સુરતમાં કમકમાટી ભરી ઘટના: ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું કરૂણ મોત - Video

સુરતમાં કમકમાટી ભરી ઘટના: ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું કરૂણ મોત - Video
લીફ્ટમાં માથુ ફસાઈ જતા મહિલાનું મોત

કારખાનામાં કામ કરતી મહિલાના મોતના પગલે તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો, આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી.

  • Share this:
સુરત : શહેરના ઉધનાના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલ એક બેરીંગના કારખાનામાં કામ કરતી મહિલા બેરીંગનો માલ સામાન ઉતારવા-ચઢાવવા માટે વપરાતી લિફ્ટમાં માથું આવી જતા ઘટના સ્થળે જ મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

સુરતમાં સતત લોકોના મુત્યુ કોઈને કોઈ પ્રકારે થઇ રહ્યા છે, ત્યારે સૌથી વધુ અકસ્માતને લઈને મોતની ઘટના બની રહે છે, ત્યારે આવી એક ઘટના આજરોજ બનવા પામી છે. સુરતના ઉધના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલ હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ બેરિંગના સ્પેરપાર્ટ્સ બનાવતું એક કારખાનું આવેલું છે. અહીંયા બેરીંગ બનવાનો મોટા પ્રમાણમાં માલ સમાન હોય છે, જેને પગલે અહીંયા કારખાનામાં સમાન લઇ જવા માટે એક લિફ્ટ મુકવામાં આવી છે.

આ લિફ્ટ સામાનને પહેલા મળે લઇ જવાનું કામ કરે છે, જોકે, ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટ હોવાથી તે ઓપન હોય છે. આ લિફ્ટ આજે સમાન લઇને પહેલા મળે ગયા બાદ, લિફ્ટ પાસે કામ કરતી મહિલા માલ લેવા જતા સમયે તેમનું માથુ અચાનક લિફ્ટ નીચે આવી ગયું હતું, આ સમયે આ મહિલાનું ધ્યાન નહિ હોવાને લઇને માથું લિફ્ટમાં આવી જતા મહિલાનું કરુંણ મોત થયું હતું.

આ પણ વાંચો - સુરત : ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનો Live Video, પોલીસે ફિલ્મી ઢબે બચાવ્યો

આ ઘટનાની જાણકારી મળતા જ સમગ્ર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટનાની જાણકારી તાત્કાલિક પોલીસને આપવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કારખાનામાં કામ કરતી મહિલાના મોતના પગલે તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. જોકે આ વિસ્તારમાં આવી ઘટના છાસવારે બનતી હોય છે, જોકે અહીંયા કોઈપણ જાતની સેફટીના સાધનો રાખવામાં નથી આવતા તેવું પણ સામે આવ્યું છે.
Published by:kiran mehta
First published:January 22, 2021, 16:28 pm

ટૉપ ન્યૂઝ