Home /News /south-gujarat /

આક્રમક સેમ્પલ ટેસ્ટિંગના પરિણામો દેખાવા લાગ્યા, નવા સ્પોટો સામે આવ્યા : મનપા કમિશ્નર

આક્રમક સેમ્પલ ટેસ્ટિંગના પરિણામો દેખાવા લાગ્યા, નવા સ્પોટો સામે આવ્યા : મનપા કમિશ્નર

પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : ગતરોજ કોરોના પોઝિટિવ ૧૬ દર્દીઓ બાદ રાત્રિ દરમિયાન પેન્ડિંગ સેમ્પલ ટેસ્ટિંગના રીપોર્ટમાં એક સાથે ૨૨ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે. ખાસ કરીને માનદરવાજા ટેનામેન્ટમાંથી જ ૧૪-૧૪ પોઝિટિવ દર્દીએ મળી આવતાં શહેરનો સૌથી મોટો હોટસ્પોટ માનદરવાજા બની ગયો છે. હજી ૫૫૦થી વધુ સેમ્પલના રીપોર્ટ પેન્ડિંગ છે. બપોર બાદ વધુ ચાર સેમ્પલના ટેસ્ટિંગ રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે એક જ દિવસમાં સુરતમાં પોઝિટિવ ૨૬ કેસો વધ્યા છે અને કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા વધીને ૮૭ થઇ ગઇ છે અને જિલ્લાના બે મળીને કુલ 89 પોઝેટીવ કેસ સુરત જિલ્લામાં નોધાયા છે.

લિંબાયત અને સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાંથી આજે પોઝિટિવ દર્દીઓની સંખ્યા નોધપાત્ર રીતે વધી છે

સુરત : ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ (ટ્રીપલ-ટી) પોલિસી અંતર્ગત મનપાએ હવે શંકાસ્પદ કેસો અને ‘એરી’ના કેસોના સેમ્પલિંગને બદલે લોકો સુધી જઇ સેમ્પલ લેવાનો મનપા તંત્રનો વ્યૂહ એક અર્થમાં સફળ થઇ રહ્નો છે.

કોમ્યુનિટી સેમ્પલની સંખ્યા વધતાં હવે નવા પોકેટોમાંથી કોરોના પોઝિટિવ કેસો ઝડપી રીતે વધી રહ્ના છે. પોઝિટિવ કેસોની સંખ્યાનો ગ્રાફ વધી રહ્નો છે. શહેરમાં સ્થિતિ સંક્રમણનો ફેલાવો બતાવે છે. પરંતુ પોઝિટિવ બાબત એ પણ છે કે, શહેરમાં ફેલાયેલા કોરોનાના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્ના છે, અને કલ્સ્ટર કન્ટેઇન્ટમેન્ટ તાત્કાલિક હાથ ધરી શકાય.

મનપા કમિશ્નર પાનીએ જણાવ્યું કે, શહેરમાંથી રોજ ૫૦૦થી વધુ સેમ્પલો હોટસ્પોટ વિસ્તારો તથા એરીના કેસોના એરિયા, સ્લમ પોકેટોમાંથી લેવામાં આવી રહ્ના છે. એરીના કેસો અને પોઝિટિવ દર્દીઓના પૃથ્થકરણને આધારે જાહેર કરાયેલ હોટસ્પોટ એરિયા પૈકી લિંબાયત અને સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાંથી આજે પોઝિટિવ દર્દીઓની સંખ્યા નોધપાત્ર રીતે વધી છે.

જ્યારે અગાઉ હોટસ્પોટ તરીકે જાહેર કરાયેલ રાંદેર-ટાઉન-ગોરાટ વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા પર નિયંત્રિત થઇ છે, સેમ્પલોની સંખ્યા વધવાથી શહેરના નવા પોકેટો બહાર આવી રહ્ના છે.

હોટસ્પોટ વિસ્તારોની સાથે સ્લમ વિસ્તારો પર વધુ ધ્યાને કેન્દ્રીત થઇ રહ્નાં છે. આગામી બે દિવસમાં સ્મીમેર ખાતેની લેબ પણ કોરોના સેમ્પલ ટેસ્ટિંગ માટે કાર્યરત થઇ જશે, તેથી મનપા દ્વારા હજી શહેરમાં આક્રમક બનીને સેમ્પલિંગ હાથ ધરાશે અને લોકો સુધી પહોચવાનો પ્રયત્ન કરશે. જેથી મહતમ પોઝિટિવ કેસની સંખ્યા જાની શકાય.
Published by:kiran mehta
First published:

Tags: Corona in Gujarat, Coronavirus positive cases, Surat City, Surat Municipal corporation

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन