સુરત : ઇન્સ્ટાગ્રામથી થયેલા પ્રેમમાં યુવતીને મળ્યો દગો, પતિની 'હકિકત' જાણી કરી ફરિયાદ

સુરત : ઇન્સ્ટાગ્રામથી થયેલા પ્રેમમાં યુવતીને મળ્યો દગો, પતિની 'હકિકત' જાણી કરી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

સોશિયલ મીડિયામાં બંધાતા પ્રેમ સંબંધોની 'સચ્ચાઈ'નો ચેતવણીરૂપ કિસ્સો, દરેક માતાપિતા ખાસ વાંચે

  • Share this:
સુરત : ઇન્સ્ટાગ્રામ (Instagram) પર યુવક યુવતીનો પરિચય થયા બાદ બંને એકબીજાના પ્રેમમાં (Love) પડ્યા હતા. જોકે, ફિઝીયોથેરાપીસ્ટ (Physiotherapist) યુવતીને યુવકે પોતાની ઓળખાણ ગ્રેજ્યુએટ તરીકે આપી હતી અને સારી નોકરી કરતો હોવાનું કહ્યું હતું. આગળ જઈને યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા અનેની તેની સાથે રહેવા જતી રહી હતી. જોકે, થોડા દિવસો બાદ યુવતીને યુવક અને તેના પરિવારથી માનસિક ત્રાસ (Domestic violence) આપવાની ફરિયાદ શરૂ કરવામાં આવી હતી. આમ આ બાબતે અચનાક જ યુવતીને જાણ થઈ કે યુવક ફક્ત 12 ધોરણ ભણેલો છે અને સામાન્ય નોકરી કરે છે. આ સ્થિતિમાં યુવતીને પોતાની ભૂલ સમજાઈ જતા તેણે ફરિયાદ નોંધાવી છે.

આજની પેઢી જે સોશિયલ મીડિયા થકી પ્રેમ અને રિલેશનશીપમાં જોડાઈ જતા સહેજ પણ અચકાતી નથી તેમના માટે અને આવી પેઢીના માતાપિતા માટે આ કિસ્સો ચેતવણી સમાન છે. બનાવની વિગતો એવી છે કે સુરતના જહાંગીરપુરામાં આવેલા મોટાભાગોલ ખાતે આવેલી દેવાંશી સોસાયટીમાં રહેતી એક યુવતીને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક યુવક સાથે સંબંધ બંધાયો હતો. યુવક સાજન પટેલ પોતાના સમાજનો હતો. યુવતીએ વર્ષ 2019ના ડિસેમ્બરમાં પરિવારની મરજી વિરુદ્ધ આ યુવક સાથે લગ્ન કર્યા હતા.આ પણ વાંચો : સુરત : TRB જવાનને સહકર્મી સાથે થયો પ્રેમ, યુવતીએ લગ્નનું દબાણ કરતાં તાપીમાં ધક્કો મારી હત્યા કરી

લગ્નની શરૂઆતમાં બંનેનું લગ્નજીવન સુમેળે ચાલતું હતું પરંતુ થોડા સમય બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. યુવતીએ જ્યારે વધુ અભ્યાસ કરવા માટે તેના પતિ પાસે પૈસા માગ્યા ત્યારે તેને કહ્યું કે તારે ભણવું હોય તો તારા પિતાપાસેથી વધુ પૈસા લઈ આવ. જોકે, યુવક પાલિકાની કોન્ટ્રાક્ટની નોકરી કરતો હતો અને તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થતા નોકરી જતી રહી હતી.

આ પણ વાંચો : આ પણ વાંચો : સુરત : ઑવરબ્રીજ પર આપઘાત કરવા ચઢ્યો હતો યુવાન, TRB જવાને બચાવ્યો જીવ, જુઓ Live Video

દરમિયાન યુવતીને જાણ થઈ કે યુવકનું ઘર પણ ભાડાનું છે. આમ ધીરેધીરે પૈસા ઉપરાંત સામાજિક અને માનસિક રીતે યુવતીને હેરાનગતિ થવા લાગતા આખરે તેણે પતિથી કંટાળીને પતિના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પરિવારના 6 સભ્યોની સામે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:April 10, 2021, 10:38 am

ટૉપ ન્યૂઝ