સુરત: શ્રી કુબેરજી બિલ્ડર્સ ગ્રુપમાં ITના દરોડા, 200 કરોડના દસ્તાવેજ - 1.5 કરોડની કેશ - 50 લાખની જ્વેલરી કબ્જે કરી


Updated: February 7, 2020, 11:15 PM IST
સુરત: શ્રી કુબેરજી બિલ્ડર્સ ગ્રુપમાં ITના દરોડા, 200 કરોડના દસ્તાવેજ - 1.5 કરોડની કેશ - 50 લાખની જ્વેલરી કબ્જે કરી
શ્રી કુબેરજી બિલ્ડર્સ ગ્રુપમાં આઈટીના દરોડા

શ્રી કુબેરજી બિલ્ડર ગ્રુપના બિલ્ડર નરેશ અગ્રવાલની સાથે સાથે કુલ 12 બિલ્ડરોને એક સાથે વિભાગ દ્વારા સંકજામાં લઈને મેગા સર્ચ ઓપરેશ શરૂ કરતા બિલ્ડર લોબીમાં હાહાકાર

  • Share this:
સુરતના જાણીતા શ્રી કુબેરજી બિલ્ડર્સ ગ્રુપને ત્યાં શરૂ થયેલ આવકવેરા વિભાગનુ મેગા સર્ચ ઓપરેશન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યુ હતુ. શ્રી કુબેરજી બિલ્ડર ગ્રુપના નેરશ અગ્રવાલ તથા તેમના ભાગીદારોને ત્યાંથી અત્યાર સુધીમાં રૂ. 200 કરોડની કિંમતના મિલકતના દસ્તાવેજ રૂ. દોઢ કરોડ રોકડા અને રૂ. 50 લાખની જ્વેલરી મળી આવી છે. આવકવેરા વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં શરૂ કરવામાં આવેલ મેગા સર્ચ ઓપરેશનમાં 24 કલાક પૂર્ણ થયા બાદ પણ કાળા નાણા અંગેના કોઈ મજબૂત પુરાવા હાથ ન લાગતા અંતે વિભાગ દ્વારા બિલ્ડરોની સાથે સાથે તેમના પરિવારના સભ્યો પર દબાણ વધાર્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. 12 પૈકી એક બિલ્ડરને ત્યાં આજે મોડી સાંજે સર્ચની કામગીરી પૂર્ણ થઈ હતી. જો કે હજુ સુધી એક પણ બિલ્ડર દ્વારા કાળા નાણાની કોઈ જ કબુલાત કરી નથી.

સુરત આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગ દ્વારા ગઈ કાલે શહેરના જાણીતા મોટા બિલ્ડર ગ્રુપ શ્રી કુબેરજી બિલ્ડર્સ પર સવારે 7 વાગ્યે દરોડા પાડીને માગા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. આ ગ્રુપના ભાગીદારો નરેશ અગ્રવાલ, શંકર ઉત્તમ ચંદાની, મુકેશ સાવલીયા, ચંદ્રેશ પટેલ, ધીરજ ગંગનાની, નટવર હરલાલકા, રાજેન્દ્ર ખૈતાન, જે.પી. અગ્રવાલ, રાજેશ પોદ્દાર, વિનોદ ગોસ્વામી, જ્યંતિ પટેલ, ભીમસેન મહેતાને સકંજામાં લીધી હતા. તમામના ઘર અને મુખ્ય ઓફિસો તેમજ સારોલી, વેસુ, ઘોડદોડ રોડ, મજૂરાગેટ, પૂણા-કુંભારિયા સહિત 30થી વધુ ઠેકાણા પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આજે બીજા દિવસે પણ તમાંમ બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ રહ્યુ હતુ.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં આ બિલ્ડરોને ત્યાંથી રૂ. 200 કરોડની કિંમતના મિલકતોના દસ્તાવેજ મળી આવ્યા છે. તેની સાથે સાથે કુલ રૂ. દોઢ કરોડ રોકડા અને રૂ. 50 લાખની જ્વેલરી મળી આવી છે. હાલમાં આ તમામ દસ્તાવેજોનુ વેરીફીકેશ કરવામાં આવી રહ્યુ છે. જો કે હજુ સુધી એક પણ બિલ્ડર દ્વારા કાળા નાંણા અંગેની કોઈ જ કબુલાત કરી નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, 30 પૈકી એક સ્થળે મોડી સાંજે સર્ચની કામગીરી પૂર્ણ થઈ હતી. જ્યારે તમાંમ સ્થળો પર તપાસ ચાલુ હતી. બિલ્ડરોને ત્યાંથી મળી આવેલ રોકડ રકમ અને જ્વેલરી અંગેનુ વેરીફીકેશ ચાલી રહ્યુ છે.

શ્રી કુબેરજી બિલ્ડર ગ્રુપના બિલ્ડર નરેશ અગ્રવાલની સાથે સાથે કુલ 12 બિલ્ડરોને એક સાથે વિભાગ દ્વારા સંકજામાં લઈને મેગા સર્ચ ઓપરેશ શરૂ કરતા બિલ્ડર લોબમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ હતી. આ મેગા સર્ચ ઓપરેશનમાં કરોડો રૂપિયાનુ કાળુ નાંણુ વિભાગને હાથ લાગશે. પરંતુ સર્ચ ઓપરેશ શરૂ થયાના 24 કલાક બાદ પણ હજુ સુધી વિભાગને એક પણ બિલ્ડર ગ્રુપમાંથી કોઈ વાંધાજનક દસ્તાવેજ હાથે લાગ્યા ન હતા. એટલુ જ નહી એક પણ બિલ્ડર દ્વારા હજુ સુધી કાળા નાંણા અંગેની કોઈ જ કબુલાત કરી નથી. તો બીજી તરફ વિભાગ દ્વારા બિલ્ડરોની સાથે સાથે તેમના પરિવારના સભ્યો પર કાળા નાણાની કબુલાત કરવામાં આવે તે માટેનુ દબાણ સાથે ખોટી હેરાનગતી શરૂ કરવામાં આવી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. નિયમ વિરૂધ્ધ લખાણો તૈયાર કરીને જબજસ્તીથી સહિ પણ કરાવવામાં આવી રહી છે.
First published: February 7, 2020
વધુ વાંચો
अगली ख़बर