Home /News /south-gujarat /સુરત : અનોખો રેકોર્ડ! 15મી ઑગસ્ટે એકસાથે 15 બાળકોનો થયો જન્મ, રાષ્ટ્રગીત સાથે કરાઈ ઉજવણી

સુરત : અનોખો રેકોર્ડ! 15મી ઑગસ્ટે એકસાથે 15 બાળકોનો થયો જન્મ, રાષ્ટ્રગીત સાથે કરાઈ ઉજવણી

સુરતમાં આ જન્મેલા બાળકોને તિરંગના રંગે લપેટી અને રાષ્ટ્રગીત સાથે વેલકમ કરવામાં આવ્યા હતા.

Surat 15 August Born on 15 August : સુરતમાં IVFની કમાલ, એક સાથે એક જ દિવસે જન્મ્યા 15 બાળકો, તબીબે કહ્યું, આ બાળકો રાષ્ટ્રને સમર્પિત

કિર્તેશ પટેલ, સુરત : સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી (Independence Day) સુરતમાં (Surat)  થઈ છે. આ ઉજવણી રાષ્ટ્રધ્વજ ફરકાવીને નહીં પરંતુ રાષ્ટ્રધ્વજના તિરંગા રંગે રંગાયેલા કપડામાં વિટળાયેલા નવજાતોની (15 Child Born on 15th August in Surat)  સામે રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી છે. આ ઉજવણીનું કારણ પણ અનોખું છે. આ નવજાત આજ જ જન્મ્યા છે. 15મી ઑગસ્ટે સ્વાતંત્ર્ય પર્વના દિને સુરતની હૉસ્પિટલમાં એક સાથે 15 બાળકોનો જન્મ થયો છે. આશ્ચર્યચકિત કરતી આ સત્યઘટનાએ સુરત સહિત રાજ્યમાં ચર્ચા જગાવી છે.

15મી ઓગસ્ટ એટલે કે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતની હોસ્પિટલમાં 15મી ઓગસ્ટની અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી. જે દંપતીઓને બાળકો ન થતા હોય તેવા દંપતીઓને આ IVF મદદથી (15 Kids Born with IVF) સુરતની લાલ દરવાજા ખાતે આવેલી ટ્રીનીટી હોસ્પિટલ એક સાથે 15 જેટલા બાળકોને આજે જન્મ આપવામાં આવ્યો હતો. જોકે આધુનિક પદ્ધતિથી 15 જેટલા જન્મેલા બાળકોમાં બાળકોમાં 50% જેટલા બેબી બોય અને 50% બેબી ગર્લનો જન્મ થયો હતો.

આ પણ વાંચો : રાજ્યમાં Corona Vaccineના 4 કરોડ ડોઝ અપાયા, આજે ફક્ત 4 મનપામાં જ નવા કેસ

હૉસ્પિટલ દ્વારા ખાસ ઉજવણી કરી અને મીઠાઈ વહેંચવામાં આવી હતી. 15મી ઑગસ્ટે સુરતમાં સર્જયો અનોખો રેકોર્ડ


રાષ્ટ્રગીત ગાઈને બાળકોનું સ્વાગત કરાયું

ખાસ કરીને હોસ્પિટલે આ તમામ બાળકોને રાષ્ટ્રધ્વજ રૂપે તૈયાર કરવામાં આવ્યા હતા જોકે એક સાથે 15 જેટલા બાળકો નો 15મી ઓગસ્ટ જન્મ થવાને લઈને માતા-પિતા સાથે હોસ્પિટલમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ખાસ કરીને બાળકનો જન્મ થાય છે ત્યારે મિઠાઇ ખવડાવીને પરિવાર નું મોઢું મીઠું કરાવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં સાથે આ બાળકોના માતા-પિતા અને સંબંધીઓ અને રાષ્ટ્રગીત ગાઈને આ બાળકોના જન્મના વધામણા કર્યા હતા.



આ અંગે ડૉ. આશિષ વીરડિયાએ જણાવ્યું કે આજે 15મી ઑગસ્ટ નિમીતે 15 બાળકોની ડિલિવરી કરવામાં આવી છે. આ બાળકોને તિરંગાના રંગે લપેટી અને રાષ્ટ્રગીત સાથે ઉજવણી કરી અને માતાપિતાનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું છે. અમારા તરફથી આ બાળકોને રાષ્ટ્રને સમપર્તિ કરવામાં આવે છે.

આ પણ વાંચો : અમદાવાદ : સ્વાતંત્ર્ય પર્વ પર જ હત્યા! આધેડને 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખ્યા


શું હોય છે IVF?

IVF એટલે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન વંધ્યત્વનો સૌથી અસરકારક ફર્ટિલિટી ઉપચાર છે. આ એવી પ્રક્રિયા છે જેમાં એગ અને સ્પર્મને શરીરની બહાર એટલે કે લેબમાં ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. આ એવા દંપતીઓ માટે સૌથી સુરક્ષિત અને સરળ ઉપચાર છે જે પોતાની ઇનફર્ટિલિટી પ્રોબ્લેમના કારણે માતા-પિતા નથી બની શકતા. IVFને સામાન્ય બોલચાલની ભાષામાં ટેસ્ટ ટ્યૂબ બેબી ટેક્નિક પણ કહેવામાં આવે છે.
First published:

Tags: Independence day, આઇવીએફ, સુરત

विज्ञापन