સુરતઃ PVS શર્માના ઘરે ITની તપાસ પૂર્ણ, વીડિયો બનાવી કહ્યું 'દરોડામાં એક રૂપિયો પણ વધારે મળ્યો નથી'


Updated: October 25, 2020, 5:44 PM IST
સુરતઃ PVS શર્માના ઘરે ITની તપાસ પૂર્ણ, વીડિયો બનાવી કહ્યું 'દરોડામાં એક રૂપિયો પણ વધારે મળ્યો નથી'
વીડિયો પરની તસવીર

પીવીએસ શર્માએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી કહ્યુ હતું કે, સર્ચ દરમિયાન એક રૂપિયો પણ વધારે મળ્યો નથી. ન તો ગોલ્ડ-જ્વેલરી કે બીજી કોઇ વસ્તુઓ સીઝ કરાઈ નથી.

  • Share this:
સુરતઃ સુરતના ભુતપૂર્વ આઇટી અધિકારી (IT officer) અને હાલના શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા (PVS sharma) સામે આઇટીની રેડગતરોજ સાંજે પુરિઠયા બાદ  પીવીએસ શર્માએ સોશિયલ મીડિયા (social media) મારફતે એક વીડિયો મૂક્યો છે. જેમાં જણાવ્યું છે કે, દરોડામાં આઈટી વિભાગને કંઈ મળ્યું નથી. બેનામી નામે ઇન્વેસ્ટ કરેલી મિલકતોની જે વાત છે તે ખોટું છે. તેવી વાત કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

સુરતના ભાજપના અગ્રણી અને ભૂતપૂર્વ આઇટી અધિકારી પીવીએસ શર્મા દ્વારા નોટબંધી સમયે સુરતના ઉધોગ પતિ સાથે સીએ અને આઇટી અધિકારી દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યુ છે. જેને લઈને એક દેશના વડા પ્રધાનને ટ્વીટ કરીને જાણકારી આપીયા બાદ આ મોદી સાંજે આઇટી વિભાગની અમદાવાદ વડોદરા ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

જોકે સતત 3 દિવસ ચાલેલી કાર્યવાહી બાદ ગતરોજ સાંજે આઇટી ટી તપાસ પુરી થઇ છે. ત્યારે પીવીએસ શર્માએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી કહ્યુ હતું કે, સર્ચ દરમિયાન એક રૂપિયો પણ વધારે મળ્યો નથી. ન તો ગોલ્ડ-જ્વેલરી કે બીજી કોઇ વસ્તુઓ સીઝ કરાઈ નથી. ઊનના જે પ્લોટની વાત છે ત્યાના જ ટ્રસ્ટને વેચી છે. જે કંઇ છે તે ચોપડે બતાવ્યું છે. મારી પાસે લિંબાયતમાં નાની ઓફિસ છે, એક ઓફિસ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહના અંતે ચાંદી સ્થિર, સોનામાં થયો સુધારો, દિવાળીમાં સોનુ રૂ.50,000 સુધી જઈ શકે છે

પલસાણા ગામમાં 2 હજાર ફુટનો નોન એગ્રિકલ્ચરલ લેન્ડ છે. આ ત્રણ મારી મિલકતો છે. આ સાથે મારા વાઇફના નામે ફોર સિઝનમાં ફ્લેટ છે તેમજ 2016માં લીધેલી એક ઓફિસ છે તેમજ હૈદરાબાદમાં એક મિલકત છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નરેન્દ્ર મોદી સહાય યોજનામાં કાનનું મશીન લેવા જવું વૃદ્ધાને ભારે પડ્યું, ઠગ યુવતી દાગીના સેરવી ગઈઆ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના નવમાં જ દિવસે એન્જિનિયર યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિ ઉડી ગયા હોશ

બેનામી નામે ઇન્વેસ્ટ કરેલી મિલકતોની જે વાત છે તે ખોટું છે. જોકે પોતે સુરતના એક જવેલર્સની કાળાનાણાં બહાર લાવને લઈને અધિકારી દ્વારા આદરોડા પાડવામાં આવિયા હતા તેમાં તે નિષ્ફળ રહ્યા છે.જે પીવીએસ શર્મા સાથે સંકળાયેલા કુસુમ સિલીકોન કંપનીના સંચાલકો કુસુમ-કૌશલ ખંડેલિયા, શાહ એન્ડ પ્રજાપતિ કંપનીના ભાગીદાર ધવલ શાહ, શર્માના એકાઉન્ટન્ટ અદુકીયા વગેરેના રહેણાંક-ઓફીસ મળીને સુરત, મુંબઈ અને થાણેના કુલ 13 સ્થળો પર તપાસ લંબાઈ હતી. ગત રોજ ચોથા દિવસે મોટાભાગે તમામ જગ્યાએ મોડી સાંજ સુધી પૂર્ણ થઈ ગયું હતું.
Published by: ankit patel
First published: October 25, 2020, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading