સુરત : એકાઉન્ટન્ટ સાથે ઠગાઈ, પુત્ર-માતાના જોઇન્ટ ખાતામાંથી 3 લાખ ઉપડી ગયા, લાલબત્તી સમાન કિસ્સો

સુરત : એકાઉન્ટન્ટ સાથે ઠગાઈ, પુત્ર-માતાના જોઇન્ટ ખાતામાંથી 3 લાખ ઉપડી ગયા, લાલબત્તી સમાન કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

માતા-દીકરાના એકાઉન્ટમાંથી 3 લાખ ગયા તો વિદ્યાર્થિનીએ ઘરબેઠા કમાવવાની લાલચમાં 11,000 ગુમાવ્યા, ઠગાઈને બે લાલબત્તી સમાન કિસ્સા

  • Share this:
નાનપુરા ટીમલીયાવાડ વિસ્તારમાં રહેતા ઍકાઉન્ટન્ટ અને તેના માતાના બેન્ક ઍકાઉન્ટમાંથી કોઈ ભેજાબાજે કુલ રૂપિયા 3 લાખ ઉપાડી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. સુરતના  નાનપુરા ટીમલીયાવાડ પીપલ્સ બેન્કની પાછળ અર્પïણ ઍપાર્ટમેન્ટમાં રહેતા યોગીન હસમુખભાઈ શાહ ઍકાઉન્ટન્ટનું કામકાજ કરે છે. યોગીનભાઈ અને તેની માતા કોકીલાબેનનું જાઈન્ટમાં રામપુરાની દેનાબેન્કમાં ખાતુ આવેલુ છે. દરમિયાન ગત તા 15મીના રોજ સવારે સાડા પાંચ વાગ્યે યોગીનના ખાતામાંથી 1 લાખ અને તેની માતા કોકીલાબેનને ખાતામાંથી 2 લાખ મળી કુલ રૂપિયા 3 લાખ ઉપાડી લીધા હતા. ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા.

ખાતામાંથી પૈસા કમાયા હોવાની જાણ  થતા યોગીનભાઈ દોડતા થયા હતા અને બેન્કમાં તપાસ કરતા પૈસા મુકેશકુમાર શર્મા નામના બેન્ક ઍકાઉન્ટ ધારકના ખાતામાં થયા હોવાનું બહાર આવ્યું હતું, વધુમાં પોલીસ સુત્રોઍ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા યોગીન શાહનો બેન્ક સાથે જાઈન્ટ કરેલ મોબાઈલ નંબર કોઈ અજાણ્યાઍ આઈડીયા કંપનીમાં ફોન કરી મોબાઈલ ખોવાય ગયો હોવાનુ કહી સીમકાર્ડ બંધ કરાવી દીધો હોવાનું બહાર આવ્યું હતું બનાવ અંગે પોલીસે યોગીન શાહની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : ડીસા : શરમજનક ઘટના! 30 વર્ષના યુવકે 60 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યુ, ચાકુની અણીએ લૂંટી ઇજ્જત

ઘર બેઠા કમાવાની લાલચમાં વિદ્યાર્થીનીએ રૂપિયા 11 હજાર ગુમાવ્યા

ઠગાઈનો અન્ય એક બનાવ વરાછામાં બન્યો હતો જ્યાં એક વિદ્યાર્થિનીએ ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચમાં 11000ની નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે નવસારી વિજલપોર ખાતે રહેતી વિદ્યાર્થીનીને ભેજાબાજે વોડાફોન કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી કંપની દ્વારા ઘર બેઠા પૈસા કમાવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ખાતામાંથી રૂપિયા 11000 ટ્રાન્સફર કરી ઉપાડી છેતરપિંડી કરી હતી.

વરાછા પોલીસના જણાવ્યા મુજબ નવસારીના વિજલપોર અમ્રુતનગર સોસાયટીમાં રહેતા કોસીબેન ઘર્મેશભાઈ પટેલ તેઓ ગત તા. 29મીના રોજ વરાછા ઍ.કે.રોડ શીવાજંલી કોમ્પ્લેક્ષમાં ગયા હતા તે વખતે તેમના ઉપર અજાણ્યાનો ફોન આવ્યો હતો.

આ પણ વાંચો : સુરત : માસીના ઘરે રોકાવા ગયેલી સગીરાની માસાએ છેડતી કરી! ઉંઘમાં કર્યા અડપલાં

ફોન કરનારે પોતાની ઓળખ વોડાફોન કંપનીના કર્મચારી તરીકે આવી હતી અને કંપની દ્વારા ઘર બેઠા રૂપિયા કમાવવાની લાલચ આાપી વિશ્વાસમાં લઈ તેમના બેન્ક ઑફ મહારાષ્ટ્રના ખાતમાંથી રૂપિયા 11 હજાર ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. કોસીબેનની તેમની સાથે છેતરપિંડી કરવામાં આ્વી હોવાની ખબર પડતા ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોîધાવી હતી.
Published by:Jay Mishra
First published:November 24, 2020, 16:04 pm