સુરત : આપઘાતની કરૂણ ઘટના! દિક્ષામાં સેવા આપવા આવેલા યુવકે બીજા માળેથી કૂદકો મારી જિંદગી ટૂંકાવી

સુરત : આપઘાતની કરૂણ ઘટના! દિક્ષામાં સેવા આપવા આવેલા યુવકે બીજા માળેથી કૂદકો મારી જિંદગી ટૂંકાવી
ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામા આવ્યો હતો જ્યા તેનું મોત નીપજ્યું હતું

'ગુડ બાય' લખીને યુવકે મકાનના બીજા માળેથી કૂદકો માર્યો, સારવાર દરમિયાન કરૂણ મોત, સમાજ અચંબામાં

  • Share this:
સુરતમાં રાજસ્થાન દીક્ષા સમારંભમાં (rajasthan Dixa Function)માં સેવા કરવા માટે આવેલ શિક્ષક પિતાના અને અભ્યાસમાં હોશિયાર એવા યુવાન પુત્રએ બે દિવસ પહેલા મકાનનાં બીજા માળેથી આપઘત કરવા માટે કૂદકો માર્યો હતો (Suicide) જોકે આ યુવાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવીયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનું ગતરોજ મોડી રાત્રે મોત થતા પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયો હતો. આપઘાતની આ કરૂણ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ છે અને સમગ્ર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રાજસ્થાન ફતેહનગર ખાતે રહેતા અને શિક્ષક એવા પરિવારમાં બે દીકરા છે. જોકે નાનો દીકરો ધોરણ 12 અભિયાસ કરતો હતો અને હાલમાં 90 ટકા સાથે પાસ થઈને કોલેજમાં આવ્યો હતો. જોકે ચિરાગ શાંતિલાલ વિરવાલા તારીખ 23 ફેબ્રુઆરી ના દિવસે દીક્ષા સભારંભ હોવાને લઇને સેવા આપવા વતનથી સુરત ન્યુ સિટીલાઇટ રોડ પર ચાઇના ગેટની બાજુમાં આવેલી બિલ્ડિંગમાં દીક્ષા સમારોહ રાખ્યો હતો ત્યાં આવ્યો હતો.આ પણ વાંચો : અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

જોકે 24મી તારીખે રાત્રે આ બિલ્ડિંગના બીજા માળેથી અચાનક તેણે કૂદકો મારી દેતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે યુવાને આપઘાત કરવા પહેલા પોતાના મોબાઇલમાં માત્ર ગુડ બાય લખ્યું હતું. જોકે યુવાન સારવાર દરમિયાન ગતરોજ મોડી રાત્રે મોત થયું હતું.

યુવાને આવું પગલું કેમ ભર્યુ તે પરિવાર સમજી શક્યું નથી. જોકે યુવાન આ પગલાંને લઇને રાજસ્થાનથી પરિવાર સુરત ખાતે દોડી આવ્યો હતો. યુવાન પુત્રના મોતના પગલે હાલ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. જોકે ખટોદરા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.]

આ પણ વાંચો : સુરત : યુવકે તાપીમાં કૂદી કર્યો આપઘાત, મોતની છલાંગનો Video રાહદારીના મોબાઇલમાં કેદ

અભ્યાસમાં હોશિયાર અને ધાર્મિક કાર્યમાં આગળ રહેતા આ યુવાને આવા પગલાંને લઇને સમાજમાં પણ શોક ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે દીક્ષામાં સેવા કરવા આવેલા યુવાન સાથે એવું તો શુ બન્યું કે તેણે આવું પગલું ભર્યુ તેને લઈને અનેક તર્ક વિતર્ક હાલ થઈ રહ્યા છે.
Published by:Jay Mishra
First published:February 27, 2021, 15:05 pm

ટૉપ ન્યૂઝ