સુરત : આમતો ટ્રાફિક પોલીસની (Traffic Police) મદદ માટે TRB જવાન મુકવામાં આવ્યા છે જેમણે માત્ર ટ્રાફિકનું નિયમન (Traffic Regulation) કરવાનું હોય છે પણ કેટલાક જવાનો વાહનો પણ રોકતા હોય છે. ત્યારે સુરતના (Surat)ના વરાછા (varacha) વિસ્તારમાં આજે એક TRB જવાન રસ્તા વચ્ચેરીક્ષા (Rickshaw) રોકવા દોડી ગયો હતો જેના કારણેરીક્ષા પલટી ગઈ હતી. સ્થાનિક લોકોએ આ જવાનને અકસ્માત બાદ ધક્કે ચડાવ્યો હતો અને તેની સાથે હાથાપાઇ પણ કરી હતી. જોકે આ જવાનને લઇને મોટો અકસ્માત થતા રહી ગયો હતો. અને કોઈને ગંભીર ઇજા થઇ ન હતી જોકે આ મામલેથોડા સમય માટે હંગામો મચી જવા પામ્યો હતો
બનાવની વિગત એવી છે કે સુરતની ટ્રાફિક પોલીસ અને TRB જવાનોને થોડાને થોડા દિવસે લોકો સાથે ઘર્ષણની ઘટના સામે આવીતી હોય છે. જોકે સુધારેલ મોટર વ્હિકલ એક્ટના દંડની રકમ જે રીતે વધારવામાં આવી છે ત્યાર બાદ દરોજ શહેરમાં કોઈને કોઈ જગ્યા પર પોલીસ અને TRB જવાન સામે મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાતી હોય છે. ત્યારે આજે પણ આવી એક ઘટના સામે આવી હતી.
આ પણ વાંચો : વડોદરા : રખડતાં શ્વાનનો આતંક, પંચમુખી હનુમાન પાસે બે વર્ષના બાળકના મોઢે બચકાં ભર્યા!
સુરતના વરાછા વિસ્તારમાંથી એકરીક્ષા ચાલક પોતાની રીક્ષામાં પેસેંજર લઇને જતો હતો ત્યારે આ રીક્ષા ચાલક ને રોકવા માટે આ જવાના અચાનક રીક્ષા સામે આવી જતા અચાનક રીક્ષા પલટી ગઈ હતી. જોકે, રીક્ષામાં સવાર મુસાફરોને નાની મોટી ઇજા થવા પામી હતી. રીક્ષા પલટી થઇ જતા રીક્ષામાં નુકસાન હોવાને લઇને રીક્ષા ચાલક અને સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને આ TRB જવાનને ધક્કે ચડાવ્યો હતો અને તેની સાથે ઝપાઝપી પણ કરી હતી.
આ પણ વાંચો : રાજકોટ : 'તારી સોપારી લીધી છે, જીવતા રહેવું હોય તો પૈસા આપી દે', ગોંડલમાં લુખ્ખાઓ બેફામ!
લોકોનું કહેવું હતું કે આ જવાનોને પોલીસ ની મદદ માટે રાખ્યા છે અને માત્ર ટ્રાફિક ના નિયમન માટે રાખવામાં આવ્યા છે, અને આ જવાનોને કોઈની પણ ગાડીઓ અટકાવાની સત્તા નથી તો આ કેમ ગાડી અટકાવે છે. જોકે આ જવાનની ભૂલ ને લઇને અકસ્માત થયો પણ રીક્ષા માં સવાર લોકો બચી ગયા હતા