Home /News /south-gujarat /

સુરતઃ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયા બાદ યુવતીએ ભાગીને લગ્ન કર્યા, હવે ભારે પસ્તાઈ રહી છે, વાંચો શું છે કહાની?

સુરતઃ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયા બાદ યુવતીએ ભાગીને લગ્ન કર્યા, હવે ભારે પસ્તાઈ રહી છે, વાંચો શું છે કહાની?

પ્રતિકાત્મક તસવીર

Surat Crime News: એસિડ એટેકની (Acid attack) ધમકી આપતો હોવાનો પણ પત્ની દ્વારા સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral) કરવામાં આવ્યો છે.

સુરતઃ Instagram પર ભાવનગર (bhavnagar) મહુવાના યુવક સાથે પ્રેમ (love) થયા બાદ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને મંદિરમાં લગ્ન કરનારી સુરત નાના વરાછાની યુવતીએ આઠ માસ બાદ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દગાબાજ પતિ છૂટાછેડા (Divorce) આપતો નથી અને એસિડ એટેકની (Acid attack) ધમકી આપતો હોવાનો પણ પત્ની દ્વારા સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral) કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ પતિએ પત્ની વિરુદ્ધ ભાવનગરના મહુવા પોલીસ મથકમાં (police complaint) પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

સોશિયલ મીડિયા દ્વારા પ્રેમસંબંધ બંધાયા બાદ ભાગીને લગ્ન કરનાર પતિ-પત્નીએ એકબીજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરતના વરાછા વિસ્તારમાં માતા વાડી ખાતે આવેલી વર્ષા સોસાયટીમાં રહેતી જાગૃતિ વધે વલ્લભભાઈ ખાંભલીયા મૂળ ભાવનગરના તળાજાના વતની છે. અને લાંબા સમયથી સુરતમાં રહે છે.

આઠ માસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર વિશાલ નાગજીભાઈ સોલંકી જે મું લોગડી મહુવા તાલુકાના ભાવનગર ખાતેનો રહેવાસી સાથે પરિચય થયો હતો. instagram પર ભેગા થયેલા બંને વચ્ચે પ્રેમ થતાં વિશાલ પોતે સુખી સંપન્ન પરિવારનું હોવાની વાતો કરતો હતો ત્યારબાદ બંને જણાએ ભાગીને કામરેજ ખાતે કાળભૈરવ દાદા ના મંદિરમાં લગ્ન કર્યા હતા.

આ પણ વાંચોઃ-રજાની મજા બની મોતની સજા! સુરતના ડુમસ બીચમાં 17 વર્ષીય સગીરાનું ડુબી જતાં મોત, પરિવારમાં આક્રંદ

અને ત્યારબાદ તેઓ સચીન જીઆઇડીસી ખાતે કોઈ ખાતામાં બે દિવસ રોકાયા હતા. આ દરમિયાન જાગૃતિને જાણવા મળ્યું હતું કે વિશાલ ખોટા સપના દેખાડે છે અને તેની પાસે કોઇ મિલકત નથી. તેથી તેને પોતાના પિતાને કોલ કરી પિયર રહેવા આવી ગઈ હતી. અને ત્યારબાદ તેને વિશાલ પાસે છૂટાછેડાની માંગણી કરી હતી જોકે વિસ્તાર છૂટાછેડા આપતો ન હતો જનજાગૃતિ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ-Banaskantha: થરાદ પાસે નર્મદા કેનાલમાં પતિ-પત્નીએ બાળકીઓ સાથે કરી આત્મહત્યા, કારણ અકબંધ

વીડિયોમાં કાલે દગો કરી લગ્ન કર્યા છે બધા જ આપતો નથી અને એસીડીટી કરવાની ધમકી આપે છે. તેવું બોલતી આ મહિલા સંભળાય છે. જોકે આ યુવતીએ પોતાના પતિ વિરુદ્ધ એસિડ એટેકની ધમકી સાથે પતિએ કેટલી અને ધરાવતો ધમકાવતો હોવાની ફરિયાદ સુરતના વરાછા પોલીસ મથકે નોંધાવી છે.

ત્યારે બીજી બાજુ ૧૭મીએ જાગૃતિ એ ધમકી આપી હતી કે તું જે ચિઠ્ઠી મોકલી છે. તેના આધારે મેં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે વિશાલે પણ ભાવનગરના મહુવા પોલીસ સ્ટેશનમાં પત્ની જાગૃતિ ખોટી રીતે બદનામ કરતી હોવાની ફરિયાદ આપી છે. જોકે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Guajrati News, Surat news

આગામી સમાચાર