Home /News /south-gujarat /સુરત: દુકાન માલીક અને ભાડુઆત વચ્ચે મારમારી, થયો એસિડ એટેક, 6 લોકો ઘાયલ

સુરત: દુકાન માલીક અને ભાડુઆત વચ્ચે મારમારી, થયો એસિડ એટેક, 6 લોકો ઘાયલ

વરાછા સ્થિત સૌરભ કોમ્પ્લેક્ષમાં ભાડે આપેલી દુકાન ખાલી ન કરતા દુકાન માલિક વાઘાણી પરિવાર દ્વારા ભાડૂઆત પર એસિડથી હુમલો કરવામાં આવ્યો

વરાછા સ્થિત સૌરભ કોમ્પ્લેક્ષમાં ભાડે આપેલી દુકાન ખાલી ન કરતા દુકાન માલિક વાઘાણી પરિવાર દ્વારા ભાડૂઆત પર એસિડથી હુમલો કરવામાં આવ્યો

    સુરત : વરાછા સ્થિત સૌરભ કોમ્પ્લેક્ષમાં ભાડે આપેલી દુકાન ખાલી ન કરતા દુકાન માલિક વાઘાણી પરિવાર દ્વારા ભાડૂઆત પર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઝઘડા દરમિયાન બન્ને પક્ષના ૧-૧ વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા હતા. એસિડથી દાઝેલા બન્ને પક્ષના બે મહિલા સહિત ૬ને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વરાછા પોલીસે દુકાન માલિક તરફથી છેડતી અને મારામારીનો જ્યારે સામાપક્ષે ભાડૂઆત તરફથી વ્યાજવટા સંદર્ભે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

    વરાછા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ વેડરોડ સ્થિત રાધિકા રો-હાઉસમાં રહેતા કંચનબેન ઘનશ્યામભાઇ વાઘાણીના માલિકીની વરાછાની હંસ સોસાયટી ખાતેના સૌરભ કોમ્પ્લેક્ષ દુકાન ચંદ્રકાંતભાઇ બાલુભાઇ ધકાણ (ઉ.વ.૬૧) અને તેના ભાઇ ગિરીશ ધકાણ (ઉ.વ.૬૩, બન્ને રહે. રૂબી એપાર્ટમેન્ટ, વરાછા) ભાડે આપી હતી. દરમિયાન વ્યાજે લેવામાં આવેલા નાણા મામલેની લેતી-દેતીના ઝઘડામાં વાઘાણી પરિવારે ધકાણબંધુઓને દુકાન ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ દુકાન ખાલી કરવામાં નહીં આવતા આજરોજ બપોરે વાઘાણી પરિવારના કંચનબેન તેમના પુત્ર દર્શન (ઉ.વ.૨૪), પુત્રવધૂ ઇશા (ઉ.વ.૨૩) અને પિતરાઇ પરિવારની દીકરી હેતલબેન સાથે દુકાન ખાલી કરાવવાના આશયથી એસિડની બોટલ લઇ પહોચ્યા હતા.

    આ પણ વાંચો - સુરેન્દ્રનગર: અતિવૃષ્ટીએ વધુ એક અન્નદાતાનો ભોગ લીધો, એક જ ગામના બીજા ખેડૂતે આપઘાત કરતા ચકચાર


    જે બાદ થયેલા ઝઘડા દરમિયાન એસિડ હુમલો કરાતા સામસામે થયેલી ઝપાઝપી દરમિયાન તમામને એસિડથી નાની મોટી ઇજા પહોચી હતી. મળતી જાણકારી મુજબ ભાડૂઆત ગિરીશભાઇ ધકાણ ૪૦ ટકા જેટલા દાઝ્યા છે. તેમજ કંચનબેનનો પુત્ર દર્શન વાઘાણી ૨૦ ટકા જેટલા દાઢ્યા છે જ્યારે અન્ય ચાર સામાન્ય દાઝ્યા છે. તમામને સારવાર માટે સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    બનાવ મામલે વરાછા પોલીસે પ્રાથમિક તબક્કે દુકાન માલિક કંચનબેન વાઘાણીની ફરિયાદ લઇ ભાડૂત ધકાણબંધુઓ વિરૂદ્ધ મારામારી અને છેડતીનો ગુનો નોધ્યો છે. જ્યારે સામાપક્ષે ભાડૂઆત ગિરીશભાઇ ધકાણની ફરિયાદ લઇ વાઘાણી પરિવારના ચારેય સભ્યો વિરૂદ્ધ વ્યાજવટા અંતર્ગત ઇપીકો કલમ ૩૮, ૩૯, ૪૦ તેમજ મારામારી અંતર્ગત ગુનો નોધ્યો છે. વધુ તપાસ પોસઇ પી. ડી. વંદા કરી રહ્ના છે.
    First published: