કૅપ્ટન હરમનપ્રિત કૌરે સુરતમાં 100મી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી

News18 Gujarati
Updated: October 4, 2019, 9:20 PM IST
કૅપ્ટન હરમનપ્રિત કૌરે સુરતમાં 100મી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી
હરમનપ્રિત કૌરની તસવીર

હરમનપ્રિત કૌરનો જન્મ 8 માર્ચ 1989માં થયો હતો. અત્યાર સુધીમાં હરમનપ્રિત બે ટેસ્ટ , 93 વન્ડે અને 99 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ સુરતમાં આજે ઇન્ડિયા (India)અને દક્ષિણ આફ્રિકા (south africa) વુમન ટી 20 સિરિઝની અંતિમ મેચમાં ભારતની કૅપ્ટન (Indian captain) હરમનપ્રિત કૌર (Harmanpreet Kaur)પોતાના નામે એક રેકોર્ડ કરવા જઇ રહી છે. આજે હરમનપ્રિત કૌર પોતાની 100મી ટી20 મેચ રમી હતી. હરમનપ્રિત કૌરનો જન્મ 8 માર્ચ 1989માં થયો હતો. અત્યાર સુધીમાં હરમનપ્રિત બે ટેસ્ટ , 93 વન્ડે અને 99 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.

હરમનપ્રિતે પહેલી ટી20 ઇન્ટરનેશન મેચ 2009માં ઇગ્લેન્ડ (England) સામે રમી હતી. ઓલરાઉન્ડ પર્ફોર્મન્સને કારણે હરમનપ્રિતે એક પછી એક શીખરો સર કર્યો છે. હરમનપ્રિત બેટિંગમાતો કમાલ કરે છે પરંતુ બોલિંગમાં પણ તેનું પર્ફોર્મનસ ખૂબજ કાબીલે તારીફ છે. હરમનપ્રિત આજે ભારતની વુમન્સ ટીમની કૅપ્ટન છે. હરમનપ્રિત આજે સુરતના લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ (Lalbhai Contractor Stadium)ખાતે રમાનાર અંતિમ ટી20 મેચમાં પોતાના નામે 100 મેચનો રેકોર્ડ કરશે.

આ પણ વાંચોઃ-IND vs SA : એલ્ગર-ડી કોકની સદી, દક્ષિણ આફ્રિકાનો વળતો પ્રહાર

ઉલ્લેખનીય છે કે, 24 સપ્ટેમ્બરથી સુરતમાં ભારત અને સાઉથ આફ્રિકા વુમન્સ વચ્ચે પાંચ મેચની ટી20 ઇન્ટરનેશનની શરૂઆત થઇ હતી. જેમાં પહેલી મેચથી જ ભારતે વિજયની સાથે શરૂઆત કરી હતી. પરંતુ ત્યાર બાદ વરસાદને કારણે બે મેચ રદ કરવામાં આવી હતી. પરંતુ સુરતના ક્રાઉડ અને ફિલિંગને જોઇને રદ થયેલી ટી 20 બેમાંથી એક મેચ રમવા માટે બીસીસીઆઇ (BCCI) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-નીતા અંબાણી NBAને સેરેમોનિયલ “મેચ બોલ” આપશે

પાંચ મેચની સિરિઝમાંથી 3 મેચ રમાય છે. જે તમામ મેચ જીતીને ભારતે સિરિઝ પરતો કબજો કરી લીધો છે. પરંતુ આજની ચોથી અને અંતિમ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી કલીન સ્વીપ કરવાના મુડમાં ભારત મેદાનમાં ઉતરશે.
First published: October 4, 2019, 8:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading