ભારત-ચાઈના ઘર્ષણ: સુરતના ડાયમંડ અને કાપડ ઉદ્યોગને અબજો રૂપિયાનો ફાયદો દેખાઈ રહ્યો


Updated: June 19, 2020, 12:33 AM IST
ભારત-ચાઈના ઘર્ષણ: સુરતના ડાયમંડ અને કાપડ ઉદ્યોગને અબજો રૂપિયાનો ફાયદો દેખાઈ રહ્યો
સુરતના બે મહત્વના ઉદ્યોગને ફાયદો થશે?

સુરતમાં આવેલ બે મહત્વના ઉધોગને થોડા નુકસાન સાથે ભાવિષ્યમાં મોટો ફાયદો દેખાઈ રહ્યો છે. તો જાણીએ સુરતના મહત્વના બે ઉધોગને કેવી રીતે ફાયદો થશે.

  • Share this:
સુરત : હાલમાં ચાઈના અને ભારતના સંબંધને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે જે રીતે ભારત અને ચાઈના વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ત્યારે ચાઈનાની નફ્ફટાઈનો ભારત ભરમાં વિરોધ ચાલી રહ્યો છે, તેવામાં સુરતમાં આવેલ બે મહત્વના ઉધોગને થોડા નુકસાન સાથે ભાવિષ્યમાં મોટો ફાયદો દેખાઈ રહ્યો છે. તો જાણીએ સુરતના મહત્વના બે ઉધોગને કેવી રીતે ફાયદો થશે.

ડાયમંડ ઉદ્યોગને કેવી રીતે ફાયદો થાય

ભારત અને ચાઈના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ જો સરકાર પહેલ કરીને ચાઈનાની તમામ વસ્તુ પર પ્રતિબંધ મુકે તો સીધી રીતે ભારતને ફાયદો થાય તેવું દેશના લોકોનું કહેવું છે, ત્યારે સુરતમાં આવેલ મહત્વના બે ઉધોગ સાથે જોડાયેલા લોકો શું માની રહ્યા છે તે જોઈએ. પહેલા વાત કરીએ ડાયમંડ ઉદ્યોગની તો, વિશ્વમાં ડાયમંડનું પોલીસિંગ ગુજરાતના સુરતમાં થાય છે, ત્યારે જો ભારત સરકાર ચાઈનાીન વસ્તુ પર પ્રતિબંધ મૂકે તો ડાયમંડ ઉદ્યોગને થોડા સમય માટે એક્સપોર્ટમાં ફટકો પડે, કારણ કે, ભારતમાંથી જતા 40 ટકા ડાયમંડ ચાઇના મોકલવામાં આવે છે. અને અહીંયા ડાયમંડમાંથી જવેલરી તૈયાર કરી વિશ્વના અનેક દેશમાં સપ્લાય કરવામાં આવે છે. જોકે જો ચાઈના સાથેનો વેપાર બંધ કરવામાં આવે તો ભારત ને માત્ર 15 ટકા નુકશાન છે. બાકી તો અન્ય દેશ સીધા ભારતના વેપારીઓ પાસેથી ડાયમંડ ખરીદી કરતા થઈ જાય, જેને લઇને ભાવ પણ ઉંચો મળે અને ચાઈના આપડા ડાયમંડમાં જે કમિશન લે છે તે પણ આપણને મળતું થાય.

જોકે ડાયમંડ ઉધોગનો મોટા પ્રમાણમાં માલ વિદેશમાં જાય છે, ત્યારે માત્ર ચાઈના 40 ટકા માલ લઇને વેલ્યુ એડિશનનું કામ કરીને અન્ય દેશમાં માલ વેચીને કમાણી કરે છે. જોકે સરકાર ચાઈના પર પ્રતિબંધ મૂકે તો ભારતમાં ડાયમંડ ઉધોગ સાથે, જવેલરી ઉધોગ પણ મોટાપાયે શરુ થાય અને ભારતમાં વેપારીઓ જવેલરી ડાયમંડ તૈયાર કરીને અન્ય દેશમાં વેચાણ કરે તો ભારતને ફાયદો છે, આ સિવાય ભારતમાં જવેલરી ઉધોગમાં અનેક રોજગારીની તક વધે. આપણા ડાયમંડ પર જોબવર્ક કરીને કરોડો રૂપિયા કમાતા ચાઈનાની આવક બંધ થાય, જેથી તેની શાન ઠેકાણે આવી જાય, ભારતને અંદાજિત 24 હજાર કરોડનો નવો વેપાર ચાઈના પર પ્રતિબંધ મુકવાથી મળે તેવું જાણકારોનું માનવું છે.

કાપડ ઉદ્યોગને કેવી રીતે ફાયદો થાય

ચાઈના સાથેની તણાવ ભરી પરિસ્તિથીમાં ભારતના લોકો પહેલા રાષ્ટ્ર હિત તરફ જોઈ રહ્યા છે, અને હવે ભારતે ચાઈનાને મુહતોડ જવાબ આપવાની વારી છે, આવું કરવાથી ભારતને ફાયદો છે, નુકસાન નથી. જો કાપડ ઉધોગની વાત માનીએ તો ભારત અને એમાં પણ ખાસ કરીને સુરત કાપડ ઉધોગમાં વપરાતી મશીનરી મોટા પ્રમાણમાં ચીનથી આવે છે, અને કાપડ ઉપર કરવામાં આવતું વેલ્યું એડિસન કરવામાં વપરાતુ રો મટીરીયલ પણ ચીનથી આવે છે. શરૂઆતમાં ઉધોગ માટે પ્રતિબંધથી નુકસાન વેઠવાની તૈયારી રાખવી પડે કારણકે ભારતમાં કાપડ ઉધોગ માટેની મશીનરી ભારતના એન્જીનિયર છે તે બનાવી શકે છે, શરૂઆતમાં થોડી મોંઘી પણ પડે જોકે, આ ક્ષેત્રમાં પણ રોજગારી ઉભી થાય અને નવો ઉધોગ ભારતમાં શરુ થઇ શકે. જોકે કાપડના મામલે ચીન ભારત કરતા મજબૂત છે, પણ ચાઈના પોતાનું સસ્તું કાપડ ભારતમાં મોકલીને ભારતના કાપડ બજારને થોડા અંશે નુકસાન પહોંચાડે છે. હાલમાં સરકારે ટેક્સ નાખ્યો છે તે વધારવાની જગ્યા પર પ્રતિબંધ મુકવો જોઈએ, જેને લઈને કાપડ બજારને થોડા સમય નુકસાન વેઠ્યા બાદ મોટો અને કરોડો રૂપિયાનો ફાયદો થાય તેમ છે.જોકે સરકાર પોતાના ટેક્સની ચિંતા કર્યા વગર, જો ચાઈનાને મુહતોડ જવાબ આપીને પ્રતિબંધ મુકે તો કાપડ બજારને તો ફાયદો થવાનો છે, સાથે સાથે ચીનથી આવતી મશીનરી બંધ થાય પણ સરકારે ઉધોગને પ્રત્સાહન સાથે ઉધોગો માટે જે ફાઈલ મુકવામાં આવે તેને પાસ કરવી જોઈએ, જેથી ઉધોગ સરળતાથી ચાલી શકે. આજે, બહારની કોઈપણ મશીનરી બનાવવા માટે ભારતમાં અનેક એન્જીન્યર છે, પણ તેમના પ્રોજેક્ટને ઝડપી પાસ કરાતા નથી, જેને લઈને ભારતના વેપારી સરળતા પડે તે માટે વિદેશથી મશીનરી મંગાવતા હોય છે. જેથી ભારત સરકારે પોતાની કામ કરવાની પદ્દતિમાં સુધારો કરવો જોઈએ. જોકે કાપડ પર કરવામાં આવતુ વેલ્યું એડિશનનું મટીરીયલ પણ આપણા દેશમાં મળે છે, પણ સરકારની કાયદાકીય ગુંથામણને લઈને આ ઉધોગ કોઈ સ્થાપતું નથી જેને લઈને ચાઈના આપણા દેશમાંથી કમાણી કરે છે. જો સરકાર આવા ગુહ ઉધોગને પ્રત્સાહન આપશે તો આ ઉદ્યોગો પણ વધારે શરૂ થાય અને દેશને ટેક્સ રૂપી આવક સાથે ભારતમાં રોજગારીની તક વધશે.

આમ ભારતભરમાં ચાઇનાનો વિરોધ થઇ રહ્યો છે, તેવામાં સુરતના બે મહત્વના ઉધોગને ચાઈનાની વસ્તુ પર પ્રતિબંધ લગાવવાથી શરૂઆતમાં થોડા નુકસાન સાથે ભાવિષ્યમાં સૌથી વધુ ફાયદો દેખાઈ રહ્યો છે, ત્યારે હવે ચાઈનાને મુંહતોડ જવાબ આપીને પાઠ ભણવાની વાત સુરતના વેપારીઓ કરી રહ્યા છે, અને આવું કરવાથી ભરતને અબજો રૂપિયાના ફાયદા સાથે નવી રોજગારીની તકો પણ દેખાઈ રહી છે.
First published: June 18, 2020, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading