Home /News /south-gujarat /

સુરત : BJP નેતા PVS શર્માના ઘરે આઈટી રેડ, અધિકારીઓને 10 બેન્ક લોકર, 3.5 લાખ રોકડા મળ્યા

સુરત : BJP નેતા PVS શર્માના ઘરે આઈટી રેડ, અધિકારીઓને 10 બેન્ક લોકર, 3.5 લાખ રોકડા મળ્યા

PVS શર્માના ઘરે આઈટી રેડનો રેલો મુંબઈ પહોંચ્યો

સૂત્રોએ કહ્યું કે, શર્મા દ્વારા કુસુમ સીલીકોન પાસેથી વર્ષે 18 લાખ પગાર અને કમિશન મળી કુલ 90 લાખ રૂપિયા લેવાયા હોવાનું દર્શાવ્યું

સુરત આવકવેરાની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા બુધવારે મોડી રાત્રે પૂર્વ આવકવેરા અધિકારી અને સુરત ભાજપના અગ્રણી નેતા વેંકટ સત્યનારાયણ શર્મા પુષ્પમર્તિ (પી.વી.એસ. શર્મા ) પર કલમ 131 હેઠળ તપાસ કાર્યવાહી કરવામાં આવી છે. શર્માના પીપલોદ ફોર સિઝન ખાતેના લક્ઝુરીયસ ફ્લેટ તેમજ તેઓ જે કંપનીમાંથી દોઢ લાખનો માતબર પગાર મેળવે છે મુંબઈની તે કુસુમ સીલીકોન કંપનીના મુંબઈ-થાણેના ઓફિસ, ફેક્ટરી, ગોડાઉન, કંપનીના માલિકો કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના સુરત પાર્લેપોઈન્ટના બ્રિજવાટીકા એપાર્ટમેન્ટ ખાતેના નિવાસ સ્થાન, શર્મા જે કંપનીનામાં ડિરેક્ટર છે તે શાહ-પ્રજાપતિ એન્ડ કાું.ના ભાગીદારો ધવલ શાહનું આરટીઓ પાસે શિખાક્ષિલા ખાતેના નિવાસસ્થાન, ઘોડદોડ રોડ પરના સરગમ હાઉસ ઓફિસ, ઉપરાંત શર્માના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અડુકીયાના ઓફિસ, નિવાસસ્થાન મળી કુલ 12 ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા 50થી વધુ અધિકારીઓની સ્ટ્રેન્થ સાથે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ લંબાય તેમ હોય રાજકોટ, વડોદરા અને અમદાવાદથી વધુ અધિકારીઓને તપાસમાં સામેલ કરવા તેડાવ્યા છે. તપાસના પ્રાથમિક તબક્કામાં કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના ઘરેથી 45 લાખ રોકડ, 1 કિલો સોનું, 35 લાખની એફડી મળી આવી છે.

આ ઉપરાંત 10 બેન્ક એકાઉન્ટ અને 3 લોકર સીઝ કરાયા છે. શર્મા અને તેની પત્ની અન્નપૂર્ણા દ્વારા બજારમાંથી લેવાયેલી રૂપિયા 6.50 કરોડની લોન તથા અંદાજે 80 કરોડની મિલકતોના દસ્તાવેજોની ઉલટતપાસ કરવામાં આવી રહી છે.  પિવીએસ શર્મા ના ઘરેથી આઇટી વિભાગને 3.5 લાખ રોકડ તેમજ ફ્લેટનો 3.5 કરોડ નો દસ્તાવેજ મળ્યો છે . જેની કિંમત આઇટી દ્વારા 7 કરોડની હોવાની અનુમાન છે.

શર્માના ઘરે રેડ પડતા તેઓ વિરોધમાં રસ્તા પર આવી બેસી ગયા હતા.


આ પણ વાંચો :  સુરતનાં જ્વેલર પર કાળી કમાણીના આક્ષેપ બાદ BJP નેતાના ઘરે ITના દરોડા, ફોન જપ્ત થતા ધરણા પર બેઠા

તપાસ અંગે મળતી વધુ માહિતી અનુસાર સુરત આવકવેરાની ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા ગઈ તા. 1 ઓક્ટોબર 2020ના રોજ પી.વી.એસ. શર્માને તેમની આવક તથા મિલકતો અંગે ખુલાસો કરવા એક સમન્સ મોકલાયું હતું. આ સમન્સ સંબંધે તા. 9 ઓક્ટોબરના રોજ શર્માએ જવાબ મોકલાવ્યો હતો, જેમાં પોતે સોશિયલ વર્કર અને પબ્લીક ફિગર હોય સમન્સને પડકાર્યો હતો અને સમન્સ પાછળ કોઈ છૂપો બદઈરાદો હોઈ સીબીઆઈ અને પોલીસ તપાસ કેમ નહીં થવી જોઈએ તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા.

પૂર્વ આવકવેરા અધિકારીના આ પ્રકારના જવાબથી આવકવેરાના ઉચ્ચ અધિકારીઓ રોષે ભરાયા હતા. ઈતિહાસમાં ક્યારેય આવો જવાબ મળ્યો નહોતો. ઉપરાંત 9 ઓક્ટોબરે જ શર્મા દ્વારા સુરત આવકવેરાની કામગીરી પર આક્ષેપો કરતા ટ્વીટ કરાયા હોય સમગ્ર ડિપાર્ટમેન્ટ ગુસ્સે ભરાયું હતું. અમદાવાદ ડીઆઈની સૂચનાથી સુરત ડીઆઈ અનિલ ભારદ્વાજ દ્વારા રેઈડ પ્લાન કરાઈ હતી અને સુરતના અધિકારીઓ વિના અમદાવાદ, વડોદરાના અધિકારીઓને બોલાવી તપાસ શરૂ કરાઈ છે.

અધિકારી સૂત્રોએ કહ્યું કે, શર્મા દ્વારા કુસુમ સીલીકોન પાસેથી વર્ષે 18 લાખ પગાર અને કમિશન મળી કુલ 90 લાખ રૂપિયા લેવાયા હોવાનું દર્શાવ્યું છે. પરંતુ કંપનીના સ્ટાફે શર્માનો ચહેરો પણ જોયો નહીં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.  આ ઉપરાંત શાહ એન્ડ પ્રજાપિત કંપનીમાં પોતે ડિરેક્ટર હોય તો કંપની દ્વારા શું કામકાજ થતું હતું તે સવાલ છે.

આ પણ વાંચો :  સુરત : 'મમ્મી-પપ્પા, મારા પર લોકોનું પ્રેશર છે, I am Sorry', વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાત

કુલ રૂપિયા 1 લાખનું શેર્સ હોલ્ડિંગ ધરાવતી આ કંપનીમાં કેશ હોલ્ડીંગ 2.25 કરોડનું હોય અધિકારીઓ ચોંક્યા છે. મનીલોન્ડરીંગના ઈરાદે શાહ એન્ડ પ્રજાપતિ કંપની ઉભી કરાઈ હોવાની આશંકા છે. જોકે, જાણકારો કહે છે કે શાહ એન્ડ પ્રજાપતિ કંપની લાંબો સમય પહેલાં જ બંધ થઈ ગઈ છે. આઈટીસી ખાતેની તેની ઓફિસ પણ વેચાઈ ગઈ છે. હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં છે, પરંતુ શર્મા સાથે જે ઉદ્યોગકારો ભેરવાયા છે તે જોતાં આગામી દિવસોમાં ચોંકાવનારી હકીકતો બહાર આવે અને વધુ લોકો સુધી તપાસનો રેલો જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.
Published by:Jay Mishra
First published:

Tags: NoteBan, PVS Sharma, આયકર વિભાગ

આગામી સમાચાર