પ્રગ્નેશ વ્યાસ, સુરત : 60 લાખથી વધુની વસ્તી ધરાવતા સુરત શહેરમાં તમામ મોટી ઇવેન્ટો અને સુવિધા ગુજરાતમાં મોડી મળતી રહી છે. તેવી જ રીતે ઘણા લાંબા સમયની માંગ બાદ આખરે સુરતને પહેલી વખત ઇન્ટનેશન ક્રિકેટ મેચ મળી છે. આજથી ભારત અને સાઉથ આફ્રિકા વુમન્સ વચ્ચે પાંચ ટી-20 મેચોની સિરીઝની પહેલી મેચ રમાશે. સુરતમાં પહેલીવાર ઇન્ટરનેશન મેચ હોઇ ક્રિક્રેટ પ્રેમીઓ માટે તેની એન્ટ્રી સાવ નિશુલ્ક રાખવામાં આવી છે.
સાઉથ આફ્રિકા અને ભારતની ટીમ સુરત આવ્યા બાદ સુરત લાલભાઇ ક્રિકેટ સ્ટેડિયમની સુવિધાથી પ્રભાવિત થયાં હતાં. તેઓએ સુરતની પીચને સારી પીચ ગણાવી હતી. સુરત લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિય ખાતે 250 જેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ 50 જેટલા પ્રાઇવેટ બાઉન્સરો પણ આસ સ્ટેડિયમમાં ખેલાડીઓની સુરક્ષા માચે હાજર રહેશે.
હવામાન વિભાગની આગાહીને લઇને મેચ પર વરસાદના વાદળો છવાઇ રહ્યા છે. પરંતુ બંન્ને ટીમોએ મેચ પહેલાના પ્રેક્ટિસ સેસન્સમાં ખૂબ પરસેવો પાડ્યો છે. આજે મેચ સાંજે સાત વાગે શરૂ થશે. આ પહેલા 6 : 30 કલાકે ટોસ કરવામાં આવશે. આ મેચમાં 15 વર્ષની શેફાલી વર્માના ડેબ્યૂને લઇને પણ લોકો ઉત્સાહિત છે.
અન્ય મેચ શિડ્યુલ : બીજી મેચ 26 સપ્ટેમ્બરે, ત્રીજી મેચ 29 સપ્ટેમ્બરે, ચોથી મેચ 1 ઓક્ટોબરે અને છેલ્લી મેચ 4 ઓક્ટોબરે યોજાશે. સિરિઝની બધી જ મેચો રાત્રે 7 વાગ્યે શરૂ થશે.
ભારતની ટીમ
હરમનપ્રીત કોર- કેપ્ટન
સ્મૃતિ મંધાના- વાઇસ કેપ્ટન
જેમીમાહ રેડરીગયેસ
દિપ્તી શર્મા
તાનીયા ભાટિયા- વિકેટ કીપર
પુનમ યાદવ
શિખા પાંડે
અરૂંધતી રેડી
પૂજા વસ્ત્રાકર
રાધા યાદવ
વેદા કૃષ્ણામૂર્તિ
હરલીન દેઓલ
અનુજા પાટીલ
શેફાલી વર્મા
માનસી જોશી
સાઉથ આફ્રિકાની ટીમ
સુને લુસ- કેપ્ટન
તાઝમીન બ્રિટ્સ
ત્રિશા ચેટ્ટી
નંદને દે કલેર્ક
મીંગનોન દુ પ્રીજ
શાહબીમ ઇસમેલ
અયાબોનગા ખાકા
લારાગોડફાલ
મારઝીખાને કાપ
લિઝલે લી
નોંઉલ્લુલુકે માલબા
તુમી સેખુખુને
નોંદુમીશો શાઘસે
લાવરા વોલ્વર્ટ
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર