Home /News /south-gujarat /

સુરતઃ ઘરનો દરવાજો ખુલ્લો મૂકી પાળતુ કૂતરાને ફરવા લઈ જવું ભારે પડ્યું, ઘરે આવી જોયું તો રોવાનો વારો આવ્યો

સુરતઃ ઘરનો દરવાજો ખુલ્લો મૂકી પાળતુ કૂતરાને ફરવા લઈ જવું ભારે પડ્યું, ઘરે આવી જોયું તો રોવાનો વારો આવ્યો

પ્રતિકાત્મક તસવીર

આઠ વર્ષની દીકરી સાથે ઘરમાં પાળેલા કૂતરાને મક્કાઈપુલ તરફ ફરવા માટે લઈ ગયો હતો તે વખતે પણ રજતભાઈઍ દરવાજા બંધ કર્યો ન હતો.

સુરતઃ શહેરમાં ચોરીઓના બનાવો રોજ બનતા રહે છે. પરંતુ એક માણસે પોતાની નજીવી ભૂલના કારણે રોવાનો વારો આવ્યો હોય એવી ઘટના સુરતમાં  (surat city) બની છે. શહેરના અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા વાયરમેન (Wireman) ગઈકાલે રવિવારે સવારે ઘરનો મુખ્ય દરવાજા ખુલ્લો મૂકી તેની દીકરી સાથે પાલતુ કૂતરાને ફરવા માટે ગયો હતો. તે દરમિયાન તસ્કરોઍ (Thiefs) ખુલ્લા દરવાજાનો ફાયદો ઉઠાવી અંદર પ્રવેશ કરી કબાટમાંથી કેબલની ઉઘરાણીના રૂપિયા 50 હજાર અને દાગીના મળી કુલ રૂપિયા 1.24 લાખના મતાની ચોરી કરી નાસી ગયા હતા. આ અંગે વાયરમેને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ગુનોં નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

સુરત અડાજણ પાટીયા અંબે માતાના મંદિરની સામે રવિન્દ્ર પાર્ક સોસાયટીમાં રહેતા 37 વર્ષીય રજતભાઈ સુધીરભાઈ પટેલ વાયરમેનનું કામ કરે છે. સાથે જી.ડી.પી.ઍલ કેબલ કંપનીમાં ઉઘરાણીનું પણ નોકરી કરે છે. રજતભાઈની પત્ની અસ્મિતાબેન ઈચ્છાપોર જવેલરી પાર્ક ખાતે આવેલ કે.પી.સંઘવી કંપનીમાં નોકરી કરે છે.

રજતભાઈ ગઈકાલે સવારે તેની પત્ની નોકરી પર જવાનું હોવાથી તેને મોપેટ ઉપર અડાજણ ગામ બાપ્સ હોસ્પિટલ ખાતને સર્કલ પાસે બસમાં મુકવા માટે ગયો હતો તે વખતે રજતભાઈઍ ઘરનો મુખ્ય દરવાજા બંધ કર્યો ન હતો અને પત્નીને બસમાં મૂકી પરત ઘરે આવ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદ: 'સાહેબ જલ્દી પોલીસ મોકલો અહીં ગરબા રમાય છે' જેવા ઢગલાબંધ ફેક મેસેજથી પોલીસની થઈ ઊંઘ હરામ

ત્યાર બાદ તેની આઠ વર્ષની દીકરી સાથે ઘરમાં પાળેલા કૂતરાને મક્કાઈપુલ તરફ ફરવા માટે લઈ ગયો હતો તે વખતે પણ રજતભાઈઍ દરવાજા બંધ કર્યો ન હતો. દરમિયાન તેનો તસ્કરોઍ ફાયદો ઉઠાવી ખુલ્લા દરવાજામાંથી અંદર પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચોઃ-જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામ

આ પણ વાંચોઃ-ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતની સભામાં ફેંકાયા ઈંડા, ફેંકનાર યુવક કોણ? જુઓ video

અને ઘરના બેડરૂમના કબાટમાંથી ઉઘરાણીના રોકડા 50 હજાર તેમજ તેની પત્નીના લગ્ન વખતના દાગીના મળી કુલ રૂપિયા 1,24,000ના મતાની ચોરી કરી નાસી ગયા હતા. રજતભાઈ કૂતરાને ફરાવી પરત ઘરે આવ્યા હતા. જોકે, બાદ બેડરૂમનો કબાટ ખુલ્લો જાઈ સામાન વેરવિખેર દેખાતા તિજારીમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું બહાર આવતા તેના અન્ય ત્રણ ભાઈઓને ઉઠાવ્યા હતા. બનાવ અંગે પોલીસે રજતભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે કોરોના વાયર લોકડાઉન બાદ શહેરમાં જાણે તસ્કરોએ માજા મૂકી હોય દિવસેને દિવસે ચોરીના બનાવો વધતા જાય છે. કોઈના કોઈ રીતે તસ્કરો ઘરો, દુકાનો અને ઓફિસોમાં હાથફેરો કરીને ગુનાને અંજામ આપતા હોવાની અનેક ફરિયાદો સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાી ચૂકી છે.
Published by:ankit patel
First published:

Tags: ગુજરાત, ગુનો, ચોર, ચોરી, પોલીસ ફરિયાદ, સુરત

આગામી સમાચાર