સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં 100 દિવસમાં રેડ ઝોનમાંથી આવતી 1000 મહિલાની પ્રસુતિ થઈ, જેમાં હતી 53 કોરોના પોઝિટિવ


Updated: July 10, 2020, 8:59 PM IST
સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં 100 દિવસમાં રેડ ઝોનમાંથી આવતી 1000 મહિલાની પ્રસુતિ થઈ, જેમાં હતી  53 કોરોના પોઝિટિવ
ફાઈલ તસવીર

ગાયનેક વિભાગની ડોક્ટર્સની ટીમે છેલ્લા સાડા ત્રણ મહિનામાં રેડ ઝોનમાંથી આવતી એક હજાર સગર્ભા મહિલાઓની પ્રસુતિ કરાવી છે, જેમાં 53 કોરોના પોઝિટિવ મહિલાઓ પણ સમાવેશ થાય છે.

  • Share this:
સુરતઃ કોરોનાની વિકટ (corona pandemic) પરિસ્થિતિમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ (corona positive) હોય એવી સગર્ભા મહિલાની (pregnant women delivery) પ્રસુતિ કરાવવા પ્રાઈવેટ હોસ્પિટલ તૈયાર નથી. આવા સમયે સુરતની સ્મીમેર હોસ્પિટલનો (smimer hospital) ગાયનેક વોર્ડ છેલ્લાં 100 દિવસોમાં 53 કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાઓની સફળ પ્રસુતિનો સાક્ષી બન્યો છે. ગાયનેક વિભાગની ડોક્ટર્સની ટીમે છેલ્લા સાડા ત્રણ મહિનામાં રેડ ઝોનમાંથી આવતી એક હજાર સગર્ભા મહિલાઓની પ્રસુતિ કરાવી છે, જેમાં 53 કોરોના પોઝિટિવ મહિલાઓ પણ સમાવેશ થાય છે. સ્મીમેરમાં કોરોના પોઝિટિવ મહિલાઓની પ્રસુતિ માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

તા.8મી અને 9મી એમ બે દિવસમાં 06 નોર્મલ અને 01 સિઝેરિયન મળી કુલ 07 કોરોના પોઝિટિવ મહિલાઓની સફળ ડિલીવરી કરવામાં આવી હોવાનું ડો.અશ્વિન વાછાણીએ જણાવે છે. સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં સતત વધી રહેલા સંક્રમણની વચ્ચે સ્મીમેરના ગાયનેક વિભાગ દ્વારા છેલ્લાં સાડા ત્રણ મહિનાના સમયગાળામાં સ્મીમેરમાં પ્રસુતિ માટે આવનાર કુલ એક હજાર જેટલી સગર્ભા મહિલાના કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યાં છે, જે પૈકી ૫3 મહિલાઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ 53 સગર્ભા મહિલાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી છે. જેમાંથી માત્ર એક જ બાળક કોરોના પોઝિટિવ નોંધાયું છે.

બાળકના જન્મના 48 કલાકમાં બાળકનો કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. પ્રસૂતિ માટે ગાયનેક વોર્ડમાં દાખલ થયેલી મહિલાનો રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવે છે.જેમાં માત્ર 30 મિનીટમાં જ નેગેટિવ અથવા પોઝિટિવ રિપોર્ટ મળી જાય છે. પ્રસુતા મહિલાને પ્રોટિનયુક્ત પૌષ્ટિક ભોજન મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

સવારે ચા-નાસ્તો, દૂધ, બપોરે અને રાત્રે ભોજન, 5 વાગ્યે દૂધ બિસ્કીટ આપવામાં આવે છે. સ્મીમેરમાં દર મહિને 700થી 800 સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરવામાં આવે છે. છેલ્લાં સાડા ત્રણ મહિનામાં અમે 3,500 મહિલાઓની પ્રસુતિ કરાવી છે એમ ડો. વાછાણીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફારઃ ફટાફટ જાણી લો અમદાવાદના નવા ભાવ

કોરોના પોઝિટિવ મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવનાર ગાયનેક વિભાગની ટીમના રેસિડેન્ટ ડો.નિધિ પટેલ જણાવે છે કે, સ્મીમેરમાં ગાયનેક વિભાગમાં નેગેટિવ અને પોઝિટિવ એમ બે પ્રકારના ડિલીવરી વોર્ડ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં જે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેમને અલાયદા કોવિડ પોઝિટિવ ડિલીવરી વોર્ડમાં પ્રસૂતિ કરાવવામાં આવે છે.આ પણ વાંચોઃ-ચમત્કાર! આ ઐતિહાસિક મંદિરમાં આવેલા આંબાના ઝાડમાંથી ધૂમાડો નીકળવાનો દાવો, લોકોના ટોળાં ઉમટ્યા

કોરોનાગ્રસ્ત મહિલાની પ્રસૂતિ કરાવવી એ ખુબ મુશ્કેલ અને જોખમી કામ હોવા છતાં અમે અમારી ફરજના ભાગરૂપે હંમેશા આવનાર બાળક અને પ્રસુતા મહિલાના આરોગ્યને કેન્દ્રમાં રાખીએ છીએ. અમે પ્રસૂતિ દરમિયાન માસ્ક, ગ્લોઝ, ફેસ શિલ્ડ, સેનિટાઈઝર અને પી.પી.ઈ.કીટનો ઉપયોગ કરીને પ્રસૂતિ સફળ રીતે પાર પાડીએ છીએ. પી.પી.ઈ.કીટ પહેરી પરસેવે રેબઝેબ થઈ કામ કરવું થોડું અઘરું છે, પરંતુ કોરોના મહામારી વચ્ચે સંજોગો અનુસાર કામ કરવાની અમને તાલીમ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-સુરતમાં ફરી માનવતા મહેંકી! બ્રેઈન ડેડ પાટીદાર યુવકે 4 લોકોને આપ્યું નવું જીવન, અમદાવાદની મહિલામાં હૃદય ધબક્યું

અડાજણ-પાલ રોડ વિસ્તારમાં રહેતા અને શહેરની ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં કોરોના પોઝિટિવ એવા 31 વર્ષીય કૃતિકાબેન કિશોરકુમાર પટેલની સ્મીમેરમાં પ્રસુતિ કરવામાં આવી હતી, અને પુત્રીને જન્મ આપ્યો હતો.

તેઓ સ્મીમેરની આરોગ્ય સેવા અંગે જણાવે છે કે, ‘ગત તા.8મી જુલાઈએ મને લેબર પેઈન થતાં પરિવાર દ્વારા એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. પરંતુ ખાનગી લેબોરેટરીમાં તેમનો સિટી સ્કેન અને કોરોના ટેસ્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી ખાનગી હોસ્પિટલ દ્વારા સારવાર કરવાની ચોખ્ખી ના પાડવામાં આવી હતી, અને સ્મીમેરમાં જવા કહ્યું હતું. સ્મીમેરમાં મને તાત્કાલિક દાખલ કરી પ્રસુતિ કરવામાં આવી છે.
Published by: ankit patel
First published: July 10, 2020, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading