Home /News /south-gujarat /

સુરત: સ્વામિનારાયણ સંત પર દુષ્કર્મ મામલો, યુવતીએ કર્યું સમાધાન

સુરત: સ્વામિનારાયણ સંત પર દુષ્કર્મ મામલો, યુવતીએ કર્યું સમાધાન

હાઈકોર્ટમાં યુવતીએ જાતે હાજર રહી કહ્યું કે, મે આવેશમાં આવીને ફરિયાદ કરી હતી તેવું જણાવતા હાઈકોર્ટે સાધુ સામેની દુષ્કર્મની ફરિયાદ રદ કરી છે

હાઈકોર્ટમાં યુવતીએ જાતે હાજર રહી કહ્યું કે, મે આવેશમાં આવીને ફરિયાદ કરી હતી તેવું જણાવતા હાઈકોર્ટે સાધુ સામેની દુષ્કર્મની ફરિયાદ રદ કરી છે

    સુરતના ડભોલી સ્વામિનારાયણ સંત પર 24 ઓક્ટોબરે દુષ્કર્મની ફરિયાદ બાદ ચકચાર મચી ગઈ હતી, જોકે આ મામલે નવો વળાંક આવ્યો છે. યુવતીએ હાઈકોર્ટમાં હાજર રહી સમાધાન કરતા હાઈકોર્ટે દુષ્કર્મની ફરિયાદ રદ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડાભોલીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત પર પૈસાની લાલચ આપી દુષ્કર્મ કરાયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ઢેર ડેર સંત પર લોકો ફીટકાર વરસાવી રહ્યા હતા, પરંતુ આજે હાઈકોર્ટમાં યુવતીએ જાતે હાજર રહી કહ્યું કે, મે આવેશમાં આવીને ફરિયાદ કરી હતી તેવું જણાવતા હાઈકોર્ટે સાધુ સામેની દુષ્કર્મની ફરિયાદ રદ કરી છે. તમને જણાવી દઈએ કે, સ્વામિનારાયણ મંદિરના મહંત પર દુષ્કર્મની ફરિયાદ થયા, સાધુએ આ ફરિયાદ જુઠી હોવાનું જણાવી હાઈકોર્ટમાં તેને રદ કરવા અરજી કરી હતી.

    શું હતો મામલો?
    સુરતના વેડરોડ ડભોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ 22 વર્ષિય યુવતી સાથે દુષ્કર્મ આચરવના આરોપથી સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી ગઈ હતી. કતારગામ પોલીસના જણાવ્યા મુજબ યુવતીની માતાની તબિયત ખરાબ હોવાથી તેના સારવાર માટે રૂપિયાની જરૂર હતી. ત્યાં કોઈ એ યુવતીને જણાવ્યું હતું કે, સુરતના વેડ રોડ સ્વામિનારાયણ મંદિરમાં તેને તેની માતાને સારવાર માટે રૂપિયાની મદત મળી શકે છે. તેથી તે સ્વામિનારાયણ મંદિરે મદદ માંગવા ગઈ હતી. તેનો સંપર્ક ત્યાંના એક સંત સ્વામી જોડે થયો હતો. સ્વામીએ મદદ આપવાની કહી યુવતીને તેના રેસ્ટ રૂમમાં લઇ ગઈ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેને સ્વામી દ્વાર તેનો ફોન નંબર લઈ થોડા દિવસ પછી રૂપિયા આપવાનું કહ્યું હતું. યુવતી બીજીવાર માતાની સારવાર માટે રૂપિયા લેવા જતા સ્વામીએ તેને પછી તેના રૂમમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આમ સ્વામી દ્વારા તેની સાથે જબરદસ્તી અને મજબુરીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચરવાની યુવતીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે સાથે પોલીસને તપાસમાં સ્વામીના રૂમ માંથી કોન્ડોમ મળી આવ્યા હતા. જેને યુવતીના પરિવારે પોલીસને બતાવ્યા હતા.

    મંદિરના ટ્રસ્ટીએ શું કહ્યું હતું?
    ટ્રસ્ટી જયેશ ગોયાનીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સાધુ સમાજને બદનામ કરવાનું ષડયંત્ર છે. સાથે સાથે પોલીસને તપાસમાં પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Against, Issue, સુરત

    આગામી સમાચાર