તાપી શુદ્ધિકરણ સહિત અટકેલા કામોને પુરા કરવા મહેસુલ મંત્રીની અધિકારીઓને સુચના

News18 Gujarati
Updated: November 21, 2019, 10:34 PM IST
તાપી શુદ્ધિકરણ સહિત અટકેલા કામોને પુરા કરવા મહેસુલ મંત્રીની અધિકારીઓને સુચના
તાપી શુધ્ધિકરણ સહિત અટકેલા કામોને પુરા કરવા મહેસુલ મંત્રીની અધિકારીઓને સુચના

મહેસુલ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રિવ્યું મિટિંગ કરી

  • Share this:
સુરત : મહેસુલમંત્રી અને સુરત જિલ્લા પ્રભારીમંત્રી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુરત શહેર-જિલ્લાના અગત્યના ફ્લેગશિપ પ્રોજેક્ટ્સને લગતાં પ્રશ્નોનું ઝડપી, સમયમર્યાદામાં નિરાકરણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન તથા પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે વન અને આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ખાસ કરીને તાપી શુદ્ધિકરણ પ્રોજેકટની કામગીરી ઝડપી બને, શહેરના વિકાસ માટે સુએઝ પમ્પિંગ સ્ટેશનો બનાવવા માટે જમીનો આપવા, ચોક બજારના કિલ્લાને હેરિટેઝ સ્કવેર રૂપે વિકસાવવા માટે આસપાસની જગ્યાઓ વહેલી તકે મળી રહે તેમજ શહેરના વિકાસમાં મહત્વના પાલ-ઉમરા બ્રિજ માટે અસરગ્રસ્તોને લગતા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવી શકાય તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પણ વાંચો - સુરતઃ ઘર નજીક રહેતા યુવકે રૂમમાં લઈ જઈ 8 વર્ષની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ

આ ઉપરાંત સુરત શહેર વસ્તીને ધ્યાને લઈ પોલીસ વિભાગના સ્ટાફ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર અંગેની માંગણીઓ પૂર્ણ થાય તે અંગેની સમીક્ષા હાથ ધરાઈ હતી. જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાં આવતા ગામોના ખેડૂતોના જમીન સંપાદનના પ્રશ્નોના હલ, નવા સબ સ્ટેશનોના નિર્માણ માટે જમીન, જિલ્લા પંચાયતના નવા ભવનનાનિર્માણ અંગેની કામગીરી સત્વરે પૂર્ણ થાય તે માટેની સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં મેયર , સ્ટેન્ડિંગ ચેરમેન , મનપા કમિશ્નર , કલેકટર , ડીડીઓ , પોલિસ કમિશ્નર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
First published: November 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...