્દીને ઇટોલીઝુમેબ ઇન્જેક્શન 2.30 લાખમાં વેચવામાં આવ્યું હતું. પરંતુ ઇન્જેક્શન બાદ પણ તે દર્દી બચી શક્યો ન હતો. આ કેસમાં નર્સની ધરપકડ કરાઇ છે ત્યારે આ નર્સે હજું કેટલા વ્યક્તિઓને ઇન્જેક્શનો વેચ્યા તે માહિતી માટે પોલીસ દ્વારા હેતલ અને વ્રજેશના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરાઇ છે
Published by:kiran mehta
First published:May 11, 2021, 19:43 pm

ટૉપ ન્યૂઝ