સુરત : પહેલા માળથી નીચે પડતા 5 વર્ષની બાળકીનાં પેટમાં આરપાર થયો 10 ફૂટનો સળિયો

News18 Gujarati
Updated: June 22, 2019, 1:15 PM IST
સુરત : પહેલા માળથી નીચે પડતા 5 વર્ષની બાળકીનાં પેટમાં આરપાર થયો 10 ફૂટનો સળિયો
બાળકીનાં પેટમાં સળિયો ઘૂસી ગયો હતો.

પહેલા માળથી નીચે પડી જતા અંદાજીત 10 ફૂટનો સળિયો બાળકીના પેટમાં ઘૂસી ગયો હતો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરની નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત પ્રમાણે વેસુ રોડ પર જોલી બંગ્લોઝ પાસે રહતી 5 વર્ષની શર્મીલા સુરંગ રાવતનાં પેટમાં રમતા રમતા 10 ફૂટનો લોખંડનો સળિયો ઘૂસી જતા ચકચાર મચી ગઇ હતી. બાળકી ગઇકાલે સાંજે તેના પિતા સાથે બાંધકામ સાઇટ પર હતી. જ્યાં પિતા કામમાં વ્યસ્ત હતા. ત્યારે પહેલા માળથી નીચે પડી જતા અંદાજીત 10 ફૂટનો સળિયો બાળકીના પેટમાં ઘૂસી ગયો હતો અને આર પાર નીકળી ગયો હતો.

આ દુર્ઘટનાથી પિતા સહિત સાથેનાં કામદારો હતપ્રભ થઇ ગયા હતા. જે બાદ તેમણે તરત જ 108ને જાણ કરતા તરત એમ્બ્યુલન્સ પહોચી હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસનાં લોકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતાં.

આ પણ વાંચો : 54 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન, સુરતમાંથી બીજી વખત ફેંફસાનું દાન

સળિયો કાપવામાં આવ્યો 

પહેલા તો બાળકીના પીઠના ભાગેથી 4થી 5 ફૂટ સળિયો કાપ્યો હતો. પેટના ભાગે બાજુએથી 4 ફૂટ સળિયા સાથે બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સિવિલમાં સર્જરી કરીને સળિયો કાઢી લેવામાં આવ્યો છે. તબીબોનાં જણાવ્યાં પ્રમાણે હાલ બાળકીની તબિયત સારી છે.
First published: June 22, 2019
વધુ વાંચો
अगली ख़बर