પ્રગ્નેશ વ્યાસ, સુરત : સુરત ખાતે પહેલી વખત રમાયેલી ઇન્ટરનેશન ટી-20 મેચમાં ભારતની વિમેન્સ ટીમે સાઉથ આફ્રિકાની ટીમ સામે 11 રને જીત હાસલ કરી હતી. 12 હજારથી વધુ દર્શકો વચ્ચે રમાયેલી આ રમતે તમામના દીલ જીતી લીધા હતા. ભારતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 130 રનનો સ્કોર કર્યો હતો. જેની સામે સાઉથ આફ્રિકાની ટીમ 19.5 ઓવરમાં 119 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પહેલી વખત ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી. ભારત અને સાઉથ આફ્રિકા માટે આ ગ્રાઉન્ડ નવું હતું. તેમજ માટીની પીચ સ્પીનરો માટે સારી હોઇ અને બેટિંગ કરવા માટે ટફ હોવાથી સાઉથ આફ્રિકાની કેપ્ટન સુને લુસ દ્વારા ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2012 પછી પછી પહેલી વખત ડે નાઇટ ટી-20 રમી રહેલી ભારતની ટીમ માટે પણ આ એક પડકાર હતો.
આથી ભારતની ટીમમા ડેબ્યૂ કરી રહેલી 15 વર્ષની શેફાલી વર્મા ઝીરો રન પર આઉટ થઇ ગઇ હતી. જોકે, મિડલ ઓર્ડરે બાજી સંભાળી લીધી હતી. ટીમે કેપ્ટન હરમનપ્રીત કૌરના 43 રનની મદદથી 20 ઓવરમાં 130 રન કરી શકી હતી. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે પહેલી બે ઓવરમાં જ 16 રન મારીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. જોકે, બાદમાં ભારતીય ટીમની બોલિંગ હાવી થતા સાઉથ આફ્રિકાની ટીમ ડગમગી ગઈ હતી. મિડલ ઓર્ડર બેટ્સમેન મીગનુને 59 રનની બાજી રમી ટીમની ગેમમાં વાપસી કરી હતી. બીજી તરફ આફ્રિકાની વિકેટ પડતી રહી હોવાથી અંતે ટીમનો 11 રન પરાજય થયો હતો.

તસવીર : @ICC
વર્ષ 2012 પછી પહેલીવાર ડે-નાઇટ ટી-20 રમ્યાં : હરમનપ્રીત કૌર
સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમ સામે મેચ જીત્યા બાાદ ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે વર્લ્ડ કપ માટે બેસ્ટ કોમ્બિનેશન શોધી રહ્યા છીએ. વર્ષ 2012 પછી પહેલી ડે-નાઇટ મેચ રમ્યા છીએ. વર્લડ કપ જેવી મેચોમાં ક્રાઉડ વધારે હોઇ છે, સુરતમાં ક્રાઉડ મોટી સંખ્યામાં હોવાને કારણે ખેલાડીઓને પ્રેસર હેન્ડલ કરવામાં પણ મદદ મળશે. શેફાલી એક સારી ખેલાડી છે, તે માત્ર 15 વર્ષની છે. તેણે ટીમ માટે હજુ ઘણું કરવાનું છે. અમારી બોલિંગ સાઇડ સારી છે, પરંતુ નવી પીચ પર પહેલા બેટિંગ કરવું થોડું મુશ્કેલ હોય છે."
અમે સારી ક્રિકેટ રમી પણ પાર્ટનરશીપ નહીં થતા મેચ ગુમાવી : સુને લુસ
"ભારત સામેની મેચમાં હાર મળ્યા બાદ સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમની કેપ્ટન સુને લુસે મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે,"સુરતનું ક્રાઉડ ક્રિકેટને લઇને ક્રેઝી છે. અમે સારી રમત રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ થોડા માટે રહી ગયા હતા. અમને એ વાતનો સંતોષ છે કે સ્ટાર્સથી ભરેલી ભારતીય ટીમને અમે 130 રનમાં જ રોકી શકયા. અમે સારી ક્રિકેટ રમી પણ સારી પાર્ટનરશીપ ન થવાને કારણે અમે મેચ ગુમાવી હતી. હજુ ચાર મેચ બાકી છે. અમે સારી રમત રમવાનો પ્રયાસ કરીશું."