સુરતમાં ક્રિકેટ રમી રહેલા બાળકોને ઇનકમટેક્સ ઓફિસરે બેટથી ફટકાર્યા

સુરતના વેસુની ઘટના ક્રિકેટ રમવાની બાબતે હેપ્પી હોમ હેસીડન્સીમાં અધિકારીએ દાદાગીરી કરતા બે બાળકોને ઇજા

News18 Gujarati
Updated: June 16, 2019, 9:11 PM IST
સુરતમાં ક્રિકેટ રમી રહેલા બાળકોને ઇનકમટેક્સ ઓફિસરે બેટથી ફટકાર્યા
સીસીટીવી ફૂટેજમાં અધિકારી માર મારતો જોવા મળ્યો હતો.
News18 Gujarati
Updated: June 16, 2019, 9:11 PM IST
પ્રગ્નેશ વ્યાસ, સુરત : ભારત-પાકિસ્તાનની મેચ જ્યારે પુરજોશમાં હતી ત્યારે સુરતમાં એક ઇનકમટેક્સ અધિકારીએ બાળકોને બેટથી ફટકાર્યા હતા. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી હોમ રેસીડેન્સીમાં રહેતા ઇનકમટેક્સ અધિકારીએ અને તેના પુત્રે બાળકોને ફટકારતા બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત થયેલા બાળકોના વાલીઓ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.

ભારત પાકિસ્તાનની મેચ વખતે વેસુની હેપ્પી હોમ સોસાયટીમાં બાળકો ક્રિકેટ રમી રહ્યાં હતા ત્યારે અચનાક કોઈ મુદ્દે ઇનકટેક્સ અધિકારીએ ક્રિકેટ રમી રહેલા બાળકોને ફટકારવાનું શરૂ કર્યુ હતું.અધિકારી અને તેના પુત્રેએ મળીને બાળકોને ફટાકર્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં બે વૃક્ષો અલગ અલગ જગ્યાએ ધરાશાયી થતાં 1 યુવતીનું મોત, 1 ઘાયલ

ઇનકમટેક્સ અધિકારીની દાદાગીરીનો આ વીડિયો સીસીટીના માધ્યમથી જોવા મળ્યો હતો. સીસીટી ફૂટેજમાં અધિકારી બાળકોને જમીન પર પટકીને મારતો જોવા મળ્યો હતો. આ મામલે માર ખાનારા બાળકોના વાલીઓ સુરતના ઉમરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથધરી હતી.
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...