સુરત : ટ્રાફિક પોલીસ સાથે અમાનવીય વર્તન, વાહન અટકાવવા જતા ચાલક 300 મીટર ઘસડી ગયો!

સુરત : ટ્રાફિક પોલીસ સાથે અમાનવીય વર્તન, વાહન અટકાવવા જતા ચાલક 300 મીટર ઘસડી ગયો!
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણનો સિલસિલો યથાવત, દિલ્હી ગેટની શરમજનક ઘટના

  • Share this:
સુરતમાં ટાફીક પોલીસના એક કર્મચારીએ પોતાની ફરજ દરમિયાન એક ગાડીને અટકવાનો પ્રયાસ ભારે પડ્યો હતો. ગાડી ચાલકે પોલીસે રોકવા જતા થોભવાની જગ્યા પર આ પોલીસ કર્મચારીને ટક્કર મારી હતી. દરમિયાન પોલીસ કર્મચારી ગાડી પર ચડી જતા તેને લઇને ગાડીનો ચાલક હંકારવા લાગ્યો હતો. જોકે આ દૃશ્યો લોકોએ જોઈ જતા બૂમાબૂમ કરી હતી. ત્યારે ગાડી ચાલક આ પોલીસ કર્મચારીને ઇજા કરી રસ્તે મૂકી જતો રહેતા પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

સુરતમાં દરોજ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ અથવા પોલીસ સાથે લોકો ઘર્ષણ કરતા જોવા મળે છે. ત્યારે સુરતના દિલ્હીગેટ પાસે શનિવારે સવારે પોલીસ અને કાર ચાલક વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. કારને અટકાવવાનો પ્રયાસ કરનાર હેડ કોન્સ્ટેબલને ચાલક 300 મીટર સુધી ખેંચી જઇ નાસી ગયો હતો.આ પણ વાંચો :  સુરત : પિતાની હત્યાનો બદલો લેવા સરપંચના ઘર પર હેન્ડ ગ્રેનેડથી કર્યો હતો હુમલો, 2 શખ્સો ઝડપાયા

શહેર પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હે.કો. નાનસિંહ વાલસિંહ શનિવારે સવારે અગિયાર વાગ્યાના અરસામાં દિલ્હીગેટ પાસે ફરજ પર હતા. ત્યારે એક સિલ્વર કલરની અર્ટીગા કાર નં. જીજે-26-એન-1508 પાછળ લોકોનું ટોળુ દોડતું હતું અને પકડો પકડોની બુમો પાડતું હતું.

આ કાર અમિષા ચાર રસ્તા પાસે આવતા હે.કો. (હેડ કૉન્સ્ટેબલ) નાનસિંહે રસ્તા વચ્ચે આવી જઇને કાર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે પુર ઝડપે તેમને ટક્કર મારતા નાનસિંહ કારના બોનેટ પર ચઢી ગયા હતા. તેમણે કાર અટકાવવા માટે ઇશારો કર્યો હતો. પરંતુ કાર ચાલક તેમને 300 મીટર સુધી ખેંચી ગયો હતો.બાદમાં બ્રેક મારતા નાનસિંહ નીચે પટકાયા હતા.

આ પણ વાંચો :  અંકલેશ્વર : પાંચ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ, બાળકીના પિતાએ બળાત્કારીની કરી હત્યા

દરમિયાનમાં ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અકસ્માતમાં નાનસિંહને પગમાં અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આ‌વ્યા હતા. બનાવ અંગે મહિધરપુરા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધી તપાસ આદરી છે.

TRB જવાનને મારી નાખવાની ધમકી

ગઈકાલે સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં ટીઆરબી જવાનની દાદાગીરીની ઘટના સામે આવી છે. ટીઆરબી જવાને ટ્રાફિકના નિયમને લઈ એક વ્યક્તિને ઉભો રાખી દાદાગીરી કરતા ઉશ્કેરાયેલા માથાભારે વ્યક્તિએ ટ્રાફિક જવાનને મારી નાખવાની ધમકી આપી છે. જ્યારે ટીઆરબી જવાને પોતાની સત્તાનો દુરઉપયોગ કરી લાકડીથી બાઈક સવાર પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. આ મામલે ટીઆરબી જવાને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.
Published by:Jay Mishra
First published:November 22, 2020, 14:12 pm